ગુજરાતીઓ એના મનમોજી સ્વભાવ અને જાતજાત ના નાસ્તા માટે વખણાય છે. બજાર ના કેટલા પણ નાસ્તા લાવો , ઘર નો સ્વાદ જે સંતોષ આપે એ બીજે ક્યાંય નહીં મળે..
આજે હું લાવી છું, તીખી સેવ ની રીત. ચણા ના લોટ માંથી બનતી આ સેવ ખૂબ જ સરળ છે. સ્વાદ એટલો સ્વાદિષ્ટ કે વારંવાર ખાવા નું મન થયા કરશે.. ચા સાથે નાસ્તા માં કે બાળકો ને સ્નેક્સ બોક્સ માં દેવા માટે ઉત્તમ છે. આજ રીત માં લાલ મરચું ઉમેર્યા વગર આપ સાદી સેવ પણ બનાવી શકો.
સામગ્રી :
• 1 kg ચણા નો લોટ
• 2/3 ચમચી સંચળ
• મીઠું
• 3 મોટી ચમચી લાલ મરચું
• 1.5 ચમચી હળદર
• 1 ચમચી હિંગ
• તળવા માટે તેલ
રીત ::
ચણા ના લોટ ને સૌ પ્રથમ ચાળી ને મોટી થાળી માં લો. તળવા માટે નું તેલ, કડાય માં ગરમ મુકો.. લોટ માં મીઠું , લાલ મરચું , હળદર ,અને હિંગ ઉમેરો અને સરસ થી મિક્સ કરો.. મસાલા ના કોઈ ગાઠા ના રહી જાય એ ધ્યાન રાખવું.. આપ ચાહો તો અજમો શેકી એનો ભૂકો કરી લોટ માં ઉમેરી શકો..
રસોઈની રાણી : રૂચી શાહ
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.