રુચીબેન કહે છે કે, આટલું કરશો તો એકદમ કડક અને ક્રિસ્પી બનશે “મસાલા ભાખરી”

મસાલા ભાખરી

ગુજરાતીઓને સવારનો નાસ્તો હોય કે સાંજનું જમવાનું , ભાખરી એક સામાન્ય અને સરળ વિકલ્પ છે . ભાખરી એક પૌષ્ટિક અને તાકાત દેનારી વાનગી છે. આ વાનગી ઓછી સામગ્રીથી તૈયાર થતી હોવાથી બનવામાં પણ સરળ છે ..
પણ સામાન્ય માનવીય સ્વભાવને આધીન, કાયમ એક જ ભાખરી ખાયને કંટાળો આવે છે. ભાખરીમાં નવીનતા અને એ પણ જયારે ખુબ સ્વાદિષ્ટ હોય તો કેહવું જ શું .. મસાલા ભાખરી ચા સાથે કે શાક સાથે પીરસી શકાય .. આ ભાખરીમાં જીણી સમારેલી મેથી કે કોથમીર પણ ઉમેરી શકાય ..

સામગ્રી :

• ૩ વાડકા ઘઉં નો જાડો લોટ,
• મીઠું,
• ૧/૨ ચમચી અજમો,
• ૧/૨ ચમચી હળદર,
• ૧ ચમચી લાલ મરચું,
• ૧/૪ ચમચી હિંગ,
• ૩ મોટા ચમચા તેલ,
• ઘી-ભાખરી પર લગાવા,

રીત :

મોટી થાળીમાં લોટ , તેલ અને મસાલો સરસ રીતે મિક્ષ કરો.

અજમો હથેળી માં થોડો મસળીને ઉમેરો. ૨ ૨ ચમચી પાણી ઉમેરતા જાઓ અને કઠણ લોટ બાંધો.

ભાખરીનો લોટ હમેશા છૂટો અને કઠણ રાખવો .. આમ કરવાથી ભાખરી સરસ બનશે. શક્ય હોય તો પાણીને બદલે દૂધ વાપરવું .

હાથ માં નાના લુવા લઇ , પાટલા પર વણી લો.

ભાખરી બહુ પાતળી કે બહુ જાડી ના વણો, હાથથી કાપાના માર્ક્સ બનાવી લો.

ગરમ તવા/તાવડી પર શેકી લો ..

થઇ જાય એટલે થોડું ઘી લગાવીને ગરમા ગરમ પીરસો.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી