મચ્છરોથી ફેલાઇ શકે છે અનેક રોગો, જાણી લો આ 5 ઉપાયો અને ભગાડી દો મચ્છરને સટાસટ બહાર

ઘરથી મચ્છર કેવી રીતે દૂર થશે ? આ સવાલ દરેકના મનમાં થતો હોય છે. એક નાનો મચ્છર ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વગેરે જેવા જીવલેણ રોગોનું કારણ બની શકે છે. મચ્છર આપણા ઘરની ગંદકી અથવા પાણીને કારણે આપણા ઘર અને આપણા પર હુમલો કરે છે અને પછી તે આપણા બીમાર થવાનું કારણ બને છે. આ સમસ્યા દૂર કરવા માટે, અમે તમને કેટલાક અસરકારક ઉપાયો જણાવીશું, જેના દ્વારા તમે મચ્છર જ નહીં, પરંતુ નાના નાના જીવજંતુઓ દ્વારા પણ સરળતાથી મુક્તિ મેળવી શકો છો. મચ્છરને દૂર કરવા માટે ગલગોટો, તમાલપત્ર, અપીલ સાઇડર વિનેગર, લવંડર એ બધી અસરકારક રીતો છે. તેમનો ઉપયોગ કેવી રીતે કરવો તે અમે તમને અહીં જણાવીશું.

1. ગલગોટાના ફૂલ મચ્છરોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે

image source

ગલગોટાના ફૂલ મોટાભાગના ઘરોમાં હોય છે અથવા તે ઘણી વખત પૂજા માટે લાવવામાં આવે છે. જો તમારા ઘરમાં ગલગોટાના ફૂલો છે, તો તમે આ ફૂલથી મચ્છરને સરળતાથી દૂર કરી શકો છો. જેમ ગલગોટો અન્ય છોડને જીવજંતુઓથી સુરક્ષિત કરે છે, તે જ રીતે તે તમારા ઘરને મચ્છરથી બચાવશે. જો ઘરમાં મચ્છરો અથવા માખીઓ હોય, તો પછી રૂમમાં થોડા ગલગોટા મૂકો. મચ્છરો આ ફૂલની સુંગંધથી જ ભાગી જશે. ફક્ત મચ્છર જ નહીં, પરંતુ ગલગોટાની સુંગંધથી કીડીઓ, વંદા, જીવાત જેવા ઘણા જીવજંતુઓ પણ ભાગી જાય છે કારણ કે કોઈપણ જીવજંતુને ગલગોટાના ફૂલની સુગંધથી સમસ્યા હોય છે. જો તમારા ઘરમાં ગલગોટાનો છોડ ન હોય તો, પછી તમે ફૂલને તોડીને એક કુંડામાં રાખો અને તેને હવા, પાણી અને સૂર્ય પ્રકાશ નિયમિત આપો. છોડ થોડા દિવસોમાં જ વધી જશે.

2. ઘરે જંતુનાશક દવાઓ કેવી રીતે બનાવવી ?

image source

જો તમે મચ્છરને તમારા ઘરથી દૂર કરવા માંગો છો, તો ઘરે જંતુનાશક દવા તૈયાર કરો. આ માટે પાણીમાં લીંબુનો રસ, નાળિયેર તેલ, કપૂર, નીલગિરી, સિટ્રોનલ તેલ અને લવંડરના થોડા ટીપાં મિક્સ કરો. તેને સ્પ્રે બોટલમાં નાખો. જ્યાં મચ્છરો છે, ત્યાં તમે આ પાણીનો છંટકાવ કરો તો મચ્છર ભાગશે. કીડીઓ પણ આ જંતુનાશક દવાની સુગંધથી દૂર થાય છે.

3. તમાલપત્રનો ઉપયોગ કરો

image source

તમાલપત્રના ઉપયોગથી માત્ર મચ્છર જ નહીં પરંતુ વંદા પણ ભાગી જાય છે. આ માટે તમાલપત્રને ગ્રાઇન્ડ કરો અને તેને રસોડામાં અથવા રૂમમાં મૂકો. તેને તમે એ દરેક જગ્યાએ મૂકી શકો છો જ્યાં મચ્છર અને વંદાનો ત્રાસ વધુ હોય. તમે તેમાં ફુદીના અને તુલસીનો છોડ પણ ઉમેરી શકો છો. મચ્છર અથવા વંદા તેની ગંધથી દૂર થઈ જશે.

4. પોતા માટે જે પાણી લો છો તેમાં એપલ સાઇડર વિનેગર નાખો

image source

તમે પોતા માટે જે પાણીનો ઉપયોગ કરો છો અથવા જે કટકાથી પોતા કરો છો તેમાં થોડું એપલ સાઇડર વિનેગર ઉમેરો. આવી રીતે પોતા કરવાથી ફ્લોર ચમકવા લાગે છે સાથે કીડીઓ અથવા કરોળિયા અને મચ્છરો પણ ઘરમાંથી ભાગી જાય છે. જો તમે ઇચ્છો તો આ પાણીમાં લીમડાના પાન પણ ઉમેરી શકો છો. આ સિવાય ફટકળી, લીંબુનો રસ અને કપૂર પણ આ પાણીમાં મિક્સ શકાય છે. મચ્છરો આ ચીજોની સુગંધથી જ ભાગી જાય છે.

5. આવશ્યક તેલ પણ મચ્છરથી આપણું રક્ષણ કરે છે

image source

મચ્છરો દૂર કરવા માટે તમે ઘરે એર ફ્રેશનર તૈયાર કરી શકો છો. આ એર ફ્રેશનરના ઉપયોગથી મચ્છર ઘરમાંથી ભાગી જાય છે. આ માટે આવશ્યક તેલ લો અને તેમાં બેકિંગ સોડા મિક્સ કરો. ત્યારબાદ તેને સ્પ્રે બોટલમાં ભરો. તમે આ મિશ્રણમાં લીંબુ, નીલગિરીના ટીપાં અને લવંડર તેલ પણ ઉમેરી શકો છો. હવે તમે જ્યાં મચ્છર જોવ ત્યાં સ્પ્રે કરો. આ એર ફ્રેશનરથી મચ્છર ભાગશે. મચ્છરો આ બધી સુગંધથી દૂર ભાગી જાય છે. જે લોકોના ઘરે ઘણા મચ્છરો છે તેમણે આ ઉપાય જરૂરથી અપનાવવો જોઈએ.

જંતુઓ નાબૂદ કરવા શું કરવું ?

image source

જો તમારા ઘરમાં નાના બાળકો છે, તો લવંડરના સૂકા પાંદડા તેમની પાસે રાખો. તેની સુંગંધ દ્વારા કોઈપણ જીવજંતુ પસાર થશે નહીં. જો તમારા ઘરમાં કરોળિયા છે તો તમારા રૂમમાં પીપરમેન્ટ ઓઇલ નાખો. ગરોળી દૂર કરવા માટે ડુંગળી અથવા લસણની પેસ્ટ તમારા રૂમના ખૂણા પર રાખો. ગરોળી આ સુગંધથી દૂર ભાગશે. કીડીઓને મારવા માટે બેબી પાવડરનો છંટકાવ કરી શકાય છે. આ પદ્ધતિઓ દ્વારા, તમે મચ્છરના આતંકથી પોતાને બચાવી શકો છો, તમે મચ્છરથી પોતાને બચાવશો તો તમે અનેક રોગોથી પોતાને બચાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત