મોટી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણો કેવી રીતે

મોટી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણો કેવી રીતે

આજના આ સમયમાં લગ્ન કરવા માટે ઉંમરને કોઇ બાધ નડતો હોતો નથી. છોકરા-છોકરીઓ આજે એકબીજાને જાતે જ પસંદ કરવા લાગ્યા છે અને તેઓ પોતાની લાઇફ એકલા જીવવા ઇચ્છતા હોય છે. આજની મોટાભાગની જનરેશન એવુ ઇચ્છે છે કે, તેઓ જોઇન્ટ ફેમિલીમાં ના રહે અને પોતાની લાઇફને એકલા એન્જોય કરે. આમ, જો પહેલા કરતા હાલના સમયની વાત કરીએ તો તમને ખ્યાલ હશે કે, આજના આ બદલાતા સમયમાં અનેક કપલ એવા છે જેમાં છોકરા કરતા છોકરી ઉંમરમાં મોટી હોય. જ્યારે પહેલાના સમયમાં આ બાબત બહુ જ નહિંવત જોવા મળતી હતી. એક અહેવાલ અનુસાર જો છોકરા કરતા છોકરી ઉંમરમાં મોટી હોય તો લગ્ન કર્યા પછી અનેક પ્રકારના ફાયદા થાય છે. જો કે આ વાત જાણીને તમે પણ બે મિનિટ માટે વિચારમાં પડી ગયા હશો પણ ઘણા ખરા અંશે આ વાત એકદમ સાચી પણ ઠરે છે. તો આજે જાણી લો તમે પણ છોકરા કરતા ઉંમરમાં મોટી છોકરી સાથે લગ્ન કરવાથી શું થાય છે ફાયદાઓ…

એક જવાબદાર પાર્ટનર પોતાનાથી મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે અનેક રીતે મેચ્યોર હોય છે જે કારણોસર છોકરાઓને અનેક પ્રકારની જવાબદારીઓમાંથી મુક્તિ મળી જાય છે. આ સાથે ચિંતાનું પ્રમાણ પણ ઓછુ થઇ જાય છે. આમ, જો તમે તમારાથી ઉંમરમાં કોઇ મોટી છોકરીને પ્રેમ કરો છો તો તમારે કંઇ પણ વિચાર્યા વગર તેની સાથે લગ્ન કરી લેવા જોઇએ અને એક મસ્ત લાઇફ જીવવી જોઇએ.

ફાઇનાન્શિયલ સ્ટ્રોગ
ઉંમરમાં મોટી હોવાને કારણે છોકરીએ પોતાની કેરિયર બનાવી દીધી હોય છે અને તેની સેલરી પણ શરૂ થઇ ગઇ હોય છે. જો કે આજના આ સમયમાં આ બાબત ખૂબ જ મહત્વની છે. જો તમે ફાઇનાન્શિયલ રીતે સ્ટ્રોગ નથી તો સમાજ તમને ક્યાંય પછાડી મુકે છે અને તમે તમારી લાઇફમાં બીજા બધા કરતા ઘણા પાછા પણ પડી જાઓ છો. આમ, જો તમે અને તમારી વાઇફ એમ બંન્નેના પગાર આવતા હોય તો તમારા એકલાના માથે જવાબદારીઓ ખૂબ જ ઘટી જાય છે. છોકરી કમાતી હોય તો તે ઘરનો ખર્ચો તેમજ પોતાનો ખર્ચો હંમેશા જાતે ઉઠાવતી હોય છે. જો તમે આજકાલ ફાઇનાન્શિયલ રીતે સ્ટ્રોગ નથી તો તમારે પોતાની લાઇફ સારી જીવવા માટે અનેક ઘણા વિચારો તેમજ અનેક ઘણી પરિસ્થિતિનો સામનો પણ કરવો પડે છે.

સંબંધો પ્રત્યે ઇમાનદારી મોટી ઉંમરની છોકરી તેના જીવનસાથી અને પરિવારના લોકો સાથે હંમેશા ઇમાનદારી નિભાવે છે. એક રિસર્ચ તો એવુ કહે છે કે, જો કોઇ પણ છોકરો તેનાથી મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરે છે તો તેનો સૌથી મોટો ફાયદો એ છે કે, મોટી ઉંમરની છોકરીઓ જ્યારે એક વખત લગ્નના બંધનમાં બંધાઇ જાય છે પછી ક્યારે પણ તેના પતિનો સાથ છોડતી નથી ભલે પછી પરિસ્થિતિ ગમે તે હોય. જો કે આ પાછળનુ એક કારણ એ પણ છે કે, ઉંમરમાં છોકરી મોટી હોવાથી જો એ પરિવાર સાથે હળીમળીને રહેતી નથી તો તેને મનમાં ડર લાગે છે કે, ક્યાંક ઘરમાં તેને કોઇ મેણા-ટોણા ના મારે અને લાઇફમાં કોઇ નવા પ્રોબ્લેમ ના આવે.

સ્વતંત્ર અને આત્મનિંર્ભર છોકરો જો તેનાથી મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરે છે તો એક વાત એ સત્ય છે કે, તેઓ ઉંમરમા મોટી હોવાને કારણે સ્વતંત્ર તેમજ આત્મનિર્ભર હોવાથી તે તેના કામ માટે કોઇના પર નિર્ભર નથી રહેતી અને પોતાનો ભાર બીજાને આપવા ઇચ્છતી નથી. આ માટે જો તમે કોઇ મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરો છો તો તમારે કોઇ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી