એકદમ ટેસ્ટી અને મસાલેદાર રાજમા બનાવો, ધરના સૌ આંગળા ચાટતા ના રહી જાય તો કહેજો.

મસાલેદાર રાજમા

નાળો આવતાની સાથે જ લીલા શાકભાજી સારા ના મળે અને આપણે ગૃહિણીઓને રોજ રસોઈમાં ઝંઝટ કે શાકમાં શું બનાવવું?

ઉનાળામાં જ્યારે શાકભાજી સરખા ના મળે ત્યારે તેના ઓપ્શનમા કઠોળ બેસ્ટ છે આપણે રોજ અલગ અલગ જાતનાં કઠોળ બનાવી શકીએ છીએ અને આમ પણ કઠોળમાં ખૂબ પ્રોટીન અને વિટામિન હોય છે જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે.

આપણે આજે એ એકદમ ટેસ્ટી અને મસાલેદાર રાજમા બનાવીશું ધરના બધા લોકો આંગણા ચાટતા ના રહી જાય તો કહેજો.

અહીં મે ચાર વ્યક્તિઓ જેટલી સામગ્રી લીધી છે.

સામગ્રી:

• ૨૦૦ ગ્રામ રાજમા
• ૧ મોટી ડુંગળી
• અડધી ચમચી આદુ-લસણની પેસ્ટ
• ૧ મોટુ ટમેટું
• અડધું લીંબુ
• થોડીક ઝીણી સમારેલી કોથમીર
• મીઠું સ્વાદઅનુસાર
• ૧ ચમચી લાલ મરચું
• અડધી ચમચી હળદર
• અડધી ચમચી ગરમ મસાલો
• ચપટી હિંગ
• રાઈ-જીરુ
• તેલ

રીત:
૧. રાજમાને સરખા ધોઈને ગરમ કરેલા પાણીમાં ૭/૮ કલાક પલાળી રાખવા.

૨. પલાળેલા રાજમાને એક કુકરમાં બે ગ્લાસ પાણી અને થોડું મીઠું નાખીને ૪/૫ સીટી કરીને બાફી લેવા.

૩. એક લોયામાં બે ચમચા તેલ ગરમ મૂકી તેમાં થોડા રાઈ-જીરુ એડ કરવા રાઈ-જીરુ તતળી જાય એટલે તેમાં ચપટી હિંગ એડ કરવી.

૪. રાઈ-જીરુ અને હીંગ તતળી જાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળીનો વઘાર કરવો.

૫. વઘારેલી ડુંગળીમાં આદુ-લસણની પેસ્ટ, મીઠું, લાલ મરચું, હળદર અને ગરમ મસાલો એડ કરવા.

૬. ડુંગળીમાં બધા મસાલા સરખા મિક્ષ થાય એટલે તેમાં ઝીણું સમારેલું ટમેટું એડ કરવું.

૭. ટમેટું પાંચેક મિનિટ ચડે એટલે તેમાં બાફેલા રાજમા અને એકાદ ગ્લાસ પાણી એડ કરીને ધીમા તાપે ઢાંકીને થોડી વાર ચડવા દેવા.લાસ્ટ માં લીંબુ અને ઝીણી સમારેલી કોથમીર એડ કરીને ગેસ બંધ કરી દેવો.લ્યો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર રાજમા રોટલી, પરોઠા અથવા ચાવલ સાથે ગરમા ગરમ સર્વ કરો.

* જો રાજમા ચાવલ ખાવા હોય તો રાજમા સ્હેજ રસા વાળા રાખવા.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી