બન્ને હાથ વગર આ શખ્સે એવી તીરંદાજી કરી કે ગોલ્ડ મેડલ મળ્યો, VIDEO જોઈને તમારો પણ આત્મવિશ્વાસ વધી જશે

વિકલાંગોને વિશેષ દરજજો આપી દિવ્યાંગ તરીકેનું નામ અપાયુ છે. પણ તેમ છતાં લોકો હજુ જોઈએ એ પ્રમાણે દિવ્યાંગો પ્રત્યે સજાગ નથી અને સારુ વર્તન નથી કરતાં હોતા. પણ આ દુનિયામાં અનેક એવા લોકો છે કે જેણે આ દિવ્યાંગોની પરિભાષાને બદલી નાંખી છે અને દિવ્યાંગોએ ખુદ કઈક કરી બતાવ્યું છે.

દુનિયામાં ઘણા લોકો છે જેને આપણે અક્ષમ કહીને બોલાવતા હોઈએ છીએ. પરંતુ તેનો જુસ્સો એવો હોય છે કે તે તેના શરીરની ખામીને પુરો કરી નાંખે છે. ત્યારે હાલમાં જ એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં આ બધી વાતો જોવા મળી રહી છે, તો આવો વિગતે વાત કરીએ શેના વિશે છે આ વીડિયો..

આઈએફએસ સુશાંત નંદાએ આવો જ એક તીરંદાજી ખેલાડીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં આ માણસ હાથ વગરનો હોવા છતાં ધનુષ દ્વારા અર્જુનની જેમ શૂટ કરે છે! આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભલે તમે કંઈ ગુમાવી દીધું હોય, પરંતુ જો તમારામાં ફરીથી ઉભા થવાનો જુસ્સો છે, તો કોઈ પણ તમને આગળ વધતા અટકાવી શકે નહીં.

આ 23 સેકંડના વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ તીરંદાજી કરી રહ્યો છે અને રમત દરમિયાન તે હાથ વિના જ આવા અઘરાં લક્ષ્યને શૂટ કરે છે અને પછી ગોલ્ડ મેડલ જીતે છે. આ વ્યક્તિ લક્ષ્ય માટે તેના પગ અને ગળા તેમજ ખભાનો ઉપયોગ કરે છે એ પણ સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યારે હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો શેર કરી રહ્યા છે.

પણ આ બધાની વચ્ચે ગુજરાતમાં વિકલાંગ અથના દિવ્યાંગો સાથે એવી ઘટના બની કે જે ખુબ શર્મસાર છે. એક તો ભરૂચનાં નેત્રંગ તાલુકાનાં જાબુડા ગામે રહેતું દિવ્યાંગ દંપતી ગતિશીલ ગુજરાત અને વિકાસની વાતો વચ્ચે આજીવિકા માટે પાછલા 10 વર્ષ થી ભરૂચ થી ગાંધીનગરનાં ધક્કા ખાઈ રહ્યા છે.

દિવ્યાંગ નરેશ ગિરધરભાઈ જોશી 60 ટકા અને તેમની પત્ની સંગીતા બેન 75 ટકા વિકલાંગ છે. જેમની પાસે વિકલાંગ હોવાના તમામ પુરાવા હોવા છતાં તેમને કોઈ પણ જાતની સહાય કે નોકરી આપવામાં આવતી નથી. નરેશભાઇ અને તેમના પત્ની પાછલા 10 વર્ષ થી કામ મેળવા સંઘર્ષ કરી રહ્યા છે. આ દંપતીને લગ્નન જીવનમાં એક પુત્રી પણ છે.

એ જ રીતા એક ઘટના અમદાવદની છે કે જેમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં વ્યક્તિ કોઈ ચોરી કે પછી હત્યાનો આરોપી નથી આ કેસમાં શખ્સે હેવાનિયતની સાથે નિર્દયતાની તમામ સીમાઓને ઓળંગી નાખી હતી.

નિકોલ પોલીસે આરોપી સંજય ઉર્ફે સન્ની વ્યાસની અટકાયત કરી હતી. અને આ શખ્શે એક વિકલાંગ મહિલાને સરકારી યોજનાઓનો લાભ આપવાના સપનાઓ દેખાડીને મહિલા સાથે વિશ્વાસઘાત કર્યો હતો. અને તેનાથી પણ વધારે આ વિકલાંગ મહિલા સાથે લગ્ન કરવાની વાત કરીને મહિલા સાથે શારીરિક સબંધ પણ બાંધ્યો હોવાનો એકરાર ફરિયાદી મહિલાએ પોલીસ ફરિયાદમાં કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ