તમારા મસાલદાનીમાં રહેલી આ ચીજ તમારી શારીરિક અને માનસિક દરેક સમસ્યા દૂર કરશે, માત્ર આ રીતે તેનો ઉપયોગ કરો

આજની ભાગ-દોડવાળી જીવનશૈલીમાં દરેક વ્યક્તિ ફીટ રહેવા માંગે છે, પરંતુ અફસોસ છે કે અત્યારની જીવનશૈલી દરમિયાન કોઈને સમય મળતો નથી. આજના સમયમાં વ્યક્તિ પૈસા કમાવામાં એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તે તેના ખાવા પીવાથી લઈને તેના સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપી શકતા નથી. આ બેદરકારીને કારણે તમારા શરીરમાં કયો રોગ ઘર કરી જાય છે તે તેઓને ખબર પણ નથી રહેતી, જયારે તે રોગ ગંભીર સ્વરૂપ લે છે ત્યારે વ્યક્તિ ખુબ જ પીડાય છે. આજે અમે તમને એવી સમસ્યા વિશે જણાવીશું જે સમસ્યા અત્યારના સમયમાં દરેક લોકોમાં જોવા મળે છે અને તે સમસ્યાથી બચવા માટેના ઘરેલુ ઉપાય વિશે.

image source

તમે હંમેશાં તમારા ઘરોમાં જોયું હશે કે જ્યારે પણ કોઈ વ્યક્તિને પેટમાં દુખાવો અથવા ઉલ્ટી થવાની સમસ્યા થાય છે, ત્યારે ઘરના વૃદ્ધો રસોડામાંથી વિવિધ પ્રકારની વસ્તુઓનું ચૂર્ણ બનાવીને આપે છે, તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તમારા રસોડામાં રહેલી હિંગ તમારા માટે કેટલી ફાયદાકારક છે હિંગના ચૂર્ણનો ઉપયોગ આહારમાં સુગંધ વધારવા માટે થાય છે, કોઈપણ રસોઈમાં હિંગનો ઉપયોગ કરવાથી તેમાં સુગંધ તો વધે જ છે સાથે ખોરાક પણ સ્વાદિષ્ટ બને છે. તમે હંમેશાં ઘરોમાં જોયું હશે કે જ્યારે પણ પેટની સમસ્યા હોય છે ત્યારે ઘરના વૃદ્ધ લોકો ગરમ પાણી સાથે હીંગનું ચૂર્ણ પીવે છે, આ ચૂર્ણ સાથે ગરમ પાણી પીવાથી વ્યક્તિને ઘણી રાહત મળે છે, આજે અમે તમને હિંગના એવા ફાયદા જણાવીશું જે ફાયદા જાણીને તમે કોઈપણ સમસ્યામાં ડોક્ટર પાસે જતા પેહલા ઘરે જ આ ઘરેલુ ઉપાય અજમાવશો.

બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત

image source

અત્યારની જીવનશૈલી અને ખાન-પાનના કારણે વ્યક્તિનું બ્લડ પ્રેશર વધવું એ સામાન્ય ઘટના છે પરંતુ તેને નિયંત્રિત કરવું મુશ્કેલ છે. કેટલીકવાર હાઈ બ્લડ પ્રેશર હોવાના કારણે, વ્યક્તિના મગજ પર અસર થવાની શરૂઆત થાય છે, તેથી આવી સ્થિતિમાં, જો દર્દીને હીંગ ખાવી જોઇએ, હિંગ ખાવાથી વ્યક્તિનું હાઈ બ્લડ પ્રેશર સામાન્ય રહે છે.

ડાયાબિટીઝ

image source

ખોરાકમાં હીંગના ઉપયોગથી શરીરમાં બ્લડ સુગર નિયંત્રિત થાય છે. તેથી જ ડાયાબિટીઝના દર્દીઓએ હંમેશાં તેમના આહારમાં હિંગનો ઉપયોગ કરવો જોઈએ.

સંધિવાની પીડામાં રાહત

image source

જો તમે ઘૂંટણની પીડાથી પરેશાન છો, તો આ સમસ્યા દૂર કરવા માટે હીંગને પાણીમાં ભેળવીને ઘૂંટણ પર દુખાવાના સ્થળે લગાવવાથી પીડામાં રાહત મળે છે.

કબજિયાત

image source

એક ગ્લાસ પાણીમાં એક ચપટી હિંગ અને બેકિંગ સોડા મિક્સ કરીને પીવાથી કબજિયાત મટે છે, છાસમાં હિંગ અને મીઠું ઉમેરીને પીવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે.

દાંતની સમસ્યા દૂર કરે છે

image source

જો તમે અચાનક અસહ્ય દાંતના દુખાવાથી બચવા માંગો છો, તો હીંગનો નાનો ટુકડો અથવા ચૂર્ણ દાંત પર લગાવવાથી થોડી વારમાં જ રાહત મળે છે.

ચેહરો ગ્લોઈંગ બનાવો

image source

હીંગ રોગોને તો દૂર કરે જ છે સાથે તે તમારા ચહેરાની સુંદરતાને વધારવાનું પણ કામ કરે છે. જો તમારા ચેહરા પર વારંવાર પિમ્પલ્સ થાય છે તો હિંગમાં થોડું પાણી મિક્સ કરીને પિમ્પલ્સ પર લગાવો અને સૂકાયા પછી, ચહેરાને સાફ પાણીથી ધોઈ લો. આ ઉપાયથી થોડા દિવસોમાં જ રાહત મળશે.

પીરિયડ્સની સમસ્યા દૂર કરે છે

image source

હીંગમાં જોવા મળતા બળતરા વિરોધી તત્વો મહિલાઓને પીરિયડ્સ સંબંધિત તમામ સમસ્યાઓથી રાહત મેળવવા માટે મદદરૂપ થઈ શકે છે. આ સિવાય સ્ત્રીઓમાં લ્યુકોરિયા અને કેન્ડિડા ઇન્ફેક્શનને મટાડવા માટે પણ હીંગ ખૂબ અસરકારક છે. ડિલિવરી પછી સગર્ભા સ્ત્રીઓએ હીંગ ખાવી જ જોઈએ, હિંગ ખાવાથી ગર્ભાશય શુદ્ધ થાય છે અને પેટ સંબંધિત બધી સમસ્યાઓ દૂર થાય છે.

ઉધરસ અને કફની સમસ્યામાં રાહત મળે છે

image source

હીંગનું સેવન કરવાથી કુદરતી રીતે કફ દૂર થાય છે. હિંગ શ્વસન ઉત્તેજક તરીકે કામ કરે છે અને ઉધરસની સારવાર કરવામાં મદદગાર છે. હીંગને મધ અને આદુ સાથે મિક્સ કરીને ખાવાથી ઉધરસની સમસ્યામાં ઘણી રાહત મળે છે.

પેટના જંતુઓ દૂર કરે છે

image source

જો પેટમાં જંતુઓ હોય તો હિંગને થોડીવાર સેકો અને આ સેકેલી હિંગ પાણી સાથે ખાઈ લો આ ઉપાય કરવાથી અઠવાડિયામાં પેટના જંતુઓ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત