મસાલા ખીચડી – નાના મોટા દરેકની મોસ્ટ ફેવરીટ વઘારેલી ખીચડી આજે અલગ રીતે બનાવો ને ખવડાવો પરિવારજનોને….

મસાલા ખીચડી

ખીચડી એક લોકપ્રિય ભારતીય વાનગી છે. આમાં દાળ અને ચોખાને એક સાથે બાફીને તૈયાર કરવામાં આવે છે. આમાં શાકભાજી, ઘી અથવા મસાલા પણ સ્વાદ અને જરૂર મુજબ મિક્સ કરી શકાય

શું તમે જમવા માં સાદી ખીચડી,વધારેલા ભાત એ બધું ખાઈ ને કંટાળી ગયા છો તો હવે બનાવો ખીચડી જ પણ એકદમ સ્વાદિષ્ટ એવી.

મસાલા ખીચડી” (3 વ્યક્તિઓ માટે)

સામગ્રી:

 • ચોખા – ૨ કપ,
 • તુવેરની દાળ – ૧ કપ,
 • ગાજર – ૧ નંગ,
 • વટાણા – ૧૫૦ ગ્રામ,
 • તજ – ૪ નંગ,
 • લવિંગ – ૨-૪ નંગ,
 • આખા લાલ મરચાં – ૨ નંગ,
 • હળદર – અડધી ચમચી,
 • મરચું – ૧ ચમચી,
 • ગરમ મસાલો – ૧ ચમચી,
 • જીરું – પા ચમચી,
 • રાઇ – પા ચમચી,
 • આદું-લસણની પેસ્ટ – દોઢ ચમચી,
 • તેલ – ૨ ચમચા,
 • પાણી – જરૂર પ્રમાણે.

રીત:

દાળ અને ચોખાને ધોઇ એક કલાક માટે પલાળી રાખો.જો લીલા વટાણા ન મળે તો સૂકા વટાણાને પાણીમાં પલાળી રાખી તેનો ઉપયોગ કરી શકો.

તેલ ગરમ કરી તેમાં રાઇ-જીરાંનો વઘાર કરો અને બધી સામગ્રી તેમાં નાખીને સાંતળો.તેમાં બધા શાક નાખી થોડી વાર હલાવો અને દાળ-ચોખા ઉમેરી દસેક મિનિટ રહેવા દો.

આમાં પાંચ કપ પાણી રેડી કૂકરમાં ત્રણ સીટી વાગે ત્યાં સુધી રાખી આંચ પરથી ઉતારી લો.કઢી કે છાશ સાથે ગરમાગરમ ખીચડીની મઝા માણો.તો તૈયાર છે મસાલા ખીચડી.

નોંધઃ તેલ ની જગ્યા એ ઘી માં પણ વધારી શકાય. મનગમતા શાક પણ ઉમેરી શકાય

ખીચડીમાં દાળ અને ચોખા બન્ને મિક્સ કરવામાં આવે છે. ચોખામાંથી કાર્બોહાઈડ્રેટ્સ મળે છે અને દાળમાંથી પ્રોટીન મળે છે. આમાં શાકભાજી મિક્સ કરવામાં આવે તો વિટામિન્સ અને મિનરલ્સ પણ મળી જાય છે અને આ એક સંપૂર્ણ આહાર બની જાય છે. આમાં જીરૂનો વઘાર અને ઘી મિક્સ કરવાથી આના હેલ્થ બેનિફિટ્સ વધી જાય છે.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી