મસાલા વાળી ચણા ની દાળ – બાળકો એકવાર તમારા હાથથી બનેલ ચણાદાળ ખાશે તો બહારની ક્યારેય નહિ માંગે…

આ દાળ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ આ દાળ આપ ભેળ માં ઉમેરી શકો. આ દાળ માં ડુંગળી , ટામેટા બારિક સુધારી ઉમેરો અને માણો આ ચટપટી મસાલા દાળ ને… સામાન્ય સામગ્રીઓ માંથી બનતી આ વાનગી, એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તા નો વિકલ્પ છે. ચા સાથે નાસ્તો હોય કે સાંજ ની ચટપટી ભૂખ… બાળકો નેે વેકેશન માં આપો આ નાસ્તો…

સામગ્રી:

• 1 વાડકો ચણા ની દાળ

• મીઠું

• લાલ મરચું

• હળદર

• ચાટ મસાલો

• સંચળ

• તળવા માટે તેલ

રીત ::

સૌ પ્રથમ ચણા ની દાળ ને ધોઈ , પૂરતા પાણી માં પલાળો. 4 થી 5 કલાક માટે પલાળવી..સમય નો અભાવ હોય તો હુંફાળા પાણી માં 1 થી 1.30 કલાક સુધી પલાળી દેવી. ત્યારબાદ ચાયળી માં દાળ કાઢી પાણી નિતારી લો.કોટન ના કપડાં પર , દાળ ને થોડી વાર સુકવી લો. પાણી નો બધો જ ભાગ નીકળી જાવો જોઈએ.. પાણી રહી જશે તો તળતી વખતે તેલ ઉડશે.. કડાય માં તળવા માટે તેલ ગરમ કરો. થોડી થોડી કરી બધી દાળ ને તળો. મધ્યમ આંચ પર તળો. નાની ચાયળી માં મૂકી ને પણ તળી શકાય. આમ કરવા થી કામ બહુ આસાન થઈ જાય. દાળ હલકા બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તળો. આ દાળ બહાર થઈ ક્રિસ્પી અને અંદર થી પોચી રહેવી જોઈએ.. બહુ ડાર્ક કલર હશે તો કડક થઇ જશે, અને એવી દાળ ભાવશે નહીં. તળી ને પેપર પર કે ટીસ્યુ પેપર પર કાઢવી જેથી કદાચ જો થોડું તેલ હોય દાળ માં તો નીકળી જાય. બધી તળાય જાય એટલે એટલે એના પર મીઠું, લાલ મરચું , સંચળ અને હળદર ઉમેરો.. સરસ મિક્સ કરો અને એર ટાઈટ ડબ્બા માં ભરો.. તૈયાર છે મસાલા વાળી ચણા ની દાળ..

નોંધ : મેં અહીં કોઈ મસાલા નું માપ લખ્યું નથી કેમ કે એ પૂર્ણ રીતે આપના સ્વાદ પર આધારિત છે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.