હાલમાં દેશના દરેક સમાજની સ્થિતિ જોતા પહેલાના સમય કરતા ઘણી સારી જોવા મળે છે એવું એટલા માટે કેમ કે, હવે દેશમાં દહેજ વિરોધી કાયદાઓ બનાવી દેવામાં આવ્યા છે અને તેનો સખ્ત અમલ પણ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં પણ આજે દેશમાં એવા ઘણા બધા વ્યક્તિઓ છે જેઓ મહિલાઓ પર અત્યાચાર કરતા જોવા મળે છે. જયારે મહિલાના લગ્ન થઈ જાય છે ત્યાર બાદ સાસરી પક્ષના સભ્યો તરફથી મહિલાને શારીરિક અને માનસિક અત્યાચાર (Physical and Mental Harrasment) કરવામાં આવે છે.

ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં એક મહિલાએ લવ વિથ અરેંજ મેરેજ (Love With Arrange Marriage) કર્યા છે. આ યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશન (Mahila Police Station) માં પોતાના સાસરી પક્ષના સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે. આ ફરિયાદમાં યુવતીએ પોતાની આપવીતી જણાવી હતી જે જાણીને કોઈપણ વ્યક્તિ ધ્રુજી જાય. આ યુવતી દ્વારા કરવામાં આવેલ ફરિયાદ મુજબ લગ્ન થઈ ગયાની પહેલી રાતે જ યુવતીને કડવો અનુભવ થયો હતો.

રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં બીએસસી નર્સિંગનો અભ્યાસ કરેલ એક પરિણીતા દ્વારા પોતાના જ સાસુ, જેઠાણી અને મામા સસરાની વિરુદ્ધ આઈપીસીની ધારા ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ અને દહેજ પ્રતિબંધક ધારા ૩ અને ૪ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવે છે. ફરિયાદ નોંધી લીધા પછી પોલીસ દ્વારા આખી ઘટનામાં સામેલ ગુનેગારોની શોધખોળ શરુ કરી દેવામાં આવી છે.
વર- વધુ અને માતાને રસ્તા પર જ ઉતારી દીધા હતા.

મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમયે હીનાબેન અંકિતભાઈ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તા. ૨૩ નવેમ્બર, ૨૦૧૯ના રોજ મારા લગ્ન કેશોદમાં રહેતા શાંતાબેન ડાયાલાલ જોશીના પુત્ર અંકિત સાથે કરવામાં આવ્યા હતા. હું અને અંકિત બંને એકબીજાના પ્રેમમાં હતા જેના લીધે અમારા લગ્ન લવ વિથ એરેન્જ મેરેજ કરાવવામાં આવ્યા હતા. અમારા લગ્ન રાતના સમયે આયોજિત કરવામાં આવ્યા હોવાના લીધે મારી વિદાઈ પણ રાતના સમયે જ કરવામાં આવી હતી. ઘરેથી વિદાઈ આપી દીધા પછી હું જયારે સાસરે જઈ રહી હતી ત્યારે તે કાર મારા જેઠ એટલે કે, મારા પતિના મોટાભાઈ ભાગ્યેશભાઈ ગાડી ચલાવી રહ્યા હતા. ત્યાર બાદ ગાડીમાં સવાર સાસુમાં અને તેમના જેઠ બંને એકબીજાની સાથે ઝઘડો કરવા લાગે છે અને આ ઝઘડા દરમિયાન મારા જેઠ ભાગ્યેશભાઈ કારને ફૂલ સ્પીડમાં ચલાવવા લાગે છે. કારની ફૂલસ્પીડ વિષે સૌથી પહેલા મેં મારા પતિને જણાવ્યું કે, તેઓ મોટાભાઈને કહે કે, ગાડીને ધીમી ચલાવે. ત્યારે મારા પતિ દ્વારા મને કહેવામાં આવ્યું હતું કે, હું મારા મોટાભાઈને કઈ કહી શકું એમ નથી. તારે જો કઈ કહેવું હોય તો તેમને તુ જ કહી દે. ત્યાર બાદ આ વાત મેં મારા સાસુને કારને ધીમી ચલાવવા માટે જેઠને જણાવવાનું કહ્યું ત્યાર બાદ મારા સાસુએ મારા જેઠ ભાગ્યેશભાઈને કારને ધીમી કરવા માટે કહ્યું તો મારા જેઠ ગુસ્સે થઈ ગયા હતા ત્યાર બાદ મારા જેઠે મને, મારા પતિ અને મારા સાસુને ગોંડલ બાયપાસ રોડની નજીક ઉતારી દીધા હતા. ત્યાર પછી પાછળ આવતી જાનૈયાની બસમાં અમે બધા કેશોદ પહોચી ગયા હતા.’
લગ્નની પહેલી રાતે જ થઈ ગયો ખરાબ અનુભવ.
‘આવી રીતે લગ્ન કર્યાની પહેલી રાતે જ મને મારા સાસરી પક્ષના સભ્યોનો ખરાબ અનુભવ થઈ ગયો હતો. ત્યાર બાદ બીજા દિવસથી જ ઘરનું તમામ કામ મારા સાસુ દ્વારા મને સોંપી દેવામાં આવ્યું હતું. મને ઘરમાં કેવા રીત- રીવાજો ચાલી રહ્યા છે તેના વિષે જાણકારી હતી નહી એના લીધે જયારે કોઈ વસ્તુ બાબતે સાસુને પૂછતી ત્યારે મને વ્યવસ્થિત જવાબ આપવાને બદલે ટોણા મારવામાં આવતા હતા કે, તારા મમ્મીએ તને કઈ શીખવાડ્યું છે કે નહી. એટલું જ નહી મને ઘણીવાર અપશબ્દો કહીને હેરાન પણ કરતા હતા.’
‘જેઠ દારૂ પીને ઘરે આવતા હતા.’

‘અંદાજીત લગ્નના ૧૧ દિવસ પછી મારા પતિએ મને કહ્યું હતું કે, સવારના ૪:૩૦ વાગે ઉઠી જઈને તારે આપણા બંનેના ટીફીનની સાથે જ મારા મમ્મીનું જમવાનું પણ બનાવી દેવાનું. અમે બંને પતિ- પત્ની કેશોદથી જુનાગઢ અપડાઉન કરતા હોવાથી કેટલીક વાર સવારના સમયે ઉઠવામાં મોડું થઈ જવાના લીધે હું જમવાનું બનાવી શકતી નહી. ત્યાર બાદ જયારે સાંજે ઘરે આવતા તો મારા સાસુ મારી સાથે ઝઘડો કરતા કહેતા કે, તારાથી મારી બે રોટલી પણ નથી બનાવાતી? ઉપરાંત મને મારા પતિની સાથે ક્યાંય બહાર પણ જવા દેતા નહી, ને જયારે રાતે સુઈ ગયા હોઈએ ત્યારે દરવાજો ખખડાવીને ઉઠાડી દેતા અને ઘરનું કામ કરવાનું કહેતા રહેતા હતા. મારા જેઠ અને જેઠાણી અમારી સાથે નહી રહેતા જુદા રહે છે તેમ છતાં પણ સવાર અને સાંજે અમારા ઘરે આવીને જ મારા સાસુને મારી વિરુદ્ધ ઉશ્કેરણી કરતા રહેતા હતા અને મારા જેઠ અમારા ઘરે દારૂ પીને આવતા અને મને ધમકી આપતા હતા કે, ‘તુ આડીઅવળી થતી નહી, મારે ભરવાડ આહિરનું ગ્રુપ છે.’ એવી ધમકી આપતા હતા.’
શારીરિક ત્રાસ પણ આપ્યો છે.
‘હું જ્યાં સુધી મારા સાસરી પક્ષના સભ્યો સાથે રહી ત્યાં સુધી મને મારા પતિ, મારા સાસુ, મારા જેઠાણી, મારા જેઠ અને મામાજી સસરાએ મને ઘણીવાર શારીરિક અને માનસિક ત્રાસ પણ આપ્યો છે. મારી સાથે ઘણીવાર મારપીટ પણ કરવામાં આવતી, ઉપરાંત આયે દિવસ મને કરિયાવર વિષે પણ ઘણીવાર ટોણા મારતા રહે છે.
સસરા પણ અલગ રહે છે.

હિનાબેન જોશીએ પોતાની ફરિયાદમાં વધુ જણાવતા કહ્યું હતું કે, ‘મારા સાસુ શાંતાબેનને બે દીકરાઓ છે. આ બે ભાઈઓ માંથી એક ભાઈ પોતાના નામની પાછળ માતાનું નામ લગાવે છે જયારે એક ભાઈ પોતાના નામની પાછળ પિતાનું લગાવે છે. મારા પતિ અંકિત પોતાના નામની પાછળ પોતાના પિતાનું નામ અને સરનેમ લગાવવાને બદલે પોતાની માતા શાંતાબેન અને મોસાળ પક્ષની સરનેમ લગાવે છે. જયારે અંકિતના મોટાભાઈ ભાગ્યેશભાઈ પોતાના નામની પાછળ પિતાનું નામ રાજેશ અને સરનેમ વ્યાસ લગાવે છે. હિના દ્વારા કરવામાં આવેલ આક્ષેપ પ્રમાણે હિના બેનના સસરાએ પણ બીજા લગ્ન કર્યા છે. એટલા માટે તેઓ જુદા રહે છે. હિનાબેનના સાસુ શાંતાબેન પણ પોતાના પતિનું નામ લગાવવાને બદલે પોતાના પિતા ડાયાલાલ અને પિયરનું સરનેમ જોશી લગાવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ