મસાલાના માણીગરનો આવ્યો કરૂણ અંત: MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું હાર્ટ-અટેકથી નિધન

વર્ષોથી એમડીએચ મસાલાની જાહેરાતોમાં જોવા મળતા MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલનું 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. કયા કારણથી નિધન થયું એના વિશે વાત કરીએ તો સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજે વહેલી સવારે જ તેમને હાર્ટ-અટેક આવ્યો હતો અને તેમનું નિધન થયું છે. આ દુખના પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ ગુલાટી પ્રત્યે શોક વ્યક્ત કર્યો. આ સિવાય વાત કરીએ તો કેજરીવાલે પણ આ અંગે શોકની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે-ધર્મપાલજીનું જીવન સેવામાં પૂરું થયું

image source

ઉલ્લેખનીય છે કે, મહાશય ધર્મપાલ ગુલાટી વર્ષોથી એમડીએચ મસાલાની જાહેરાતોમાં જોવા મળતા હતા. ધર્મપાલ ગુલાટીના પિતાએ પાકિસ્તાનના સિયાલકોટમાં વર્ષ 1922માં એક નાની દુકાનથી આ સફરની શરૂઆત કરી હતી. દેશના ભાગલા બાદ તેમનો પરિવાર દિલ્હી આવી ગયો. એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે દિલ્હી આવ્યા બાદ સંઘર્ષના સમયમાં ધર્મપાલ ગુલાટીએ ઘોડાગાડી પણ ખરીદી હતી.

image source

જેનાથી તેઓ સવારીને લાવવા અને લઈ જવાનું કામ કરતા હતા. જોકે આ કામમાં ન તો ધર્મપાલ ગુલાટીનું મન લાગતું હતું અને ન તો તેમને એટલી આવક થતી હતી. ત્યારબાદ વર્ષ 1953માં તેઓએ ચાંદની ચોકમાં એક દુકાન લીધી, જેનું નમ ‘મહાશયાં દી હટ્ટી’ રાખ્યું. ત્યારથી આ દુકાન MDHના નામથી જાણીતી બની.

image source

આગળ વાત કરીએ તો ધીમે ધીમે ધર્મપાલ ગુલાટીના મસાલા લોકોને એટલા પસંદ આવવા લાગ્યા કે તેમના મસાલાની નિકાસ દુનિયાભરમાં થવા લાગી. વર્ષ 2017માં તેઓએ ભારતમાં કોઈ પણ FMCG કંપનીના સૌથી વધુ ચૂકવનારા CEO પણ જાહેર કરવામાં આવ્યા હતા. બધા જાણે છે એમ ધર્મપાલ ગુલાટીનો જન્મ પાકિસ્તાનના સિયાલકોટમાં 23મી માર્ચ, 1922માં થયો હતો. દેશના ભાગલા બાદ તેમના પિતા મહાશય ચુન્ની લાલ ગુલાટી 1947મા દેશની વહેંચણી બાદથી દિલ્હી આવીને વસ્યા હતા.

image source

શરૂઆતમાં ભરણ-પોષણ માટે તાંગા ચલાવાનું શરૂઆત કરી. પછી ટૂંક સમયમાં જ તેમના પરિવારની એટલી સંપત્તિ ભેગી થઇ ગઇ કે દિલ્હીના કરોલ બાગ સ્થિત અજમલ ખાં રોડ પર મસાલાની એક દુકાન ખોલી. આ દુકાનથી મસાલાનો વેપાર ધીમે-ધીમે એટલો ફેલાતો ગયો કે આજે તેમની ભારત અને દુબઇમાં મસાલાની 18 ફેકટરીઓ છે. આ ફેકટરીઓમાં તૈયાર એમડીએચ મસાલા દુનિયાભરમાં પહોંચે છે.

image source

એમડીએચની 62 પ્રોડક્ટસ છે. કંપની ઉત્તર ભારતના 80 ટકા બજાર પર કબ્જાનો દાવો કરે છે. ધર્મપાલ ગુલાટી પોતાની પ્રોડક્ટની જાતે જ જાહેરાત કરતા હતા. મોટાભાગે તમે તેમને જ ટીવી પર પોતાના મસાલા અંગે બતાવા જોયા હશે. તેમને દુનિયાના સૌથી મોટી ઉંમરના એડવર્ટાઇઝિંગ સ્ટાર મનાતા હતા.

image soucre

જો તેમના નાનપણ અને અભ્યાસ વિશે વાત કરીએ તો ધરમપાલ ગુલાટી પાંચમા ધોરણ સુધી ભણ્યા હતા. આગળના અભ્યાસ માટે તેઓ સ્કૂલ ગયા જ નહીં. તેમને ભલે પુસ્તકિયું જ્ઞાન ના લીધું હોય પરંતુ વેપારમાં મોટા-મોટા દિગ્ગજો તેમને લોહા માનતા હતા. યુરોમોનિટરના મતે ધરમપાલ ગુલાટી એફએમસીજી સેકટરના સૌથી વધુ કમાણી કરનાર સીઇઓ હતા. સૂત્રોએ કહ્યું કે 2018મા 25 કરોડ રૂપિયા ઇન-હેન્ડ સેલરી મળતી હતી. ગુલાટી પોતાની સેલરીના અંદાજે 90 ટકા હિસ્સો દાન કરતા હતા. તેઓ 20 સ્કૂલ અને 1 હોસ્પિટલ પણ ચલાવી રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ