જલ્સા કરોને જેંતીલાલ

માસ્ક ન પહેરવું આ દુકાનદારને પડ્યું ભારે, એક વ્યક્તિએ કરી દીધો થપ્પડોનો વરસાદ, શું તમે જોયો આ વિડીયો?

વિશ્વભરમાં કોરોનાવાયરસના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યા છે. બધા દેશો પોત પોતાની રીતે સખત પગલા લઈ રહ્યા છે. ભારતમાં કોરોના કેસોમાં પણ ઘણી ગતિ જોવા મળી રહી છે. વિશ્વભરના લોકો રસી આવે તેની રાહ જોઈ રહ્યા છે. કેટલાક પ્રતિબંધો સાથે દેશમાં બજારો ફરીથી ખોલવામાં આવી રહ્યા છે. ભારત સરકાર દેશવાસીઓને માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરી રહી છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તો બીજી તરફ કેટલાક શહેરોમાં માસ્ક ન પહેરવા પર મોટા દંડ પણ વસુલવામાં આવી રહ્યા છે. દિલ્હી સરકારે માસ્ક ન પહેરવા બદલ 2 હજાર રૂપિયાનો દંડ નક્કી કર્યો છે. માસ્ક પહેર્યા ન હોય તેવા લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક શખ્સ બે દુકાનદારોને માસ્ક ન પહેરાવા પર માર મારી રહ્યો છે અને દુકાનદારને માસ્ક પહેરાવાનું કહી રહ્યો છે.

બે લોકોને થપ્પડ મારવા માંડે છે

વિડિઓમાં દેખાતો માણસ માઇક લઈને આવે છે અને કહે છે કે તમારૂ માસ્ક ક્યાં છે. પછી તે માસ્ક વિના દેખાતા બે લોકોને થપ્પડ મારવા માંડે છે. માઇક સાથે આવેલો વ્યક્તિ સતત તેમને થપ્પડ મારે છે અને પછી તેને માસ્ક પહેરાવે છે. લોકો વાયરલ થયેલા આ વીડિયો પર અલગ અલગ ટિપ્પણીએ કરી રહ્યા છે.

આ વીડિયો પાકિસ્તાનનો છે.

આ વીડિયોને આઈએએસ અધિકારી અવનીશ શરણે પણ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. 22 નવેમ્બરના રોજ તેમના દ્વારા શેર કરેલા આ વીડિયો પર 7 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. જ્યારે વીડિયોને 95 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. વીડિયો શેર કરતી વખતે અવનીશ શરણે કેપ્શનમાં લખ્યું હતું કે, “માસ્ક આ માટે પણ જરૂરી છે.” આ વીડિયો પાકિસ્તાનનો છે.

અમદાવાદમાં માસ્ક ન પહેરાનારને 1 હજારનો દંડ

image source

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધતા amc તંત્રએ લાલ આંખ કરી છે. શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરાઈ છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે શહેરભરમાં ચેકિંગ શરૂ કર્યું છે. તો સાથે જ માસ્ક પહેર્યા વગર ફરતા વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરાયું છે. નેગેટિવ રિપોર્ટ આવતા રૂ.1000 નો દંડ કરાઈ હ્યો છે. સાથે જ જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તુરંત હોસ્પિટલમાં દાખલ કરી દેવાશે. અમદાવાદમાં માસ્ક મામલે બેદરકાર રહેતા લોકોને સીધા કરવા ખાસ કાર્યવાહી કરાઈ છે.

ગાંધીનગરમાં પણ માસ્ક ન પહેરનાર સામે કડક કાર્યવાહી

image source

ગાંધીનગરમા પણ માસ્ક ન પહેરાનારા સામે કાયદો સખત કરાયો છે. ગાંધીનગરમાં પણ જો નિયમોનુ પાલન નહિ કર્યુ તો કાર્યવાહી કરાશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો જ્યાં અભાવ દેખાશે ત્યા પોલીસ કાર્યવાહી કરશે. મોલ, રેસ્ટોરન્ટ કે ગાર્ડનમાં પણ ભીડ દેખાશે તો તંત્ર દ્વારા તેને તાત્કાલિક બંધ કરવામાં આવશે તેવી ગાંધીનગરના પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version