માસિક બંધ અને પેટ મોટુ થયા વગર જ આ મોડલે આપી દીધો બાળકને જન્મ, પૂરી સ્ટોરી વાંચી લો એક ક્લિકે

માસિક ન થયું બંધ કે ન વધ્યું પેટ, મોડલને 9 મહિના સુધી ખબર ન પડી ગર્ભાવસ્થાની !

image source

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ મહિલા ગર્ભવતી છે તે વાતની ખબર તેને પોતાને બાળકના જન્મ સુધી ન પડે ? ગર્ભાવસ્થાનો અનુભવ 9 મહિના સુધી ન થાય તે વાત સાંભળવામાં વિચિત્ર લાગે છે. પરંતુ આવી એક ઘટના તાજેતરમાં બની છે.

ઓસ્ટ્રેલિયાની એક મોડલ એરિન લૈંગમેડને તેના બાળકના જન્મ સુધી ખબર ન પડી તે ગર્ભવતી છે. આ કારણે લૈંગમેંડએ બાથરુમમાં તેના બાળકને જન્મ આપ્યો હતો. બાળકનો જન્મ થવાની પીડાથી તેને ખબર પડી કે તે ગર્ભવતી હતી અને તે બાળકને જન્મ આપવાની છે.

image source

23 વર્ષની આ મોડલ ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ છે. તે અવારનવાર પોતાની સેલ્ફી શેર કરતી હોય છે. આશ્ચર્યની વાત એ છે કે મોડલના શરીરમાં ગર્ભાવસ્થાના 37 સપ્તાહ સુધી કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં.

મોડલ પોતે પણ જણાવે છે કે તેને એવા કોઈ અનુભવ થયા નહીં જે સામાન્ય રીતે સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન થતા હોય છે. તેના શરીરમાં પણ કોઈ ફેરફાર થયા હોય તેવું તેને લાગ્યું જ નહીં.

image source

ઓસ્ટ્રેલિયાના મીડિયા સાથે વાત કરતાં એરિનએ જણાવ્યું હતું કે તેને બેબી બંપ ન હતો કે ન તો તેણે ક્યારેય મોર્નિંગ સિકનેસ અનુભવી. તેણે જણાવ્યું કે તે ગર્ભનિરોધક દવાઓ લેતી હતી અને તેને તેના કપડા પણ ફીટ થઈ જતા એટલે કે તેના શરીરમાં ગર્ભાવસ્થામાં થાય તેવા ફેરફાર થયા નહીં.

લૈંગમેડએ એક પોસ્ટ શેર કરી અને તેના ફોલોવર્સ સાથે આ વાત શેર કરી હતી. તેણે પોતાના પાર્ટનર અને પોતાની દીકરી સાથે ઈંસ્ટાગ્રામ પર એક તસવીર પણ શેર કરી છે. મહત્વપૂર્ણ છે કે લૈંગમેડ સાથે બની તેવી ઘટના રેર કેસમાં બને છે.

image source

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આ પ્રકારની ગર્ભાવસ્થાને સ્ટેલ્થ કે ક્રિપ્ટિક ગર્ભાવસ્થા કહેવામાં આવે છે. આવી ગર્ભાવસ્થામાં છેલ્લે સુધી કંઈજ ખબર પડતી નથી.

એક સ્ટડી અનુસાર 2500માંથી લગભગ 1 મહિલાને આવી ગર્ભાવસ્થા રહે છે. આ ગર્ભાવસ્થામાં મહિલાને 9 મહિના સુધીમાં કોઈ જ અનુભવ થતા નથી. તેમને લેબર પેઈન વખતે ખબર પડે છે તેઓ ગર્ભવતી છે.

image source

જ્યારે 475માંથી એક મહિલા એવી હોય છે જેને ગર્ભાવસ્થાના 20 સપ્તાહ સુધી કોઈ લક્ષણો દેખાતા નથી. જો કે આવું શા માટે થાય છે તેના કોઈ ચોક્કસ કારણો જાણવા મળતા નથી.

સ્ત્રી રોગ નિષ્ણાંતો આ કેસ બાબતે જણાવે છે કે દરેક સ્ત્રીના શરીરની રચના અલગ હોય છે. મોટાભાગના લોકો લૈંગમેડના કેસને સમજી શકતા નથી. લૈંગમેટએ આઠ પાઉન્ડની એક સ્વસ્થ્ય પુત્રીને જન્મ આપ્યો છે. લૈંગમેડને લેબર પેન પણ વધારે કલાકો સુધી થયો નથી.

image source

જો કે જ્યારે લેબર પેન થયો ત્યારે લૈંગમેડ અને તેનો પાર્ટનર બંને ગભરાઈ ગયા હતા. લૈંગમેડના પાર્ટનર કાર્ટીએ જણાવ્યાનુસાર તેણે અચાનક બાથરુમમાંથી તેણીની બૂમ સાંભળી અને જ્યારે તે બાથરુમ સુધી પહોંચ્યો ત્યારે તેણે જમીન પર બાળકને જોયું.

image source

બાળક બ્લૂ થવા લાગતાં બંને તુરંત હોસ્પિટલ પહોંચ્યા અને માતા તેમજ બાળકની સારવાર કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે સ્ટેલ્થ પ્રેગનેંસી છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચાનો વિષય રહી છે. આ પ્રકારની જ એક ઘટના વર્ષ 2015માં સામે આવી હતી જ્યારે એક 23 વર્ષીય યુવતીએ 10 પાઉંડની બાળકીને જન્મ આપ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ