જાહેરમાં માસ્ક વગર ફરનારાઓની ખેર નથી, દંડની સાથે-સાથે થશે આટલી કડક કાર્યવાહી પણ, જાણો નહિં તો સીધા હોસ્પિટલ ભેગા થવું પડશે

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત રોજ 200થી વધુ કેસ નોંધાવા લાગતાં તંત્ર હરકતમાં આવી ગયું છે. ગુરુવારે જિલ્લા વહિવટી તંત્રએ શનિવાર અને રવિવારે શહેરમાં જોવા મળતી ભીડને કંટ્રોલમાં કરવા માટે 60 કલાકનો કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી લોકો પણ ચોંકી ઉઠ્યા હતા જેના પરીણામે શુક્રવારે સવારે માર્કેટ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની દુકાનોએ ભીડ પણ જોવા મળી હતી. પરંતુ આ નિર્ણય લોકહિતમાં લેવામાં આવ્યો છે.

image source

60 કલાકના કડક કર્ફ્યુ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાએ અન્ય એક નિર્ણય પણ લીધો છે. આ નિર્ણય અનુસાર શહેરમાં જાહેરમાં માસ્ક વિના નિકળનારને કોરોના ટેસ્ટ કરવાની લાઈનમાં ઊભા રાખવામાં આવશે અને તેમના ફરજિયાત ટેસ્ટ કરવામાં આવશે. જો આ ટેસ્ટ નેગેટિવ આવ્યો તો માસ્ક ન પહેરવા બદલ 1000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે અને જો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે તે વ્યક્તિને ત્યાંથી જ હોસ્પિટલ મોકલી દેવામાં આવશે.

image source

શહેરમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવ્યું હતું પરંતુ છેલ્લા એક સપ્તાહમાં લોકોએ દાખવેલી બેદરકારીના કારણે હવે કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે ત્યારે ફરીથી અમદાવાદની હાલત પહેલા જેવી થઈ ન જાય તે માટે એએમસી સઘન કાર્યવાહી કરી રહ્યું છે. કર્ફ્યુનો સમય શરુ થાય તે પહેલાથી જ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ટેસ્ટિંગ અને ચેકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે.

image source

શહેરમાં માસ્ક વિના જે લોકો ફરતાં ઝડપાય છે તેમને અટકાવી અને તેમનો ફરજિયાત ટેસ્ટ કરવામાં આવે છે. અમદાવાદના 7 ઝોનમાં એએમસીની 200 જેટલી ટીમ ચેકિંગ માટે તૈનાત કરવામાં આવી છે. કોરોનાની મહામારીને ગંભીરતાથી ન લેતા લોકો માટે આ કડકાઈ દાખવવામાં આવી છે. માસ્ક વિના બહાર નીકળતા લોકોના ફરજિયાત રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ જો નેગેટિવ આવે તો 1000 દંડ લઈ તેને જવા દેવામાં આવે છે પરંતુ જો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેને તુરંત જ હોસ્પિટલ ખસેડવામાં આવે છે.

image source

આ ઉપરાંત એએમસીની ટીમો એવા વેપારીઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરશે જ્યાં સામાજિક અંતર જાળવવાના નિયમનો ભંગ થતો જણાશે. આ માટે પણ ટીમો ચેકિંગ ચલાવી રહી છે. જે યુનિટ કે જગ્યાએ માસ્ક નહીં પહેરવામાં આવ્યું હોય કે પછી સામાજિક અંતર જળવાયું નહીં હોય ત્યાં દંડ ફટકારી કાર્યવાહી કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ