મસાલા પાંવ ઈન માઈક્રોવેવ ઓવન – બોમ્બેની ફેમસ વાનગી આજે બનાવો તમારા ઘરે સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને….

મસાલા પાંવ ઈન માઈક્રોવેવ ઓવન

મસાલા પાંવ એ વધારે બોમ્બે સાઈડ મળતી વાનગી છે.એનો ટેન્ગી બટરી ટેસ્ટ અને તેના મસાલાઓ થી ટેસ્ટ થી ભરપુર એવા મસાલા પાંઉ વારે વારે ખાવાનુ મન કરે છે..બાળકો મોટા બધા ખાઈ શકે એવા આ મસાલા પાંઉ આ જે જ બનાવો.આ જ ડીશ માં થોડા ચેન્જીસ કરીને બનાવ્યા છે તો તમે પણ આજે જ બનાવો. મસાલા પાઉં.

સામગ્રી:

  • ૩-૪ વડાપાંવ નાં પાંવ /સ્લાઈઝ,
  • ૩ ચમચી ઘી,
  • ૧ થી ૨ ચમચી બટર,
  •  મીડીયમ કાંદો ઝીણોં સમારેલ,
  • ૧ ટમેટું ઝીણું સમારેલ,
  • ૧ મીડીયમ કેપ્સીકમ ઝીણું સમારેલ,
  • ૧ થી ૨ ચમચી લાલ મરચુ,
  • ૧/૨ ચમચી હળદર,
  • ૧/૨ થી ૧ ચમચી ગરમ મસાલો,
  • મીઠું સ્વાદ મુજબ.

રીત:

1) સૌ પ્રથમ કાંદા,ટમેટા,કેપ્સીકમ બધુ આ રીતે બારીક કાપી લો.2) હવે માઈક્રોવેવ બાઉલ માં ઘી નાંખી થોડુ પીગળે એટલે તરત જ મીડીયમ કાંદો ઝીણોં સમારેલ, મીડીયમ કેપ્સીકમ ઝીણું સમારેલું અને મીઠુ નાખી ૨ મીનીટ માઈક્રો મોડ પર મિક્ષ્સ કરો અને તેને બહુ પાકવા ન દેવું.3) પછી તેમાં ટમેટું ઝીણું સમારેલ નાંખી ફરી ૧ થી ૨ મિનીટ મિક્ષ્સ કરી લો. પછી તેમાં લાલ મરચું, ચમચી હળદર, અને ચમચી ગરમ મસાલો નાંખી મિક્ષ્સ કરી લો.4) હવે તેમા બ્રેડ ના નાના ટૂકડા કરી અને ૨-૩ ચમચા પાણી નાંખી હલાવો. જેથી બધો મસાલો બ્રેડ સાથે ચોટી જાય એટલે માઈક્રોવેવ પ્રુફ લીડ ઢાંકી ૨-૩ મિનીટ માઈક્રો મોડ પર મુકો.5) હવે જો મસાલો ઓછો લાગે તો જરૂર પ્રમાણે નાંખવો અને હવે ૧ થી ૨ ચમચી બટર નાંખી ફરી હલાવી ૧ મીનીટ ગરમ કરો.

6) તો રેડી છે મસાલા પાંઉ. ગરમાગરમ બટર નાખી સર્વ કરો..માઈક્રોવેવ માં જો બનાવો તો કુકરમાં સ્ટીમ આપવી નહી..તો આજે જ બનાવો મસાલા પાંઉ.

નોંધ: ઓવન માં બનાવો કે ગેસ પર પણ ઘી કે બટર એને ગરમ થવા દેવુ ન ઘી કે બટર સાથે કાંદા અને કેપ્સીકમ તરત નાખી દેવા.

( આજ વસ્તુ તમે ગેસ પર પણ બનાવી શકો છો)

સામગ્રી:

ઊપર મુજબ.

રીત:
• નોન સ્ટીક પેન માં ઘી નાંખી થોડુ પીગળે એટલે તરત જ મીડીયમ કાંદો ઝીણોં સમારેલ, મીડીયમ કેપ્સીકમ ઝીણું સમારેલું અને મીઠુ નાખી મિક્ષ્સ કરો. બહુ પાકવા ન દેવું.

• પછી તેમાં ટમેટું ઝીણું સમારેલ નાંખી મિક્ષ્સ કરી લો. પછી તેમાં લાલ મરચું,ચમચી હળદર, અને ચમચી ગરમ મસાલો નાંખી મિક્ષ્સ કરી લો.હવે તેમા બ્રેડ ના નાના ટૂકડા કરી તેમાં નાંખી મિક્સ કરી લો અને ૨-૩ ચમચા પાણી નાંખી હલાવો. જેથી બધો મસાલો બ્રેડ સાથે ચોટી જાય. હવે જો મસાલો ઓછો લાગે તો જરૂર પ્રમાણે નાંખવો. હવે તેને બીજા બાઉલ માં કાઢી લો.

• હવે કુકર માં પાણી ગરમ કરવા મુકી એ બાઉલ તેમાં મુકી હવે ૧ થી ૨ ચમચી બટર નાંખી ૨-૩ સીટી મારી દો.અથવા સીટી કાઢી તેને બાષ્પ થી પાકવા દો તો રેડી છે મસાલા પાંઉ.
ગરમાગરમ સર્વ કરો.

નોંધ: ઓવન માં બનાવો કે ગેસ પર પણ ઘી કે બટર એને ગરમ થવા દેવુ ન ઘી કે બટર સાથે કાંદા અને કેપ્સીકમ તરત નાખી દેવા.

રસોઈની રાણી : ખુશ્બુ દોશી (સુરત)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી