મારુતિની આ કારમાં મળી રહ્યા છે ખાસ ફીચર્સ અને કિંમત, સેકન્ડ હેન્ડ કાર ખરીદનારા માટે છે બેસ્ટ ઓપ્શન

પેટ્રોલની વધી રહેલી કિંમત સાથે એ લોકોના પગ પણ થંભી ગયા છે જેઓ નવી ગાડી લેવાનો પ્લાન કરી રહ્યા હતા. હવે એ ગ્રાહકો ઇલેક્ટ્રિક ગાડીઓ ખરીદવા માટે વિચારી રહ્યા છે અથવા થોડી રાહ જોઈ પેટ્રોલના ભાવ ઘટે તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે અમુક લોકો જૂની અને સસ્તી કારો શોધી રહ્યા છે જેમાં તેમની સૌથી પહેલી પસંદગી મારુતિ જ રહે છે. ત્યારે જો તમે પણ કોઈ નવી કે સારી જૂની કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોય તો તમારે માટે આજનો આ આર્ટિકલ ઉપયોગી થઈ શકે તેમ છે. કારણ કે આ આર્ટિકલમાં અમે તમારા માટે એક લાજવાબ વિકલ્પ લઈને આવ્યા છીએ.

image soucre

આજના આ આર્ટિકલમાં અમે તમને મારુતિ કંપનીની અલ્ટો કાર પર મળતી એક દમદાર ઓફર વિશે વાત કરીશું. આ ગાડીને ખરીદવા માટે આમ તો તમારે 3 લાખ રૂપિયા જેટલા નાણાં ખર્ચવા પડે છે પરંતુ અમે જે વાત કરીએ છીએ તે મુજબ તમે ફક્ત તેની અડધી કિંમત સુધીમાં મારુતિ અલ્ટો ઘરે લાવી શકો છો.

image soucre

તો ચાલો જાણીએ કે મારુતિ અલ્ટો K10 ને તમે કેટલી કિંમતમાં ખરીદી શકો છો ? અને આ ગાડીમાં કયા કયા ફીચર મળશે તે પણ જાણીએ.

image soucre

ફિચર્સની વાત કરીએ તો આ ગાડીમાં તમને 998 cc નું એન્જીન મળે છે જે 67.05 bhp નો પાવર અને 90 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન એન્જીન છે અને સાથે જ તેમાં પાવર સ્ટિયરિંગ, પાવર વિન્ડો, ABS, વહીલ કવર, ડ્રાઇવર સાઈડ એયર બેગ, અને એર કંડીશનર મળે છે.

image soucre

કંપનીનાં દાવા મુજબ એક લીટર પેટ્રોલમાં આ કાર 23.95 કિલોમીટર પ્રતિ લિટરની એવરેજ આપે છે. પરંતુ જો તમે આ કારને CNG મોડ પર ચલાવશો તો તેમાં તેમને 32.26 કિલોમીટરની એવરેજ મળશે. ગાડી પર મળી રહેલા સ્પેશિયલ ઓફરની વાત કરીએ તો આ ગાડીને ઓનલાઇન વેબસાઈટ CARS24 પર લિસ્ટ કરવામાં આવી છે અને ત્યાં તેની કિંમત 1,58,599 રૂપિયા રાખવામાં આવી છે.

image soucre

સાઇટ પર આપવામાં આવેલી વિગત અનુસાર આ કારનું મોડલ ડિસેમ્બર 2011 નું છે અને કાર ફર્સ્ટ ઓનરશીપ છે. આ કાર અત્યાર સુધીમાં 63,663 કિલોમીટર ચાલી ચુકી છે અને તેનું રજિસ્ટ્રેશન UP 16 RTO ઓફિસનું છે. જો તમે આ ગાડી ખરીદો તો તમને 7 દિવસની મની બેક ગેરંટી આપવામાં આવે છે. એટલે કે જો ગાડી લીધા બાદ તમને ગાડી ઠીક ન લાગે તો 7 દિવસ સુધીમાં તેને પરત આપી તમારા પૈસા પાછા મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong