જલ્સા કરોને જેંતીલાલ

મસાલા ભીંડી – બારેમાસ મળતા ભીંડા હવે બનાવો આ નવીન રીતથી, ટેસ્ટી અને યમ્મી…

મિત્રો, કહેવત છે ને “ચોમાસાના ભીંડા” એ મુજબ ચોમાસામાં ભીંડા ખુબ જ સરસ આવે છે. પણ આજકાલ તો બારેમાસ ભીંડા મળે છે. પણ એ ભીંડા કઈ ચોમાસા જેવા થોડા હોય. અત્યારે માર્કેટમાં ખુબજ સરસ તાજા અને અને લીલા ભીંડા અવેલેબલ છે. તો ચાલો આજે હું બતાવું અલગ પ્રકારની મસાલા ભીંડી બનાવવાની રેસિપી.

સામગ્રીઃ

• 200 ગ્રામ ભીંડી

• 1/4 કપ સીંગદાણાનો ભૂકો

• 1 મીડીયમ સાઇઝનું ટામેટું

• 1 ટે -સ્પૂન લાલ મરચું પાવડર (કાશમીરી)

• 1 ટે -સ્પૂન સૂકું કોપરાનું ખમણ

• 1 ટે -સ્પૂન લસણ ની પેસ્ટ

• 1/2 ટે -સ્પૂન ધાણાજીરુ

• 1/2 ટે -સ્પૂન નમક

• 1/2 ટે -સ્પૂન ગરમ મસાલો (ઓપ્સ્નલ)

• 1/2 ટે -સ્પૂન હળદર પાવડર

• 1/2 ટે -સ્પૂન લીંબુ નો રસ

• ચપટી વરિયાળી

• ચપટી હિંગ

• થોડી બારીક સમારેલી કોથમીર

• 5 થી 6 ટે -સ્પૂન તેલ

તૈયારી :

 ભીંડી ને વચ્ચેથી ચીરી એકાદ ઇંચના લાંબા ટુકડામાં કાપી લો.

 સીંગદાણાનો ભૂકો કરી લો.સાવ સ્મૂથ નહિ, પરંતુ કણીદાર ભૂકો કરો.

 લસણ વાટી લો.

 ટામેટું, કોથમીર બારીક કાપી લો.

રીત :


1) આ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ. મસાલો બનાવવા માટે વાસણમાં ક્રશ કરેલા સીંગદાણા, બારીક કાપેલા ટામેટા, નાળિયેરનું ખમણ, લાલ મરચું પાવડર (કાશ્મીરી ), હિંગ, ગરમ મસાલો, હળદર, ધાણાજીરુ, વરિયાળી, વાટેલ લસણ ,તેમજ લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લો.


2) તેમાં ચમચી તેલ નાખી મસાલો તૈયાર કરો. ભીંડાના શાક માટેનો આપણો આ મસાલો તૈયાર છે. હવે આપણે સિઝનીંગ કરી લઈએ.


3) ભીંડીનું મસાલાદાર શાક બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં ચારેક ટે -સ્પૂન તેલ ગરમ કરવા મુકો. કમ્પૅરેટિવલી ભીંડાના શાકમાં થોડું વધારે તેલની જરુર પડે છે.જે શાક ને રીચ ટેસ્ટ આપે છે. તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ તેમાં લસણની બે કળીઓને કાપીને નાંખો.


4) આ લસણના ટુકડાઓ બ્રાઉનીશ થઈ જાય એટલે તેમાં કાપેલ ભીંડો ઉમેરીને હલાવી લો. ભીંડાને હલાવવા માટે ચમચો યુઝ કરી નહી કરીએ. બંને હાથથી કડાઈ પકડીને ઉપર – નીચે કરી હલાવી લો. ત્યારબાદ બે મિનીટ માટે ઢાંકણ ઢાંકી ચડવા દો, સ્ટવની ફ્લેમ મીડીયમ રાખો.


5) હવે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દો. અને મસાલા ને હળવા હાથે ભીંડી સાથે મિક્સ કરો.


6) આ મસાલો એડ કર્યા પછી સાતેક મિનિટ્સ ચડવા દો. સ્ટવની ફ્લેમ જરુર મુજબ વધ ઘટ કરી શકાય. સાતેક મિનિટ્સ પછી સ્ટવની ફ્લેમ ઓફ કરી દો. કોથમીરથી ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો.


આ શાક ભરેલા ભીંડાના ઓપ્શનમાં બનાવી શકાય. ભરેલ ભીંડીની કમ્પૅરમાં ઓછા સમયમાં બનાવી શકાય છે. અને એવું તો સ્વાદિષ્ટ બંને છે કે એક વાર બનાવશો તો સ્વાદ દાઢમાં જ રહી જશે.

તો ચોમાસાની સીઝન છે માર્કેટમાં ભીંડા પણ સરસ મળે છે. તો વાર શી ? આજે જ ટ્રાય કરજો મારું આ મસાલેદાર ભીંડાનું શાક.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


- તમારો જેંતીલાલ

Exit mobile version