ફેસબૂક પર ડાન્સનો વિડીયો મૂકી ફેમસ થયેલી આ મા-દીકરી વિષે તમને ખ્યાલ હતો ?

આજે સોશિયલ મિડિયા દુનિયાના ખૂણે ખૂણે છુપાયેલી ટેલેન્ટને એક અલગ જ મુકામ પર પહોંચાડી દે છે અત્યાર સુધી દેશ-દુનિયાના ખૂણે છુપાયેલી ટેલેન્ટને કોઈ પ્લેટફોર્મ નહોતું મળ્યું પણ હવે કરોડો લોકો સમક્ષ પોતાની પ્રતિભા દર્શાવવાનો અવસર સોશિયલ મિડિયા આપી રહ્યું છે તે પછી ફેસબુક પેજ હોય, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હોય ટ્વીટર હોય યુ-ટ્યૂબ હોય કે ગમે તે હોય. તમે તમારામાં રહેલી ખરી ટેલેન્ટને લોકો સમક્ષ ખુબ જ સરળ રીતે પહોંચાડી શકો છો.

image source

તાજું જ ઉદાહણ રાનુ મંડલનનું લઈ લો. એક અંધારામાં છૂપાઈ રહેલી ટેલેન્ટ એવી રાનુ મંડલ આજે સોશિયલ મિડિયાના પાવરથી દેશમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે અને હિમેશ રેશમિયાએ તો તેની પાસે ગીતો પણ ગવડાવવાનું શરૂ કરી દીધાં છે.

image source

આવી જ રીતે સોશિયલ મિડિયાનો સુંદર ઉપયોગ લખનૌમાં રહેતી આ મા-દીકરીની જોડીએ કર્યો છે. તેમણે શરૂઆત તો પોતાના પર્સનલ ફેસબુક પેજ પર કરી હતી પણ લોકોનો પ્રેમ મળતાં તેમણે પોતાનું એક પ્રોફેશનલ ફેસબુક પેજ પણ લોન્ચ કર્યું છે જેમાં તેઓ પોતાના ડાન્સ-વિડિયોઝ શેયર કરીને લાખો લોકોનો પ્રેમ મેળવી રહ્યા છે.

મી એન્ડ અયાના પેજે આ મા-દીકરીના ડાન્સ માટેના પેશને તેમનું જીવન જળહળાવી દીધું છે. તો ચાલો જાણીએ આ ડાન્સર ડોટર અને તેની માતાને. તેમણે પોતાના પેજ પર સુંદર મજાના ડાન્સની વિડિયો શેયર કરીને સોશિયલ મિડિયા પર તરખાટ મચાવી દીધો.

image source

માતા એટલે કે શ્વેતા મનોચા અને દીકરી એટલે અયાના મનોચાની પ્રથમ વિડિયોને લાખો વાર જોવામાં આવી છે. શ્વેતા અને અયાના લખનૌમાં રહે છે. તેઓ પોતાના નૃત્ય પ્રત્યેના લગાવ વિષે જણાવે છે કે. શ્વેતાને નાનપણથી જ ડાન્સમાં રુચી રહેલી છે અને તેણે બાળપણમાં થોડું કથક પણ શીખ્યું હતું અને અયાના તો હાલ ભરત નાટ્યમ શીખી પણ રહી છે. બન્ને મા-દીકરીને ડાન્સ કરવો ખુબ ગમે છે અને તેમણે પોતાનો આ શોખ સોશિયલ મિડિયા પર જાહેર કર્યો છે.

મા-દીકરીને સાથે ડાન્સ કરવાનું કેવી રીતે સુજ્યું


શ્વેતા આ વિષે જણાવે છે કે તેમણે પહેલીવાર જ્યારે લેમ્બેર્ગીનીવાળુ ગીત સાંભળ્યું ત્યારે તેમને તે ખુબ પસંદ આવી ગયું હતું. અને તે વખતે જ તેણીએ પોતાની દીકરીને કહ્યું હતું કે તે બન્ને તેના પર ડાન્સ કરશે.

image source

આ પહેલીવાર હતું કે તે બન્નેએ એક સાથે ડાન્સ કર્યો હતો. આ બધું આ વર્ષની શરૂઆતમાં ચાલુ થયું હતું. લગભગ જાન્યુઆરીના અંતમાં. તે બન્નેના ડાન્સ પર્ફોમન્સની વિડિયો શ્વેતાએ પોતાના પર્સનલ ફેસબુક પેજ પર શેયર કરી અને તેણીના જ પેજથી તેને એટલી બધી વાર શેર કરવામા આવી કે તે બાકીના સોશિયલ મિડિયા પર આગની જેમ તે વિડિયો ફેલાવા લાગી. અને આ જ રીતે તેમની તે પહેલી વિડિયોના તેમને 12 મિલિયન એટલે કે સવા કરોડ વ્યુઝ મળ્યા હતા.


જો કે આ મા-દીકરીની જોડી કંઈ વારંવાર પોતાના ડાન્સ વિડિયો અપલોડ નથી કરતી પણ જ્યારે તેમને પોતાના માટે સુટ થતું કોઈ ગીત સાંભળવા મળે ત્યારે તેઓ તેના પર પર્ફોમન્સ કરીને તે વિડિયોને પોતાના પ્રોફેશનલ પેજ મી અને અયાના પર શેયર કરે છે.

ત્રણ મહિનાના સમયગાળામાં તેમણે બે ડાન્સ વિડિયો શેયર કર્યા છે. જેમાં એક લેંબોરગીની સોંગ પર છે જ્યારે બીજી વિડિયો લેજા લેજા પર છે. આ બીજી વિડિયો તેમણે માત્ર એટલા માટે બનાવી હતી કારણ કે તેમની પ્રથમ વિડિયોને લાખો વ્યૂઝ મળ્યા હતા અને સાથે સાથે લોકોનો પ્રેમ પણ ખુબ મળ્યો હતો.

અને લોકોના આ જ પ્રતિસાદે તેમને પોતાનું એક નવું પેજ મી એન્ડ અયાના બનાવા પ્રેરણા આપી અને તે પેજ પર તેમણે પોતાની આ બીજી ડાન્સ વિડિયો શેયર કરી. બીજી વિડિયો જે લેજા લેજા ગીત પર હતી તેને પણ પહેલી વિડિયો જેટલો જ પ્રતિસાદ મળ્યો. આ વિડિયોને 50 લાખ કરતાં પણ વધારે વ્યૂઝ મળ્યા.

જો કે આ મા-દીકરીની જોડી જોઈને તેઓ પહેલી નજરે તો બહેનપણીઓ જેવી જ લાગે છે. જો કે શ્વેતા પણ તેવું જ જણાવે છે કે તે પોતાની દીકરી સાથે એક બહેનપણી જેવું બોન્ડીંગ ધરાવે છે. આ આખી પ્રક્રિયા દરમિયાન તેઓ એકબીજાની ઓર વધારે નજીક આવી ગયા.

મૂળે તો શ્વેતા એક વર્કીંગ વુમન છે. તેણી પોતે પોતાના ફેમિલિ બિઝનેસમા વ્યસ્ત રહે છે જે એક ડ્રાય ક્લિનિંગ બિઝનેસ છે. અને તેમની આખા દેશમાં ઘણીબધી શાખાઓ છે. જો કે તેણી એક સમર્પિત માતા છે અને બાળકો જ્યારે શાળાએ હોય ત્યારે જ બહારનું કામ પતાવે છે.

આગળનું આયોજન

image source

શ્વેતા જણાવે છે કે તેમને વિડિયોઝ અપલોડ કરવાની કોઈ જ ઉતાવળ નથી. પણ તેઓ બોલીવીડ સોંગ્સ પર પ્રેક્ટિસ કરવાનુ ક્યારેય નહીં છોડે તેમજ જો તેમને કોઈ સારું ગીત મળી જાય અને તેઓ તેના પર સારું પર્ફોમન્સ કરી શક્યા તો તે ચોક્કસ તે વિડિયોને મી એન્ડ અયાના પર અપલોડ કરશે.

image source

શ્વેતા જણાવે છે કે તેમની સાથે વ્યવસાય હેતુએ પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેમને કેટલીક એડ પણ મળી રહી છે. પણ હજુ તે વિષે કશું જ નક્કર વિચારવામં નથી આવી રહ્યું. તેમની સાથે કેટલીક ફેશન બ્રાન્ડ્સને પ્રમોટ કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે જે થોડા જ સમયમાં નક્કી થઈ જશે.

તેઓ એક મહિનામાં એક જ ડાન્સ તૈયાર કરી શકે છે અને તેઓ આ બધું પોતાના રોજના કામ, અયાનાનો અભ્યાસ, તેની ઇત્તર પ્રવૃત્તિઓ આ બધું જ પત્યા બાદ સમય બચે તેમાં કરવા માગે છે તેના માટે તેઓ પોતાનું રોજનું રુટીન ડીસ્ટર્બ નથી કરતાં અને માટે તેઓ મહિનામા એક જ વિડિયો બનાવી શકે છે.

image source

શું ડાન્સીંગમાં કેરિયર બનાવવાનો વિચાર છે

શ્વેતા જણાવે છે કે અયાના 12 વર્ષની છે અને ડાન્સ તેનો શોખ છે. હાલ તો ડાન્સને તેની કેરિયર બનાવવી તેવું કોઈ જ આયોજન નથી. પણ તેમને તેમની વિડિયોઝ દ્વારા જે મળી રહ્યું છે તે જોતાં તો તેઓ બસ ચાલુ થયેલા પ્રવાહ સાથે જ જવા માગે છે અને તેમને કોઈ જ ખ્યાલ નથી કે તેમના ભવિષય્માં શું લખાયેલું છે.

અત્યાર સુધીમાં આ મા-દીકરીની ત્રણ વિડિયો આવી ચુકી છે જેની કોરિયોગ્રાફી દીકરી અયાનાએ જ કરી છે. શ્વેતા જણાવે છે કે અયાના તેના કરતાં સારો ડાન્સ કરી જાણે છે અને તે જ તેણીને સ્ટેપ્સ શીખવે છે. તે તેણીને સરળ લાગે તેવા સ્ટેપ્સને પસંદ કરે છે અને તે પ્રમાણે જ ડાન્સ કરે છે.

image source

લોકોનો પ્રેમ કોઈ ઇનામથી કમ નથી

શ્વેતા જણાવે છે કે વિડિયો દ્વારા જે કમેન્ટ્સ તેમના સુધી પહોંચે છે તે તેમને ખુબ જ પ્રેરિત કરે છે. લોકોનો પ્રેમ તેમના માટે કોઈ વળતર કરતાં ઓછો નથી. તેઓ પોતાને મળેલી આ ખ્યાતિ માટે ભગવાનનો આભાર માને છે.

ફેમિલિ સપોર્ટ

શ્વેતા અને અયાનાને ઘરમાં જો કોઈ સૌથી મોટો સપોર્ટ મળતો હોય તો તે શ્વેતાના પતિનો એટલે કે અયાનાના પિતાનો છે. એક પતિ અને પિતા તરીકે તેઓ પોતાની ફરજ ખુબ જ સરસ રીતે બજાવી રહ્યા છે. જેમ કોઈ પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય તેમ અહીં આ કહેવત ઉલટી છે અહીં આ બન્ને સ્ત્રીની સફળતા પાછળ એક પુરુષનો હાથ છે.

શ્વેતા અને અયાનાનું સોશિયલ મિડિયા પેજ , મી એન્ડ અયાનામાં માત્ર ડાન્સ જ નથી દર્શાવવામાં આવી રહ્યો પણ તેમાં સાથે સાથે મા-દીકરી વચ્ચેનું જે મજબુત બોન્ડીંગ છે તે પણ બતાવવામાં આવ્યું છે. આશા છે આ મા-દીકરીની જોડી આવી જ રીતે ડાન્સ વિડિયોઝ બનાવતી રહે અને લાખો લોકોના દીલ જીતતી રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ