“મારો વીરો આવશે” , બહેન જોતી રહી રાહ અને આવ્યો “શહીદ વીર બનીને” !! સત્ય ઘટના – જવાનને સો સો વંદન

નક્સલી હુમલામાં શહીદ થયેલા સબ ઈન્સપેક્ટર જુગલ કિશોર વર્માનો પાર્થિવ દેહ રક્ષાબંધનના દિવસે જ ગામડે પહોંચ્યો હતો. જુગલે બહેનને વાયદો કર્યો હતો કે તે રક્ષાબંધનના ઘરે ચોકક્સ તેની પાસે રાખડી બંધાવવા આવશે. બહેન તેના ભાઈની રાહ જોઈ રહી હતી ત્યારે જ શહીદ ભાઈનો મૃતદેહ ઘરે પહોંચ્યો હતો. શહીદની માતા-બહેન અને પત્નીને રોતા જોઈને આખું ગામ રડવા લાગ્યું હતું.

ગામમાં કોઈએ ન ઉજવી રક્ષાબંધન

– ગામમાં શહીદ જવાનનો મૃતદેહ આવ્યા પછી દરેક ઘરમાં ઉદાસી છવાયેલી હતી. ગામની દરેક બહેને તે વીર શહીદને આંસુઓ સાથે વિદાય આપી હતી.

– શહીદના તેમના ગૃહ ગામ કનકીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહીદના પાંચ વર્ષના દીકરાએ શહીદ પિતાને મુખાગ્નિ આપી હતી.

– આ દરમિયાન છગ વિધાનસભા અધિયક્ષ ગૌરી શંકર અગ્રવાલ, ક્ષેત્રીય ધારાસભ્ય દેવજીભાઈ પટેલ, ભાંટાપારા ધારાસભ્ય શિવરત્ન શર્મા, આઈજી રાયપુર પ્રદીપ ગુપ્ચા, કલેક્ટર રાયપુર ઓપી ચૌધરી અગ્નિ સંસ્કારમાં હાજર રહ્યા હતા.

– પલારીના મુખ્ય ચાર રસ્તા પર સ્મારક સ્વરૂપે શહીદની મૂર્તિ સ્થાપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
આવી રીતે થયું હતું નક્સલીઓ સાથે એન્કાઉન્ટર

– આ ઘટના રવિવારે બપોરે અંદાજે 1.30 વાગ્યાની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાવેના જંગલોમાં નક્સલી કેમ્પની માહિતી મળતા જિલ્લા પોલીસની ઈ-30 ટીમ સર્ચિંગ પર નીકળી હતી.

– બાલઘાટ જિલ્લાના સીમા પર ભાવે જંગલમાં એન્કાઉન્ટર દરમિયાન ટીમને કમાન્ડ આપી રહેલા એસઆઈ જુલ કિશોર વર્માને ગોળી વાગી હતી અને તેઓ શહીદ થઈ ગયા હતા.

– જંગલમાં વરસાદ હોવાના કારણે પોલીસને જવાન શહીદનો મૃતદેહ લઈને આવતા મોડી સાંજ થઈ ગઈ હતી.
શહીદનો સમગ્ર પરિવાર પોલીસમાં સેવા આપે છે

– શહીદ યુગલ શર્મા ત્રણ ભાઈ-બહેનમાં સૌથી નાનો છે. તે સબ ઈન્સપેક્ટરના પદ પર કિરંદુલ, દંતેવાડા અને ત્યારપછી રાજનાંદગામમાં પદ પર હતો.

– તેમના મોટા બાઈ સબ ઈન્સપેક્ટર તરીકે બીજાપુરમાં કામ કરે છે. બહેન ફિંગેશ્વરરી એએસઆઈ જીઆરપી રાયપુરમાં છે જ્યારે જમાઈ પણ પોલીસ વિભાગમાં જ છે.

– સમગ્ર પરિવાર દેશ સેવાના ભાવથી ઓતપ્રોત છે. શહીદ તેમના 5 વર્ષના દીકરા આદિ અને પત્ની માધુરી સાથે પોલીસ ક્વાર્ટરમાં રહેતા હતા.


– શહીદ બિલાસપુર 2008ની બેન્ચના અધિકારી હતા.

સૌજન્ય સાભાર : દિવ્ય ભાસ્કર

સાહેબ, આવા વિરલા ઓ ને કારણે જ આજે કરોડો બહેનો તેના ભાઈ ઓ ને સહી સલામત રાખડી બાંધી શકે છે, ચાલો આપણે સૌ કોમેન્ટ માં “વંદે માતરમ” લખી ! આ શહીદ વીરને શ્રદ્ધાંજલિ આપીએ…

ટીપ્પણી