મોટી દુર્ઘટના: લગ્ન સમારંભામાં ખાવાનું ખાતા પહેલા વાંચી લો ‘આ’, 100થી વધુ લોકો સાથે થયુ એવું કે…

હાલ દેશભરમાં લગ્નસરા ચાલી રહી છે. લગ્નના બંધનમાં બંધાઈ યુગલો તો હરખ અનુભવે છે પરંતુ ક્યારેક લગ્ન પ્રસંગમાં એવી ઘટના બની જાય છે જે લગ્નને દુર્ઘટના તરીકે યાદ અપાવે છે. ક્યારેક લગ્ન વિધિ દરમિયાન કંઈ અજુગતું થાય છે તો ક્યારેક અન્ય કાર્યક્રમમાં લોકોના અતિઉત્સાહના કારણે સમસ્યા સર્જાય છે. જ્યારે ક્યારેક ખોરાકમાં ગડગડ થવાથી મોટી સમસ્યા સર્જાય છે. આવું જ કંઈક થયું છે ઓડિશામાં.

image source

ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાં એક લગ્ન સમારોહમાં યોજાયેલા ભોજન સમારંભમાં જમ્યા બાદ આશરે 100 લોકો બીમાર પડ્યા હતા. પોલીસે પણ આ ઘટનાની નોંધ લીધી અને તપાસ શરુ કરી છે. આ માહિતી પણ પોલીસ દ્વારા આપવામાં આવી હતી. જાણવા મળતી વિગતો અનુસાર શનિવારે રાત્રે યોજાયેલા લગ્ન સમારોહમાં મટિયા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ લોકોએ રવિવારે વહેલી સવારથી ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા.

image soucre

તેમણે કહ્યું હતું કે આ મામલો ફૂડ પોઈઝનિંગનો છે. આ અસર તમામ લોકોને લગ્નના જમણવારમાં જમ્યા બાદ થઈ હતી. લગ્નમાં હાજરી આપનાર લગભગ 100 લોકોને એક સમાન લક્ષણો અને સ્વાસ્થ્ય ફરિયાદ જણાઈ હતી. આ 100 લોકોમાંથી ઓછામાં ઓછા 12 લોકોની વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. કારણ કે તેમની સ્થિતિ થોડી વધારે ગંભીર જણાતી હતી. આ અંગે વધુમાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે તમામ લોકો હવે જોખમથી બહાર છે અને તેમના સ્વાસ્થ્યની સતત ચકાસણી કરવામાં આવી રહી છે. જો કે સમયસર સારવાર મળવાથી કોઈની હાલત ગંભીર થઈ ન હતી.

image soucre

ઉલ્લેખનીય છે કે આ પહેલો એવો કેસ નથી કે જ્યાં લોકોને લગ્ન સમારોહમાં અથવા કોઈ સરકારી કાર્યક્રમમાં ભોજન લીધા બાદ ખોરાકની ઝેરી અસર થઈ હોવાથી તે બીમાર પડ્યા હોય. પરંતુ કોરોનાકાળમાં 100 લોકોને બીમારી થતાં દોડધામ વધી હતી. આ પહેલા ગત 3 ફેબ્રુઆરીના રોજ આસામના એંગલોંગ જિલ્લામાં સરકારી કાર્યક્રમમાં બિરયાની ખાધા બાદ લગભગ 145 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મુખ્યમંત્રી સર્વાનંદે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કેસમાં વહીવટીતંત્રે તપાસના આદેશ પણ આપ્યા હતા.

આ સિવાય ગત 3 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પણ શંકાસ્પદ ફૂડ પોઇઝનિંગનો કેસ નોંધાયો હતો. જેના કારણે 11 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. કિરાટ ગામમાં લગ્નમાં જમ્યા બાદ 5થી 12 વર્ષની વયના તમામ બાળકોને ઉલટી થવાની ફરિયાદ થઈ હતી અને તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ