જલ્સા કરોને જેંતીલાલ

મારી જિંદગી મારા માટે – પ્રેમલગ્નની શરૂઆત તો બહુ જ સુંદર હતી પણ જીવનના આ પડાવ પર તેની સાથે આવું…

રેખા ને વિજય ના લગ્ન લવ મેરેજ ,ઘરેથી ભાગી લગ્ન કર્યા, બંનેના ઘર આમને સામને એટલે માતા પિતા ને પણ ખુબ દુઃખ થયું ,થોડા દિવસ મા બધુ બરાબર થવા માંડ્યું ,રેખા ના ઘરે બધા ને આ સંબધ મંજુર નહિ, એટલે એમણે રેખાને બોલવાનું બંધ કર્યું , વિજય બ્રહ્મણ એટલે ક્રિયા કરમ કરવા જાય ,અને ઘરનું ભરણ પોષણ થાય

થોડા દિવસ બધું બરાબર ચાલ્યું સમય વીતતો ગયો બે વર્ષ થઇ ગયા આ બધા સમય મા રેખા, અને વિજય ખુબ ખુશ રેહતા જાણે દુનિયા મળી ગઈ હોય તેવો ભાવ પેદા થતો,ને રેખા પ્રેગ્નેટ થઇ ને એને બે વર્ષ મા સુંદર બે જુડવા બેબી ને જન્મ આપ્યો ઘરમાં બધા ખુશ વિજય ના ઘરના તો એમાંય રેખા થી ખુશજ હતા રેખા હતીજ એવી સુંદર દેખાવડી ને શાંત સરળ

રેખા ના ઘરે જ એને કોઈએ અપનાવી નહિ કારણ એમને દુઃખ થતું હતું કે અમારી સારી સુંદર અને સમજદાર દીકરી એક 12 ભણેલા ને ક્રિયાકર્મ કરી ઘર ચલાવતા બ્રાહ્મણ સાથે ગઈ એટલે દીકરીની ચિંતા તો થાય એ સ્વાભાવિક હતું ,હવે વિજય ધીરે ધીરે ઘરની બહાર વધારે રેહવા લાગ્યો,રેખા બે દીકરી ઓ ને મોટી કરવા મા ટાઈમ ક્યાં ગયો એ ખબર જ ના પડી દીકરીઓ 3 વર્ષ ની થઇ રેખાના સાસુ ખુશ રેખા ફરી પ્રેગ્નેટ થઇ આ વખતે એને બાબો આવ્યો રેખાના ઘરના પણ ખુશ થયા ને 8 વર્ષ પછી પોતાના ઘરની સામેજ રેહતી દીકરીને બોલાવી ને બધું બરાબર ચાલતું હતું ,પણ …

વિજય હવે ધીરે ધીરે બગડવા માંડયો ક્રિયા કર્મ કરી આવે પણ એ બધા પૈસા નો દારૂ પીવા લાગ્યો, હવે ઘરની સ્થિતિ ધીરે ધીરે બગડવા, માંડી પણ રેખાએ સાસુ અને સસરા ની સામે જોઈ બાળકોને પોતાની રીતે ઉછેર કરવા માંડી, એના સસરા ક્રિયા કર્મ કરવા જાય એટલે જે મળે તેમાં ઘરનું પૂરું થાય, હવે બાળકોને ભણવાનો ખર્ચો રેખા ના ભાઈ એ ઉઠાવ્યો પણ વિજયને કોઈ ફર્ક પડતો નહિ રોજ રોજ ઘરમાં ઝગડા થવા લાગ્યા પણ બાળકો નાના એટલે રેખા બધું સહન કરવા લાગી ,ઘરની સામેજ રેખાના માં બાપ દીકરીનું આવું દુઃખ જોઈ ના શકે પણ કરે શું??

એમ ને એમ દિવસો પસાર થયા બાળકો મોટા થયા પણ વિજય મા કોઈ ફર્ક ના આવ્યો પણ રેખા કંઇજ ના બોલતી પણ હવે એના મૌને હદ વટાવી ને એને કહી દીધું કે હવે હું તમારી સાથે ના રહી શકુ દરરોજદારૂ પી આવવું ઘરમાં ધમાલ કરવી આ બધું હવે મને નહિ ફાવે ને વિજય બોલ્યો તો ક્યાં જઈશ!!!

તારા માં બાપ તો બોલાવતા નથી પણ રેખા એક દિવસ હિમ્મત કરી પોતાના માં બાપ ના ઘરે ગઈ ને દીકરીને જોઈ માં ખુબ રડી આજે 20 વર્ષે દીકરી ઘરે આવી દુઃખમાં છે તો માં બાપ ની ફરજ માં આવે છે કે એને આશરો આપવોને રેખા પોતાના માં બાપ ને ત્યાં રેહવા લાગી બાળકો પોતાના પપ્પા પાસે રહે ને પપ્પા ને ઓળખે તો ખબર પડે કે માં કેટલું સહન કરતી હતી આજે બાળકો એ અનુભવ્યું કે પપ્પા ની ખરાબ આદતો ને લીધે માં ઘર છોડી જતી રહી,

હવે રેખાના બાળકો પણ નાના નાની ને ઘરે જવા લાગ્યા હવે છોકરાવો બહુ મોટા થયા હતા એટલે બધું સમજે એટલે એક દિવસ રેખાએ પોતાની 17 વર્ષ ને 15 વર્ષ ના બે બાળકોને બોલાવી કહ્યું જો બેટા તમે હવે મોટા થયા છો, તમે બધું સમજો છો તમે નાના હતા ત્યારે મેં તમને ના છોડ્યા ને તમારા ભવિષ્ય માટે મેં બધું સહન કર્યું પણ હવે તમે મોટા થયા તમે ભણી ગણી બહાર નીકળી જશો પણ મારે આ તારા પપ્પા સાથે આખી જિંદગી દુઃખમાં કાઢવી પડશે,

એટલે હું હવે તારા પપ્પા પાસેથી હું ડાયવોર્સ લવ છું મને તમારા સપોટ ની જરૂર છે તમે મારા બાળકો છો ને મારાજ રહેશો હું તમારી સાથેજ છું પણ મને હવે આ મારી પાછલી જિંદગી સારી જાય માટે મારે આ નિર્ણય લેવો છે તેમાં મને તમારો સાથ જોઈએ છે ને રેખા એ પોતાની મમતા ઉપર પથ્થર મૂકીને છુટા છેડા લીધા ને માં બાપ ને ઘરે રેહવા લાગી બાળકો વિજય પાસે વિજય ને અંદાજ નહોતો કે રેખા આવું કરશે પણ એવું થયું ને 45 વર્ષ ની રેખા 3 છોકરા ઓ ની મા એ બાળકો મોટા થતાજ પોતાની પાછલી જિંદગી દુઃખમાં વિજય નો માર ને ગુલામી ના વેઠવી પડે ને બાળકો ઉપર આશ્રિત ના રેહવું પડે એટલે મક્કમ મન કરી છુટાછેડા લીધા..

હવે વિજય ને બાળકોનું ધ્યાન રાખવાની જરૂર ન હતી બાળકો જાતેજ પિતાનું ધ્યાન રાખે તેવા હતા એક સ્ત્રી સ્ત્રી ની વેદના સમજે આમ રેખાની 20 વર્ષ ની દીકરી એવમાં ને કહ્યું કે તું અમારી ચિંતા ના કર તું તારી બાકીની જિંદગી શાંતિ થી જીવ ને રેખા પોતાના માં બાપ ને ઘરે રેહવા લાગી હવે એને રોજના ઝગડા માંથી મુક્તિ મળી હવે રેખાના પપ્પા ને રેખાની ચિંતા થવા લાગી કે અમે નહિ હોઈએ તો આનું કોણ?

અને એના પપ્પા ચિંતા મા રેહવા લાગ્યા,હવે રેખા ને માં બાપ ને ઘરે 1 વર્ષ થયું એ દરમિયાન રેખાના ઘરે રેખા ના માસી આવ્યા એમણે રેખાને ફરી લગ્ન કરી લેવાની વાત કરી એમના ધ્યાન માં એમનીજ નાત ના એકભાઈ હતા જે ર3ખા જેટલીજ ઉંમરના હતાએમને બાળકો ન હતા ને એમની પત્ની કેન્સર માં મૃત્યુ પામ્યા હતા, એ વાત રેખાના માસી એ કરી ને રેખા ના પપ્પા એ ભાઈને ઘરે જય આવ્યા એમને બધી વાત કરી ને રેખા અને રવિ નું લગ્ન થયું રેખાએ

પોતાના જીવનનો નવો અધ્યાય શરુ કર્યો રેખા એટલી ડાહી દેખાવડી સરળ એટલે કોઈને પણ ગમી જાય ને રવિ ને ગમી ગઈ એને એના ત્રણ બાળકો સાથે સ્વીકારી પણ બાળકો તો હવે મોટા ને સમજણાં હતા એટલે રેખા સાથે ના ગયા એ એમના જુના ઘરે વિજય સાથે જ રહ્યા આજે રેખા ને રવિ ખુબ સારી રીતે રાખે છે રવિ ને કોઈ વ્યસન નથી ઘરમાં કોઈ ખોટ નથી પૈસો ગાડી બંગલો બધુજ છે કોઈ ખોટ નથી પ્રેમાળ પતિ મળ્યો રેખા બધું જૂનું દુઃખ ભૂલી ગઈ ને એક નવી જિંદગી ફરી જીવવા લાગી….

હવે રેખાની પાછલી જિંદગી શાંતિ થી જશે….પણ બધા ના નસીબ રેખા જેવા નથી હોતા ને રેખા જેવી હિમ્મત પણ નથી હોતી કે પોતાના બાળકો ને મૂકીને માં બીજે લગ્ન કરે, પણ રેખાએ કહ્યું કે મારી જિંદગી છે નિર્ણય પણ મારો છે હવે મારે ફરી જિંદગી ના સારા દિવસો જીવવા છે ને રેખા પિતાની નવી દુનિયામાં ખુશ છે રવિ સાથે…..

દુનિયામાં ઘણી બધી સ્ત્રીઓ છે જે પોતાના બાળકો ને સમાજ ને દુનિયા શું કહે એની બીકે, આખી જિંદગી દુઃખ વેઠી કાઢી નાખે છે કારણ એમને રેખાની જેમ માં બાપ નો પણ સાથ મળતો નથી હજી પણ ઘણા માં બાપ દીકરીને દુઃખ પડે તોય સાસરીમાં સારી એવું વિચારનારા છે, 45 વર્ષે રેખા ને ફરી પરણાવા નો નિર્ણય એના માં બાપે લીધો એ પણ એક સમજદારી કેહવાય રેખાએ હિમંત કરી બાળકોને મૂકી ને નીકળી જવાની એ પણ એક સમજ દારી કેહવાય મારી “જિંદગી મારી પોતાની છે ,બસ આટલુજ યાદ રાખો “એને કેવી રીતે જીવવી એ તમારા હાથ માં છે……

****સત્ય ઘટના છે પાત્રો ના નામ બદલ્યા.

લેખક : નયના નરેશ પટેલ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version