મસાલા બ્રેડ : ફટાફટ બની જતી આ વાનગી બાળકોને જરૂર પસંદ આવશે, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે રેસીપી.

બ્રેડ એક એવી વસ્તુ છે જેમાં થી આપણે અલગ અલગ પ્રકાર ની ઘણી બધી રેસીપી બનાવી શકીએ. અને બાળકો ને તો બ્રેડ સૌ થી વધારે પ્રિય હોય છે. મોટા ભાગે આપણે બ્રેડ માં થી સેન્ડવિચ , પકોડા જેવી આઈટમ બનાવતા હોઈએ છે , આજે આપણે બ્રેડ માં થી એકદમ સરળ અને જલ્દી બની જાય તેવી રેસીપી બનાવીશુ તે છે – મસાલા બ્રેડ

તમે જો સેન્ડવિચ કે બીજી જોઈ બ્રેડ ની રેસીપી બનાવતા બ્રેડ બચી હોય તો તેનો ઉપયોગ કરી ને પણ આ રેસીપી બનાવી શકો છો. મોટા ભાગે દરેક મમ્મી ને બાળક સ્કૂલ થી આવે પછી રોજ શું નવું આપવું તે સવાલ હોય છે , તમને પણ આ સવાલ છે તો આ રેસીપી જરૂર થી ટ્રાય કરવી, તે સિવાય સાંજ ની ચા સાથે કે પછી સવાર ના નાસ્તા માં પણ તમે મસાલા બ્રેડ ચોક્કસ થી ખાઈ શકો.

તો ચાલો સામગ્રી અને રીત જોઈ લઈએ.

૪-૫ બ્રેડ સ્લાઈસ (ઘઉં ની હેલ્થી ઓપ્શન માટે )

૨ ચમચી – તેલ

૧ ચમચી – રાય

૧ ચમચી – જીરું

૧ ડુંગળી

૧ ચમચી – હળદર

૧ લીલું મરચું

મીઠું – સ્વાદ પ્રમાણે

સૌ પ્રથમ બ્રેડ ની કિનારી કાઢી લઇ બ્રેડ ના ચોરસ નાના નાના ટુકડા કરી લો , ડુંગળી અને લીલા મરચા ને જીણા જીણા સમારી લો.
હવે એક નોનસ્ટિક પેન લઇ તેમાં તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે તેમાં રાય નાખો, રાય ફૂટે એટલે જીરું નાખો. હવે સમારેલી ડુંગળી નાખો , સમારેલું લીલું મરચું નાખો અને બરાબર સાંતળો ફાસ્ટ ગેસ પર.
હવે તેમાં હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધું મિક્સ કરી ફરી થોડી વાર સાંતળો. હવે તેમાં બ્રેડ ના ટુકડા નાખી ક્રિસ્પી અને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી હલાવી ને મિક્સ કરો.
બસ તો તૈયાર છે તમારી મસાલા બ્રેડ – છે ને બનાવવા માં એકદમ સરળ અને ખૂબ જ ઓછા ટાઈમ માં બની પણ જશે.
આશા છે કે તમને આ રેસીપી પસંદ આવી હશે , આજે જ ટ્રાય કરી તમારો અભિપ્રાય જણાવો. ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.

નોંધ :
તમે ડુંગળી ની સાથે જીણું સમારેલું ગાજર, કેપ્સિકમ , કોબી પણ નાખી શકો. બ્રેડ બને તો ઘઉં ની જ લેવી. બ્રેડ ને ફાસ્ટ ગેસ પર હલાવી ને મિક્સ કરવી જેથી ક્રિસ્પી બને , પણ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું

રસોઈની રાણી : નિરાલી કોરાટ

દરરોજ અવનવી વાનગીઓ શીખવા માટે જોડાયેલા રહો અમારી સાથે, આ વાનગી તમને કેવી લાગી પ્રતિભાવ જરૂર આપજો.