તમે પણ એક જ માસ્કનો ધોયા વિના વારેઘડી ઉપયોગ કરો છો તો થઈ શકે છે આ ગંભીર બીમારી, રહો એલર્ટ

જો તમે દિવસો સુધી એક જ માસ્કનો ઉપયોગ કરો છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. જો તમે આ બેદરકારી કરો છો તો તમે મ્યૂકર માઈકોસિસથી ગ્રસિત થવાની શક્યતા ધરાવો છો. એમ્સના વિશેષજ્ઞોએ કહ્યું છે કે કોરોનાથી સુરક્ષા માટે ઉપયોગ કરનારા સૂતરાઉ કપડાના માસ્કને ફરીથી પહેરતા પહેલા રોજ તેને જરૂરથી ધોઈ લેવા જોઈએ. આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે.

image source

એમ્સના વિશેષજ્ઞનું કહેવું છે કે જૂન અને જુલાઈ મહિનામાં વાતાવરણમાં ભેજ વધે છે. આ સમયે આપણે નાકથી શ્વાસ લઈએ તો તેની આગળ માસ્ક લગાવેલું હોવાના કારણે માસ્કની અંદર અને મોઢાના કારણે ભેજ બની રહે છે. માસ્કને સતત પહેરી રાખવાથી પણ તેમાં ભેજના કીટાણુ ફેલાય છે અને તેનાથી ફંગસના માટે અનુકૂળ વાતાવરણ બને છે. પછી નાકથી શરૂ થયું આ ફંગસ ધીરે ધીરે શરીરના અન્ય અંગોને સંક્રમિત કરી શકે છે.

image source

જો તમે પણ સુતરાઉ માસ્કનો ઉપયોગ કરો છો તો હંમેશા ધોયેલા અને ચોખ્ખા માસ્કનો ઉપયોગ કરો. ખાસ કરીને જે લોકોની ઈમ્યુનિટી નબળી છે તેમને વધારે સાવધાની રાખવાની જરૂર છે. કોવિડ નોડલ અધિકારી ડો. પીકે પાંડાએ કહ્યું કે લોકડાઉનના કારણે વધારે નોન કોવિડ રોગી પોતાના સ્વાસ્થ્ય સંબંધી તપાસને માટે બેદરકાર બની રહ્યા છે. એવામાં નિયંત્રિત તપાસ નહીં કરાવો તો તમે પોતાની ઈમ્યુનિટી અને બ્લડ શુગર લેવલનું પ્રમાણ જાણી શકશો નહીં. તેઓએ કહ્યું કે મ્યુકર માઈકોસિસથી બચાવ માટે બ્લડમાં શુગરનું પ્રમાણ રેગ્યુલર ચેક કરતા રહો તે જરૂરી છે. મ્યૂકર રોગીના સારવારની સાથે સુવિધાને વિશે તેઓએ કહ્યું છે કે એવા રોગીને માટે એમ્સમાં 7 વોર્ડ બનાવાયા છે. તેમાં કુલ 185 બેડ છે અને તેમાં 65 આઈસીયૂ સુવિધા વાળા બેડ છે.

ઘટી રહ્યા છે મ્યુકર માઈકોસિસના કેસ

image source

મ્યુકર માઈકોસિસ ટ્રીટમેન્ટ ટીમના હેડ અને ઈએનટી સર્જન ડો. અમતિ ત્યાગીનું કહેવું છે કે કોરોનાની બીજી લહેરનો પીક ટાઈમ મે મહિનાનું બીજું અઠવાડિયું હતું. આ રીતે મે મહિનાના અંતિમ સપ્તાહ અને જૂનના પહેલા અઠવાડિયા સુધી તેના કેસનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો હતો. હવે તેમાં ઘટાડો આવવાનું શરૂ કરાયું છે. મે મહિનામાં એમ્સમાં દૈનિક રીતે મ્યુકર ગ્રસિત 7-12 પેશન્ટ આવી રહ્યા હતા. જ્યારે આ સંખ્યા હવે 4-7ની થઈ ચૂકી છે. તેઓએ કહ્યું કે એમ્સમાં હજુ સુધી મ્યુકરના કુલ 208 પેશન્ટ આવી ચૂક્યા છે.

image source

તો હવેથી આ મ્યુકર માઈકોસિસ નામની ગંભીર બીમારીથી બચવા માટે તમે પણ તમારા રોજ ઉપયોગમાં લેવાતા માસ્કને ધોઈને યૂઝ કરો તે જરૂરી છે. જેથી તમે આ બીમારીના સંપર્કમાં ન આવો અને દેશમાં પણ આ બીમારીના કેસ ઘટાડવામાં મદદ મળી રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong