જલ્સા કરોને જેંતીલાલ

મસાલા ઢોંસા – ઘર ઘરમાં બનતા અને પસંદ કરતા ઢોંસા હવે બનાવો આ પરફેક્ટ રેસીપીથી…

હેલો ફ્રેન્ડઝ, આજ હું એક સાઉથ ની ફૈમસ વાનગી મસાલા ઢોસા ની રેસીપી લાવી છું, સાઉથ ની દરેક વાનગી આપણે બધા ની ફેવરિટ હોય છે ઉપમા ,વડા, ઈડલી સાંભાર ..જેવી સાઉથ ઈન્ડિયન ડીશ નાના બાળકો હોય કે વૃધ્ધ દરેક ઉમર ની વ્યક્તિઓ ની મનપસંદ હોય છે, આપણા દેશ મા લગભગ દરેક જગ્યાએ આ સાઉથ ઈન્ડિયન વાનગીઓ બને છે, બસ તેની બનાવવા ની રીત જરા અલગ અલગ હોય છે, જેમ બનાવનાર અલગ એમ તેના સ્વાદ પણ થોડો ઘણો અલગ હોય છે,

જેમ ગાંઠીયા,ફાફડા,ઢોકળા,ખમણ એ આપડા ગુજરાતી ની તોલે કોઈ ન આવે એમ સાઉથ ઈન્ડિયન વાનગીઓ મા પણ એવુ જ છે, દરેક પ્રાંત ની વાનગી એના ઓરિજનલ સ્વાદ મુજબ બને તો તે ખાવાની મજા આવી જાય.તમિલનાડુ મા તલ નુ તેલ વપરાય છે અને મલિયાલી લોકો કોપરા નુ તેલ વાપરે છે, આપણે જે ખાદ્યતેલ વાપરતા હોય તેમા પણ બનાવી શકાય છે,

તો ચાલો આજ હું તમને આ સાઉથ ની વાનગી મસાલા ઢોસા નો મસાલો કેવી રીતે બને તે શીખવાડીશ, તો ચાલો નોંધી લો સામગ્રી..

* સામગ્રી —


*4 -5 મિડિયમ સાઈઝ ના બાફેલા બટાકા

* 2- મિડિયમ કાંદા લાંબા સમારેલા

* 2 ટેબલસ્પૂન ટુકડા કાજુ અને કિસમિસ

* 1- ટેબલસ્પૂન અડદ ની દાળ

* 1 ટીસ્પૂન રાઇ

* 2-3 ટેબલસ્પૂન તેલ

*1/4 ટીસ્પૂન હળદર

* ચપટી હીંગ

* સ્વાદ અનુસાર મીઠું

* બારીક સમારેલી કોથમીર

* 8-10 બારીક સમારેલા લીમડા ના પાન

*.2-3 નંગ બારીક સમારેલા લીલા મરચાં

* રીત —


1–સૌ પ્રથમ બટાકા ને પ્રેશરકુકર મા બાફી લો અને તેની છાલ ઉતારી લો અને તેને સમારી ને તૈયાર કરી લો ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી ને અડદ ની દાળ નાખો અને તે બ્રાઉન રંગની થઇ જાય એટલે તેમા બારીક સમારેલા લીમડા ના પાન અને મરચાં અને કાજુ કિસમિસ નાખી ને તેમાં ચપટી હીંગ અને હળદર નાખો ત્યાર બાદ કાંદા નાખી ને તેને સાંતળો.


2– ત્યાર બાદ તેમા બાફેલા બટાકા નાખી ને તેને બરાબર મિક્સ કરી લો, તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને તેને ફરીથી મિક્સ કરી લો, તેને સ્મેશર વડે થોડુ થોડુ સ્મેશ કરો, ધ્યાન રાખવું કે પુરૂ સ્મેશ ના કરવુ, થોડા થોડા બટાકા ના ટુકડા રાખવા હવે તેમા એક બે ચમચી જેટલુ પાણી છાંટવુ જેથી મસાલો સરસ ઢીલો અને નરમ બને સાથે એક ચમચી ઘી નાખો જેથી તેનો સ્વાદ અને સુંગધ ખુબ સરસ લાગે છે. . ત્યારબાદ તેમા સમારેલી કોથમીર નાખવી તૈયાર છે ઓરિજનલ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ નો ઢોસા નો મસાલો.


3– ત્યાર બાદ એક નોન સ્ટિક તવા પર ચમચા વડે ઢોસા નુ ખીરું પાથરી ને ઢોસો પાથરો, સાઈડ પર થોડુ બટર અથવા તેલ લગાવીને ને તૈયાર કરેલો મસાલો પાથરો, ઢોસો કડક થઈ જાય એટલે તેને રોલ વાળી લો, તેને વચ્ચે થી કટ કરી લો અને કોપરા ની ચટણી સાથે પીરસી દો,


* ઢોસા નુ ખીરું તૈયાર કરવા ની રીત —

* 2 કપ ઉકળા ચોખા (બોઇલ્ડ રાઈસ)

* 1 કપ સાદા ચોખા

* 1 કપ અડદ ની દાળ

* 10-12 દાણા સુકી મેથી ના

ચોખા અને દાળ બંને ને અલગ અલગ ધોઇ લો અને તેને અલગ અલગ વાસણ મા ચોખા અને દાળ ડુબે એટલુ પાણી નાખી ને 3-4 કલાક સુધી પલાળી દો.ચોખા પલાળતી વખતે તેમા મેથી દાણા પણ નાંખી દો.

3-4કલાક બાદ તેમાંથી પલાળેલુ પાણી નિતારી લો અને મિકસર મા થોડૂ થોડુ પાણી ઉમેરીને બંને ને બારીક પીસી લો. અને તેમા 1/2 કપ દહીં નાખીને તેને બરાબર મિક્સ કરી લો અને ફરી વખત ઢાંકણ ઢાંકી ને6-8 કલાક માટે ગરમ જગ્યાએ મુકી દો જેથી તેમા સરસ ખમણ (આથો )આવી જાય.

જેમ આથો સરસ રીતે આવશે એટલા જ સરસ ઢોસા બનશે. ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે તેમના થી ઢોસા ક્રિસ્પી નથી બનતા, તો તેમા 10-12 દાણા સુકી મેથી ના નાખવા થી ઢોસા ક્રિસ્પી બને છે.

પીસેલા બેટર મા સ્વાદ અનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરીને તેને પ્રમાણ સર ઢીલું કરી ને તેના ઢોસા ઉતારવા. બેટર બહુ ઘટ્ટ ના રાખવુ નહી તો ઢોસા જાડા બનશે.

*નોંધ — બોઇલ્ડ ચોખા ન હોય તો તેના બદલે તમે જે ચોખા ઘર મા રોજ વાપરતા હોય તે પણ ચાલે.

તો ફ્રેન્ડઝ આશા છે કે હવે તમે પણ ઓરિજનલ સાઉથ ના મસાલા ઢોસા બનાવી ને પરિવાર ને ખવડાવી શકશો. તો ચાલો હુ કરુ બીજી રેસીપી ની તૈયારી અને તમને આ રેસીપી કેવી લાગી એ જરુર જણાવશો.

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version