મસાલા તડકા છાસ – ગરમીમાં રાહત આપતી છાસ રોજ બનાવી પીજો !!!!

મસાલા તડકા છાસ

હેલો મિત્રો ઉનાડા નો તાપ બહુ લાગે છેને. આખો દિવસ એમ જ થાઈ કે ઠંડુ પાણી, કોલ્ડડ્રિંક્સ જેવી ઠંડી ઠંડી વસ્તુઓ જ પીધા કરીએ.. આમાં પણ ઠંડી ઠંડી છાસ માડી જાય મસાલા વાડી તોતો મજા પડી જાય. અને આજે હું લઈ ને આવી છું છાસ ની રેસીપી માં કૈક નવું. અપડે સૌ મસાલા છાસ તો પીએ જ છીયે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે છાસ માં પણ તડકો લગાવી સકાય ? હા લગાવી જ સકાય ને. ઠંડી ઠંડી મસાલા છાસ માં જો તડકો લાગી જાય તોતો એનો સ્વાદ જ અનેરો થાઈ જાય છે. અને છાસ માં અપડે અપિસું ફુદીના નું ફ્લેવર તેથી આ તડકા છાસ ફુદીના છાસ થી પણ લોકો આને ઓડખે છે. ફ્રેશ ફુદીના નો તડકો અને ઠંડી છાસ. સાંભડતા જ મોઢામાં પાણી આવી ગયા ને… તો ચાલો આજે બનાવીએ મસાલા તડકા છાસ.

સામગ્રી:

5-6 પાન લીમડો,

2-3 ચમચી જેટલા ફોદીનો,

2-3 ચમચી જેટલી કોથમરી,

½ ચમચી જીરું,

1 નંગ લીલું મરચું,

1 ચમચી તેલ,

1 ગ્લાસ છાસ.

ગરનીસિંગ માટે..

2-3 પાન લીમડો,

½ ચમચી મરી પાઉડર

1 દાડખી ફોદીનો.

1 નંગ તમાલપત્ર

3-4 નંગ બરફ.

રીત:

સૌપ્રથમ અપડે લઈસુ કોથમરી અને ફોદીનો બને ને ધોઈ અને જીણું સમારી લેવું. ત્યાર બાદ લીલા મરચાં ને પણ ધોઈ અને સમારી લેવું. મરચું ફક્ત તીખાસ માટે લીધું છે. એ ના ઉમેરવું હોય તો તેને અવગણી પણ સકો છો. અને કોથમરી તેમજ ફોડીના ના પ્રમાણ માં ટેસ્ટ પ્રમાણે વધારો ઘટાડો કરી સકો છો. અને જોડે જ લઈસુ લીમડો પણ.

હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરીસું. અને ધીમી આંચ ઉપર જીરું ને સાંતડી લેવું.

હવે અપડે પેન માં ઉમેરીસું સમારેલા કોથમરી, ફોદીનો, લીમડાના પાન અને સમારેલા લીલા મરચાં.

હવે તેને ધીમી આંચ ઉપર સાંતડી લેવા જેથી તેના ફ્લેવર બરાબર મિક્સ થઈ જાય. અને થઈ જ્ઞ બાદ તેને એક બાઉલ માં કાઢી લો.

હવે આપડે લાઈસુ છાસ. અપડે જેટલી પણ તડકા છાસ બનાવવી હોય તેટલી છાસ લેવી.. આ છાસ બનાવવા માટે જો ખાટી છાસ નો ઉપયોગ કરીયે તો વધારે જ ટેસ્ટી બને છે

હવે અપડે જેમાં પણ છાસ સેર્વ કરવી હોય તે બાઉલ માં કે મટકી માં છાસ કાઢી લેવી અને ઉપર છાસ નો મસાલો છાટી દેવો. તેના માટે મે છાસ ના મસાલા ની રેસીપી મે પેહલા જ શેર કરી છે.

હવે અપડે લાઈસુ તમાલપત્ર, લીમડો અને મરીપાઉડર.

હવે અપડે છાસ ને સેર્વ કરીસું તેના માટે તેમાં ઉમેરીસું બરફ મરી પાઉડર અને અપડે તૈયાર કરેલો વઘાર પણ હવે ઠરી ગયો હસે તો અપડે ઉમરીસું. વઘાર માં ઉમેરેલી બધી જ વસ્તુઓ નો ફ્લેવર છાસ માં આવી જસે. તેથી છાસ એકદમ ઠંડી તેમજ ટેસ્ટી બની જસે.

ત્યાર બાદ તેમાં ઉપર થી લીમડો તેમજ ખાસ નો મસાલો ઉમેરી સેર્વ કરો. તો તૈયાર છે ઠંડી ઠંડી મસાલા તડકા છાસ. જે ગરમી માં આપડા બોડી ને ખૂબ જ ઠંડક તેમજ રાહત આપે છે.

નોંધ: છાસ માટે જે ફોદીના નો વઘાર કરીયે તે પૂરે પૂરો ઠરી જાય પછી જ છાસ માં ઉમેરવો. જેથી તેના ફ્લેવર પણ જડવાય રહે અને છાસ ની ઠંડક પણ.ઉનાડા માટે મારુ તો આ ફેવરિટ પીણું છે. તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાઈ કરજો…

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી