માસિકધર્મ કરશો આ ભોજન તો આખો મહિનો તમને મળશે એનર્જી…

એક બાળકીમાંથી તે કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારથી સ્ત્રીને તેની આ શારીરિક અવસ્થાને સભાનપણે અને સહજપણે સ્વીકારવાનું કહેવાય છે અને તે શીખી પણ જાય છે. પરંતુ જેમ જેમ સ્ત્રીઓની જવાબદારીઓ વધે છે તેમ તેમ તે પોતાની જાતની સંભાળ ઓછી રાખવા લાગે છે. પરિણામે તે જલ્દી બીમાર પડે છે. તેની રોગપ્રતિકારક શક્તિ ઘટતી જાય છે. અને લોહીનું પ્રમાણ શરીરમાંથી જો ઓછું થાય કે હિમોગ્લોબિન ઘટે તો પણ શરીરમાં અશક્તિ અનુભવાય છે.


પેટમાં આવતા ક્રેમ્પસ અને દુખાવા સાથે કમરમાં પડતા સટકા… એથી ઓછું હોય એમ કેટલીક બહેનોને પિરિયડ્સ દરમિયાન ઉલ્ટી જેવું પણ થતું હોય છે. તેવા સમયે શું ખાવું ને શું ન ખાવું એ પ્રશ્ન કાયમ રહેતો હોય છે. થાક્યા તેના ઉપાયો શોધીને? તો અમારી પાસે છે તેનો જવાબ… આજે પિરિયડ્સ દરમિયાન ભોજનમાં શું લેવાનું અને શું નહીં, તે વિશે ડોક્ટર્સ અને ડાયેટિશિયન્સ જે ભલામણ કરે છે તેનું લાંબું લીસ્ટ લઈને અમે આવ્યાં છીએ.

શું ન લેવું –


કેફી પીણાં – પિરિયડ્સ દરમિયાન ચા કે કોફી જેવા કેફી પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. વળી આ ખૂબ ગરમ પ્રકૃતિના હોય છે તેથી તેને લીધે માસિકસ્રાવ વધી શકવાની શક્યતા પણ રહે છે. ભારતીય સ્ત્રીઓ જો કે આલ્કોહિલ્ક બહુ નથી હોતી પરંતુ જો તેમને ટેવ હોય તો ન લેવું જોઈએ.

પ્રોસેસ ફૂડ – બહારના ફ્રોઝન ફૂડ, ફાસ્ટ ફૂડ જે તેલ – મસાલાથી ભરપૂર હોય અને અથાણાં તથા આથેલી વાનગીઓ ઢોકળાં – ઇડલી અને ખાટાં ખોરાક ન લેવા જોઈએ. જેથી એ.સી.ડિ.ટી અને પિત્તની તકલીફ પિરિયડ્સ દરમિયાન ન સતાવે.


વધુ ચરબી યુક્ત ખોરાક – પિરિયડ્સ દરમિયાન મલાઈવાળું દૂધ કે પછી ઘી – પનીર – ચીઝ જેવા ડેરી પ્રોડક્ટસ અને તેલમાં તળેલો ખોરાક બને ત્યાં સુધી એવોઈડ કરવો જોઈએ. હળવા રહેવાને બદલે જ્યારે શરીરમાં પીડા હોય ત્યારે વધુ સુસ્તી અને આળસ ચડે છે. જેને કારણે શરીરમાં શક્તિ જરૂર આવે પરંતુ તેનો ચરબીમાં વધારો ન થવો જોઈએ એવો ખોરાક લેવો જોઈએ.


વધારે રાંધેલું અનાજ – બ્રેડ, બિસ્કિટ અને ડિપ ફ્રાય વેફર્સ તથા બહારના સમોસા, સેવ જેવા તળેલા નાસ્તા ન ખાવા જોઈએ. આવો ખોરાક જીભને જરૂર ભાવે છે પરંતુ તેનાથી શરીરમાં જરૂરી શક્તિ અને પ્રોટિન્સ વગેરે પૂરતા પ્રમાણમાં નથી મળતું. ઉલ્ટાનું પેટ ભરાઈ જાય છે અને પાચન ન થવાથી પેટ વધુ દુખે છે.


નમકવાળી વસ્તુઓ – અથાણાંઓમાં તેને સાચવવા માટે ભરપૂર માત્રામાં તેમાં નમક હોય છે. મીઠાંવાળી વસ્તુઓ ખાવાથી શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટે છે. જેને લીધે લોહી પણ ઘટ્ટ થાય છે. જેને લીધે રક્તસ્ત્રાવમાં પણ તકલીફ પડી શકે છે. વળી, ચામડીમાં ખરજ કે ચિકાસ ન અનુભવાય તેથી વધારે નમકવાળી વેફર, અથાણાં કે બહારના ચટપટા નાસ્તા ન કરવા જોઈએ.

શું ખાવું –


મજાની વાત એ છે કે શું ન ખાવું તેના કરતાં શું ખાવું તેની લીસ્ટ વધારે છે અને વધારે મજેદાર પણ છે. આવો એ પણ જોઈ લઈએ.

ચોકલેટ – કહેવાય છે કે ચોકલેટ મૂડ બૂસ્ટિંગ છે. એમાંય ખાસ કરીને ડાર્ક ચોકલેટ પિરિયડ્સ દરમિયાન ચોક્કસ ખાવી જોઈએ. શરીરમાં થતા દુખાવા અને મનથી મજા ન હોય ત્યારે ચોકલેટ ખાવાથી ફ્રેશ ફિલ થાય છે.


કેળાં – સૌથી ઇન્ટન્ટ એનર્જિ લાવવા માટે સૌથી વધુ ગુણકારી હોય તો તે છે કેળાં. તે ખાવાથી તુરંત શક્તિ આવે છે અને મોંઢું પણ સરસ ગળ્યું થઈ જાય છે. વળી, કેળાંમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. સ્ત્રીઓને આ ખાસ દિવસોમાં તેની સૌથી વધુ જરૂર હોય છે. જેથી આ દિવસોમાં કેળાં અચૂક ખાવા જોઈએ.


ખજૂર – શક્તિવર્ધક અને મીઠાં ખજૂર પણ કેળાંની જેમ જ ગુણકારી છે. તેને દૂધની સાથે પણ આ ખાસ દિવસોમાં લેવા જોઈએ. બહેનોને આખો દિવસ પોતાના કામમાં થાક નથી લાગતો.

લીલાં શાકભાજી – ઋતુ પ્રમાણેના અલગ અલગ શાકભાજી ખાવા જોઈએ. જેનાથી શરીર હળવું રહે અને સ્ફૂર્તિ પણ અનુભવાય. સલાડ, સૂપ અને વિવિધ વાનગીઓમાં ઉમેરીને ખાવાથી સ્વાદ પણ મળે છે અને સ્વાસ્થ્ય પણ જળવાય છે.


નટ્સ – બદામ, કાજૂ, અખરોટ, કિસમીસ અને પિસ્તાં જેવા દરેક સૂકા મેવામાં જુદા જુદા પ્રકારના પૌષ્ટિક તત્વો રહેલાં છે. ઓમેગા ફેટ ૩, કેલ્શિયમ તેમજ સ્ત્રીઓને પિરિયડ્સ દરમિયાન શક્તિવર્ધક રહે તેવાં મિનરલ્સ નટ્સ ખાવાથી તેની પૂર્તિ થાય છે.

ઘઉંની રોટલી, બ્રેડ, ચોખા અને ભાતની વિવિધ વાનગીઓ, દહીં અને તેની વાનગીઓ; તેમજ તરબૂચ, કેરી, લીંબુ પાણી જેવા સ્વાસ્થ્ય વર્ધક પ્રવાહી પણ લેવાં જોઈએ.