મારુતિ આ તારીખ સુધી આપી રહ્યું છે ખાસ ડિસ્કાઉન્ટ, ખરીદીનો છે પ્લાન તો જલ્દી કરો

મારુતિ ઈન્ડિયા પોતાના ગ્રાહકો માટે અનેક વાર મોટા ડિસ્કાઉન્ટ આપતી રહે છે. આ વખતે પણ તમે કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો તમે મારુતિની કાર પર તમારી પસંદગી ઉતારી શકો છો. કંપની જાન્યુઆરી મહિના માટે ખાસ ડિસ્કાઉન્ટ લાવી છે. નવા વર્ષની શરૂઆતમાં જ કંપનીએ આ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે કંપની પોતાનું સેલ્સ વધારવા માટે ગ્રાહકોને આ ડિસ્કાઉન્ટ આપી રહી છે. એવામાં તમે તેનો લાભ લેવા ઇચ્છઓ છો તો તમારી પાસે જાન્યુઆરી સુધીનો અવસર છે. તો જાણો કંપની કયા મોડલ પર શું ખાસ ડિસ્કાઉન્ટ આપી રહી છે અને તમે કયું મોડલ પસંદ કરો છો.

Maruti Alto

image source

જ્યારથી આ કાર લોન્ચ થઈ છે ત્યારથી તે મારુતિની ખાસ કારમાંની એક બની છે. હાલમાં આ હેચબેક પર 15000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને સાથે 15000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 4000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પમ મળી રહ્યું છે.

Maruti s-Presso

image source

મારુતિ એસ પ્રેસ્સોને તમે 20000 રૂપિયાના કેશ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોસ સાથે મેળવી શકો છો. તેની સાથે જ ગ્રાહકોને 4000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ મળે છે. કંપનીએ તેનું આ ખાસ મોડલ સપ્ટેમ્બર 2019માં લોન્ચ કર્યું હતું.

Maruti Ertiga

image source

મારુતિની આર્ચિગાને કંપનીની સૌથી શાનદાર કારમાંની એક ગણવામાં આવે છે. જાન્યુઆરી મહિનામાં કંપની આ કાર પર 4000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સાથે જણાવી દઈએ કે આ ડિસ્કાઉન્ટ કેટલાક વેરિએન્ટ પર જ મળી રહ્યું છે. આ કાર પર કોઈ કેશ ડિસ્કાઉન્ટ કે એક્સચેન્જ બોનસ પણ ગ્રાહકોને મળી શકશે નહીં.

Maruti Dzire

image source

મારુતીની આ સેડાન કાર પર હાલમાં જાન્યુઆરી મહિના માટે 8000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કેટલાક ખાસ વેરિએન્ટ પર 4000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. આ સિવાય કંપની પર 20000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળી રહ્યું છે.

image soucre

તો હવે જો કાર ખરીદવાનો પ્લાન હોય તો આ તમામા માહિતી વાંચ્યા બાદ તમે કોઈ પણ મારૂતિના શોરૂમ પર પહોંચી જાઓ અને સાથે તમારી કારની બેસ્ટ પ્રાઈઝ મેળવો. આ સાથે જ તમે હાથોહાથ નવી કાર લઈને પરત આવી શકો છો અને તમારું સપનું સાકાર કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ