કળિયુગનો શ્રવણ – આ કિસ્સો વાંચીને તમારી આંખો લાગણીથી ભીની થઈ જશે…

પોતાના પૈસે ફ્રિઝ આપવાનો વાયદો દીકરાએ કેવી રીતે પૂરો કર્યો ?

જે રીતે કોઈપણ સંજોગોમાં ગમે તેટલી તકલીફો વેઠીને પણ માતા-પિતા બાળકોની સારસંભાળ રાખે છે, તેમની તમામ જરૂરિયાતો પૂરી કરે છે એવી રીતે કેટલાક બાળકો પણ એવા હોય છે ,જે કોઈપણ સંજોગોમાં ,કોઈ પણ તકલીફો વેઠીને પણ મા-બાપની જરૂરિયાતની કાળજી રાખે છે.

image source

મા સાથે બાળકોનો જન્મથી જ બંધાયેલો સંબંધ એક અનોખો ઋણાનુબંધ હોય છે. પોતાના જીવ પર આવીને પણ માં બાળકોની રક્ષા માટે હંમેશા તત્પર રહે છે .એટલું જ બાળકોની નાની થી માંડીને મોટી જરૂરિયાતો સુધીની તમામ વાતોનું માતા ચીવટપૂર્વક ધ્યાન રાખે છે અને સામે વળતરમાં ક્યારેય કોઈ અપેક્ષા રાખતી હોતી નથી.

પણ કેટલીક માતા એવી નસીબવાળી પણ હોય છે જેના બાળકો વગર બોલે ચૂપચાપ પોતાની માતાની તકલીફને જોતા હોય છે અને મનોમન અને તકલીફને પૂરી કરવાનો સંકલ્પ કરીને એ દિશામાં આગળ વધતા હોય છે.

image source

જોધપુરના સરહાન નગરમાં રહેતી માતા પપ્પુદેવી પણ આવી જ એક નસીબવાળી માતા છે જેના 17 વર્ષના પુત્ર રામસિંહે માતાને તેના જન્મદિવસ ઉપર ફ્રીઝ ભેટરૂપે આપવાનું નક્કી કર્યું.એ પણ પોતાના બચાવેલા પૈસામાથી.સત્તર વર્ષનો રામસિંહ બીએસસી ના પ્રથમ વર્ષ માં અભ્યાસ કરે છે. એટ્લે પોતાની એટલી આવક તો હતી નહીં પણ નાનપણથી બચાવેલા પૈસા તેની મદદે આવીને ઊભા રહ્યા અને બાર બાર વરશ સુધી બચાવેલા પૈસા એક જ જાટકે માતાની ખુશી માટે ખર્ચી નાખવાનું રામસિંહે નક્કી કરી લીધું.

રામસિંહે છાપામાં ફ્રીઝ વેચાણની જાહેરાત વાંચીને શોરૂમ ના સંચાલકને ફોન કરીને પોતાની પાસે ભેગા કરેલા થોડા સિક્કા છે જેના બદલામાં તે પોતાની માતા માટે જન્મદિવસ નિમિત્તે ફ્રીઝ આપવા માંગતો હોવાની ઈચ્છા જણાવી. તેણે શોરૂમના સંચાલક હરિકિશન ખત્રીને સ્પષ્ટ જણાવ્યું કે ફ્રીઝ ની કિંમતના બદલામાં તે સિક્કા જ આપી શકે તેમ છે.

image source

રામજીની ઈચ્છાને માન આપીને શો રૂમ સંચાલક ખત્રીએ પણ રામસિંહ પાસે ભેગા કરેલા એક, બે પાંચ અને દસ રૂપિયાના સિક્કા સ્વીકારી લેવાની સંમતિ દર્શાવી. અને રામસિંહ પોતાની માતા માટે ફ્રીઝ લેવાની ઇચ્છા પૂરી કરવાના તલસાટ સાથે ૩૫ કિલો વજનના ચલણી સિક્કા લઇ અને હરી કિશનના શોરૂમ પર પહોંચી ગયો.

જેનું મન સાફ હોય છે નિર્દોષ હોય છે એવા લોકો માટે ઈશ્વર પણ અગાઉથી કોઈ સારા માણસની વ્યવસ્થા કરી રાખતો હોય છે. આજના જમાનામાં પણ માનવતા જીવે છે એનું એક તાદ્રશ્ય ઉદાહરણ એટલે શોરૂમ ના હરિકિશન ખત્રિ. જેમણે સિક્કાની ગણતરી કરતાં રામસિંહ પાસે રહેલા સિક્કામાં ફ્રીઝ ની કિંમત કરતા બે હજાર રૂપિયા ઓછા નીકળ્યા ત્યારે પોતાના તરફથી બે હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ રામજીને કરી આપ્યું એટલું જ નહીં રામસિંહની ભાવનાઓની કદર કરીને તેમણે પોતાના તરફથી એક ભેટ પણ રામસિહને આપી.

image source

રામસિંહને નાનપણથી જ ગલ્લામાં પૈસા ભેગા કરવાની ટેવ હતી.ગલ્લો ભરાઈ જાય તો રામસિંહ તેમાંથી રૂપિયાની ચલણી નોટો પોતાની માતા પપ્પુ દેવીને આપી દેતો હતો. પરંતુ સિક્કા પોતાની પાસે સંભાળીને ભેગા કરતો હતો બાર વર્ષ સુધી સિક્કા ભેગા કર્યા બાદ તેની પાસે રૂપિયા 13500 જમા થયા હતા.

જોધપુરની પ્રખર ગરમીમાં માતાને પોતાના પૈસે નવું ફ્રિઝ આપવાનો રામસિંહે વાયદો કર્યો હતો.અને એટલે જ છાપામાં ફ્રીઝ ની જાહેરાત વાંચીને તરત જ રામસિંહે શિવ શક્તિ નગર સ્થિત હરિકિશન ખત્રીની ઈલેકટ્રોનિક્સ ની દુકાને ફોન જોડ્યો એટલું જ નહીં પોતાની ભાવના દુકાન માલિકને જણાવી અને તેમને પોતે ભેગા કરેલા સિક્કા લેવા માટે પણ રાજી કરી દીધા.

image source

વિચાર કરો કે એ કેવી પળ હશે કે 17 વર્ષના દીકરાએ ૧૨ વર્ષથી ભેગા કરેલા પૈસામાંથી પોતાની માતા પપ્પુદેવી ને જન્મદિવસની ભેટ તરીકે પોતે કરેલા વાયદા મુજબ ફ્રીઝ ગિફ્ટ કર્યું !એ માતાના રાજીપાની કલ્પના એક માતા જરૂર કરી શકે.

રામજીએ આપેલી ભેટ જોઈને રામસિંહના માતા પિતા બંને ખુશખુશાલ થયા છે.રામસિંહના પિતા પ્રોપર્ટી ડીલર છે અને એટલે જ કદાચ નાનપણથી ધનસંચય કરવાનું રામસિંહના સ્વભાવમાં ઉતરી આવ્યું છે પરંતુ સાથે સાથે ભેગું કરેલું ધન ક્યાં કેવી રીતે વાપરવું તેની સૂઝ નો પરિચય પણ રામસિંહે નાની ઉંમરમાં માતા-પિતાના કરાવી દીધો.

image source

ઘણી વખત જ્યારે સંતાનોથી ત્રસ્ત મા-બાપ ઘર છોડી અને ઘરડા ઘરમાં સહારો લે છે ત્યારે તેમની વેદનાને સમજવા જે સંતાનો છીછરા સાબિત થાય છે એવા સંતાનો માટે રામસિંહ ની ભાવના પ્રેરણાત્મક બની રહે છે.

વાત નાની હોય કે મોટી પણ જ્યારે માતા-પિતાની ભાવનાની કદર કરવાની હોય ત્યારે નાના સ્વરૂપે મળતી ખુશી પણ માતા-પિતા માટે અતિ મૂલ્યવાન હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ