મારી અનુપમા.. – ઘર સાચવતી અને નોકરી કરતી વહુની એક અનોખી વાર્તા…

વિશાલ અને અનુપમા એ લવ વિથ અરેન્જ મેરેજ કર્યા હતા..બન્ને ઘર માં પોત પોતાના મમ્મી, પપ્પા ના હા બાદ જ આ લગ્ન થયા હતા…અને વાત આગળ વધી હતી… અનુપમા આ જમાના ની છોકરી હતી… સ્વભાવે એક દમ નિખાલસ, સાચા ને સાચું જ કહી દેનાર વ્યક્તિત્વ ધરાવનાર હતી… આ જમાના પ્રમાણે ન મોજ અને શોખ કરવામાં પણ એક્કો, લાલી, લિપસ્ટિક, જિન્સ, વેસ્ટર્ન કપડાં પહેરવાં માં પણ માહિર….. જે વિશાલ ની મમ્મી ને બિલકુલ ગમતું નહિ… અનુપમા વિશાલ નું ઘર સાચવવાની સાથે સાથે ઘર ની બહાર જોબ પણ કરતી…

image source

આશા બેન, વિશાલ ની મમ્મી ને તે પણ જરાં ગમતું નહિ, જયારે હોય તયારે, ગમે તે વ્યક્તિ ની સમક્ષ અનુપમા ને ખરું ખોટું સંભળાવી દેતા…”આ જીન્સ પેન્ટ પહેરવા વાળી અમારી શુ સેવા કરવાની??? કઈ પણ ભવિષ્ય માં થશે તો અમારી રિંકુ, જ અમારી સેવા કરશે હુંહહ “”કહી ને બિચારી અનુપમા ને સંભળાવી દેતા… પરંતુ કયારેય અનુપમા તેમની વાત નું ખોટું લગાડતી નહીં.., પોતાને ખબર હતી એ ભલે જીન્સ, પેન્ટ પેહરી ને ઘર ની સાથે સાથે વિશાલ તેમજ તેના કુટુંબીજનો ને પણ સાચવે છે… આથી આશા બેન ની વાત ને બઉ મન પર લેતી નહીં….

image source

પણ આજે તો આશા બેને હદ જ વટાવી નાખી… માત્ર 10 મિનિટ ચા આપવામાં અનુપમા ને મોડું થઈ ગયું… ત્યાં તો આશા બેન અનુપમા ને ખૂબ ખરાબ સ્વબદ બોલવા લાગ્યા… “આ મારી દિકરી રિંકુ ને જો.. સાડી પેહરે છે એના ઘર માં “એના સાસુ સાસરા ની કેટલી સેવા કરે છે, અને એક તું છે.. મેડમ ને નોકરિય કરવી છે અને સેવા પણ નહિ !!! અનુપમા આજે પણ મૂંગા મોઢે બધુંય સહન કરી રહી હતી .. એક વડીલ તરીકે નું માન આજે પણ જાળવ્યું હતું…

image source

એક દિવસ અચાનક જ આશા બેન ચોક માં પાણી હોવાથી. તેમનો પગ લપસ્યો, અને પડી ગયા…. અને ફ્રેક્ચર આવ્યું.. અનુપમા એ તરત જ આશા બેન ને 108 બોલાવી ને તાત્કાલિક સારવાર અપાવી અને પગે પાટો કરાવ્યો … પાટો પણ એક મહિના નો હતો …. આથી અનુપમા એ પોતાની જોબ માં એક મહિના ની કપાત પગાર ની રજા લઇ લીઘી… અનુપમા આશા બેન ન કહ્યા પેહલા જ દવાઓ થી માંડી ને જમવા, સુવાનું બધુંય ખુબ જ દિલ થી તેમનું કામ કરતી… આજે આશા બેન ને અનુપમા વિશે ના સ્વભાવ જાણી ને પોતે બોલેલા સ્વબદો પર ખૂબ જ પારાવાર પસ્તાવો થતો હતો, પણ હવે કયા મોઢે અનુપમા ને કહે?????

image source

એટલા માં જ આશા બેન ની દિકરી રિંકુ, મોડું ચડાવી ને પોતાના સાસુ, સાસરા વિશે કટુ વચનો બોલતી ઘરે આવી પોહચી… “આ મારી સાસુ, બીમાર થઈ છે.. એમના ઢસેડા મારે થોડી કરવાનાં “”હું તો અહીં 15 દિવસ રેહવાની છું મમ્મી ના અવાજ સાથે રિંકુ એ આશા બેન ને કીધું…. રિંકુ હંમેશા તેના ઘરે કોઇ બીમાર પડતું તો અહીં જ આશા બેન જોડે આવી જતી, અને પોતાને સાડી પહેરવી પડતી હોવાથી હંમેશા સાસુ, સાસરા ની ખોદણી કરતી.. જે બાબત થી અનુપમા અને આશા બહેન બન્ને વાકેફ હતા …

image source

પણ આ જ તો હતા અનુપમાના સંસ્કાર.. પોતે ભલે મોર્ડન થઈ ને ફરતી, પણ કયારેય તેને તેના વિચારો માં મોર્ડન પણું આવવા દીધું ન હતું,.. જોબ ની સાથે સાથે આખા ઘર ને બખૂબી સાચવ્યું હતું .. તેમજ તેના સંસકારો પણ કયારેય ભુલી ન હતી… જે આજે આશા બેન ને જાણ થઈ ચુકી હતી…. તેમને અનુપમા ની રડતા મોઢે હાથ જોડી ને માફી માંગી.. અને અનુપમા એ ખૂબ જ સહજતા થી તેમને માફ કર્યાં…… પણ છેલ્લે અનુપમા એ ફક્ત એક જ વાક્ય કહ્યું “”મમ્મી જી જિન્સ પેહરી લો કે સાડી, તેના પર થી વ્યક્તિ નું વ્યક્તિત્વ નક્કી નથી થતું,, માણસ તેના સંસ્કાર, સમજણ, થી ઓળખાય છે ” જે આશા બેન આજે બખૂબી સમજી ગયા હતા… જેમને “મારી દિકરી અનુપમા ” કહી ને પ્રેમ થી ભેટી લીઘી…

અસ્તુ..

લેખક : જીનલ ટેલર “વિહા”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ