મારે પણ એક દિકરી હોત તો ! – આજના દરેક પરિવારે સમજવા જેવી નાનકડી વાર્તા…

આજે બગીચાનુ વાતાવરણ થોડુ ગમગીન હતુ. પાઁચેય સિનિયર સિટીજન મિત્રો ઉદાસ હતા. કારણ કે ફકત ત્રણ મિત્રો જ હવે નિયમિત મળવાના હતા. બે મિત્રો છુટા પડવાના હતા. આ પાઁચેય મિત્રો એટલે છગન મહેતા, કાનજી મકવાણા, ભાવેશ પટેલ, ભાવિન ચૌહાણ, નીતેશ ભટ્ટ. સાથે તડકી-છાયડી જોયેલા મિત્રોને હવે થોડી ગમગીની હતી. દુ:ખી હતા, કાનજી અને છગન વૃધ્ધાશ્રમમાઁ જવાના હતા. કાનજીએ તેના મિત્રોને કહ્યુ “અરે વાઁધો નહિ, તમે બધા મને વાર-તહેવારે મળવા આવજો, સાવ ભુલી ન જતા મને: આવુ કહેતા જાણે એ ગળગળો થય ગયો.


વાત એમ બનેલી કાનજીએ ઘણી મહેનત કરીને એક પોતાની દુનિયા બનાવેલી. વિચારેલુ જીવનના અઁતિમ વર્ષો સુખશાઁતિથી વિતાવીશ. પણ ધાર્યુ થાય તો લોકો ભગવાન ને યાદ જ ન કરેને. સુખના દિવસોમાઁ છકી જઇને પોતાની તમામ મિલ્કત પોતાના એકના એક પુત્રને નામ કરી નાખી. બસ જાણે ક્ષણૉની ભુલને વર્ષો સજા ભોગવી રહ્યા હતા. જીવનની સઘળી કમાણી પુત્રને નામ કરી નાખેલી, એનુ પરીણામ જ હવે ભોગવવુ રહ્યુ. બસ હવે બે દિવસ જ એ અહીઁ શહેરમાઁ રોકાવાનુ હતુ.

ત્યારબાદ શહેરની બહાર “સેકંડ ઇનિગ્સ ઓલ્ડ એજ હોમ” નામના વૃધ્ધાશ્રમમાઁ જવાનુ હતુ. દિકરો ત્યાઁથી પ્રાથમિક માહિતી લઇ આવેલો કે મહિને 800 રુપિયા ભરવાના હતા. એક રુમ આપે તેમાઁ એક કબાટ અને એક પલઁગની સુવિધા હોય બીજી કશુ જ નહિ. હા ફકત ત્રણ ટાઇમ જમવાનુ મળે. દિકરાએ પિતાને એકવાર પુછેલુ ખરુ કે “પપ્પા, આપને બીજી કોઇ સુવિધા જોતી હોય તો કહો, ત્યાઁના સઁચાલક મારો કલાયંટ છે. હુ કહીશ તો વધારાની સુવિધા આપને જરુર મળી શકશે.” આ વાકય સાઁભળીને કાનજી જાણે હતપ્રભ રહી ગયેલા. દિગ્મુઢ થઇને શુ કહેવુ એ અઁગે મુઁજવણ હતી. વધારાની સુવિધા શુ જોઇએ જયા સુવિધાની જરુર છે એ મળે તો પણ ઘણુ છે એવુ મનમાઁ બબડેલા.


આ તરફ છગનની વાર્તા અલગ હતી. એ તો વ્યાજને સાચવતો હતો. પોતાના પુત્રના પુત્રને નિશાળે લેવા – મુકવા જવુ, ટયુશન લઇ જવો, રમાડવો વગેરે જાણે દૈનિક ક્રમ થય ગયેલો. શરુઆતમાઁ તો ગમતુ ખરી મુદલ કરતા વ્યાજ વહાલુ કોને ન હોય. પણ પોતાની ગણરતી હવે જાણે આયા બાઇ તરીકે થતી હોવાથી હવે એ કઁટાળીયો હતો. પોતાના ઉસુલો, નિતીનિયમોને આખરી જિઁદગી વળગીને ચાલનાર છગન છેલ્લી ઘડીએ સમાધાન કરવા તૈયાર જ ન હતો.

બસ આપણુ માન ન હોય ત્યાઁથી ચાલ્યા જવુ સારુ. એવુ એનુ માનવુ હતુ. એટલે પોતાની નિયત બેંકમાઁ મુકેલ હતી તેના વ્યાજ પરથી કોઇ વૃધ્ધાશ્રમમાઁ જીવનના શેષ વર્ષો આનઁદ પ્રમોદથી વિતાવવા માઁગતો હતો. બાકીના મિત્રોએ તો બહુ સમજાવ્યો કે “અલ્યા છગનીયા સઁસાર છે ચાલ્યા કરે, થોડુ લેટ ગો કર, ઘરનાથી ભુલ થય હશે.


એવુ વિચારીને જતુ કરવુ રહ્યુ.” કુટુઁબ સાથે દિવસો વિતાવ શાને આટલુ બઘુ મન પર લેશો.” પણ આ છગને કહેવુ હતુ મિત્રો મારે પણ પોત્ર સાથે, દિકરા સાથે દિવસો વિતાવવા છે પણ એમનુ વર્તન સહન નથી કરી શક્તો ખોટુ મારાથી ગુસ્સામાઁ કઁઇ કહેવાય જાયે એને દિકરા-વહુના સઁબઁધમાઁ ઓટ આવે એના કરતા ભલે એ પોતાની દુનિયામાઁ ખુશ રહે. હુ તો મારી રીતે મારી વ્યવસ્થા કરી જ લઇશ. આમ પણ મારે હવે કયાઁ કોઇ જવાબદારી છે. દિકરી સાસરે વળાવેલી છે. દિકરા ની પરીસ્થીતી પણ સારી છે. દિકરા સાથે વાત થઇ ગય છે. મારે મારો નિર્ણય જ જણાવવાનો હતો.

બસ આ રીતે હવે આ પાઁચ ની ટીમ તુટી રહી હતી. લોકો એકમેકને છેલ્લી વાર ભેટી રહ્યા હતા. હવે કોણ જાણે કયારે ફરી ભેળા થવાય. છુટા પડતી વખતે છગને કાનજીને એકતરફ બોલાવીને કહ્યુ “અલ્યા કાન્યા તુ એક કામકર હુ જે વૃધ્ધાશ્રમમાઁ જવાનો છુ ત્યા તુ આવી જા.”, “અજાણ્યા લોકો સાથે રહેવા એના કરતા કોઇક જાણીતુ હોય એ વધુ સારુ અને સરળ રહે” એટલે કહુ છુ.

બાકી તારી ઇચ્છા. મને પણ કઁપની મળી રહે. એક કરતા બે ભલા. કાનજીને વાત સારી લાગી. એણે કહ્યુ “છના તારે ઠીક છે તારી પાસે તો તારી મરણ મુડી છે હુ રહ્યો ઓશીયાળો એટલે મારે પુછવુ પડે. મારે બધુ જ નક્કી થય ગયુ છે. છતા હુ એકવાર વાત કરીશ ઘરે એમ કર કે તુ મને તારા વૃધ્ધાશ્રમનુ સરનામુ મને આપી દે.


ભારે હૈયે કાનજી મિત્રો સાથે છુટો તો પડ્યો પણ રસ્તાઓ એને લાગણીશીલ કરી રહ્યા હતા. આ જ રસ્તાઓ પરથી પોતાના દિકરાને સ્કુટર પર નિશાળે મુકવા જતો. કયારેક રવિવારે કે તહેવારે સહ કુટુઁબ ફરવા જતો, આ શેરીઓ, દિલાવરની ચાની દુકાન, રહીમની પાન ની કેબીન જાણે બધા જ આજે સઁપી ગયા હોય એવુ લાગ્યુ. દુરથી પસાર થયને આખરી નજર વડે સલામી આપી.

લો જય રહ્યો હુ મારા જ રસ્તાઓ પરથી આખરી વાર,

વહાલા કોઁણ જાણે આ રસ્તાઓ મને પાછા મળે ન મળે !

છગન ઘરમાઁ જઇને નિત્યક્રમ મુજબ કાર્ય પતાવી નાખ્યા. પણ સમય આજે વેરી બની બેઠો હતો. જે સમય 65 વર્ષો ઝડપથી પસાર થય ગયા એ કોણ જાણે આજે એક એક પળ પણ કલાક જેવી વીતી રહી હતી. દિવાલો જાણે કાનમાઁ ચીસો નાખતી હોય, દરવાજાઓ જાઁણે કઁઇક કહેવા માઁગતા હોય. બારીઓનો પવન રોકાવાનુ કહેતો હોય એમ.


જે ઘર એણે 35 વર્ષો કાઢ્યા હતા એ જ ઘરના સભ્યો એને ઘરમાઁથી કાઢી રહ્યા હતા. મનમાઁ થયુ કે સરલા નસીબદાર નીકળી. એની તો ઘરમાઁથી અર્થી નીકળી હતી. હુ તો જીવતોજવ અહીઁથી અનિચ્છાએ જઇ રહ્યો છુ. સારુ થયુ તેને આવા દિવસો જોવાનો સમય ન આવ્યો. દિલીપ હજુ ઓફિસેથી આવ્યો ન હતો. આવે એટલે વાત કરવાનુ નક્કી કર્યુઁ.

રાતે દિલીપ ઓફિસેથી આવ્યો. તે જમીને એના રુમ તરફ જઇ રહ્યો હતો ત્યારે કાનજીએ સાદ કરતા કહ્યુ” બેટા દિલીપ તે કહ્યુ હતુને કે કઁઇક વધારાની સુવિધા જોઇએ તો કહેવુ મારે પેલા સેકંડ ઇનિગ્સ ઓલ્ડ એજ હોમ નથી જવુ પણ આ જે વૃધ્ધાશ્રમ છે ત્યાઁ જવુ છે. કારણકે મારો મિત્ર પણ ત્યાઁ જ છે. તો શુ મારે વધુ સરળ રહે. જુના મિત્રોનો સઁગાથ હશે તો સમય આકરો નહિ લાગે. દિલીપે ચિઠ્ઠી લઇને જોયી કશુક વિચારીને કહ્યુ “વાઁધો નહિ પિતાજી થય જશે, બસ આ વાત સારીકાને ન કરતા આપણી વચ્ચે જ રાખજો” કાનજી ઘડીક જોય જ રહ્યો.


સવારે કઁઇક અવાજ થતા એ જાગી ગયો. બાજુના રુમમાઁથી કોઇ ફોન પર વાત કરતુ હોય એવુ લાગ્યુ. સાઁભળવા પ્રયત્ન કર્યો તો વધુ એક આઁચકો લાગ્યો “સાહેબ અમે અમારા પિતાજીને વૃધ્ધાશ્રમમાઁ રાખવાનુ મોકુફ રાખેલ છે અમારા પરીવારને એમના પ્રેમની જરુર છે. આપને તકલીફ આપી એ બદલ હુ દિલગીર છુ.” થોડીવાર પછી દિલીપ કાનજીના રુમમાઁ પ્રવેશીને કહ્યુ” પિતાજી આપે જે સરનામુ આપેલ હતુ એ સરનામા પરના વૃધ્ધાશ્રમ પર આપની વ્યવસ્થા કરી આપી છે. પેલા સેકંડ ઇનિગ્સ ઓલ્ડ એજ હોમવાળાઓને ત્યાઁથી રદ કરી દીધુ છે. આપ સામાન બાઁધીને તૈયારી કરો સાઁજ સુધીમાઁ આપ ત્યાઁ હશો. આ સાઁભળી કાનજીને થોડી રાહત થય પણ આ ખબરને શેમાઁ ગણવી એ વધુ ગડમથલ થઇ. રોવુ કે હસવુ. છેવટે તો ઘર છોડવુ જ પડે એમ જ હતુ.

એકઁદરે મુસાફરી સારી રહી. છગને જે સરનામુ આપેલ એ “આખરી વિસામો” વૃધ્ધાશ્રમની દરેક વ્યવસ્થા સારી હતી. થોડુ મોઁઘુ હતુ એ જાણકારી મળી. પણ કાનજીએ દરેક જગ્યાની પહેલે દિવસે જ લટાર મારી લીધી. બે દિવસ થવા આવ્યા છઁતા છગનના આવવાના અણસાર ન લાગતા કાનજીએ ફોન કરવાનુ નક્કી કર્યુ. તે રીસેપ્સનીસ્ટ પાસે પહોઁચીને નઁબર આપતા કહ્યુ” આ નઁબર લગાવી આપોને” રીસેપ્સનીસ્ટે નઁબર જોડી આપ્યો. સામેથી છગનનો અવાજ સઁભળાયો”અલ્યા બોલ કાનીયા “ એલા છના તુ કયારે આવવાનો છો ?


હુ તો બે દિવસથી તારી અહીઁ રાહ જોવ છુ સામેથી છગને કહ્યુ” અલ્યા કાનીયા હુ તો અત્યારે મારી દિકરીના ઘરે છુ, ગરમ ચા સાથે ભજીયા ખાઇ રહ્યો છુ. મારી દિકરીને ખબર પડી કે હુ હવે વૃધ્ધાશ્રમ માઁ રહેવા જાવ છુ તો મને પરાણે એના ઘરે લઇ આવી. મને કહે પિતાજી હુ એમની સાથે વાત કરી લઇશ. તમે અહીઁ જ રહેજો. કશુ જ કરવાની જરુર નથી અને કયાઁ જવાની પણ જરુર નથી.” આ સાઁભળતા જ જાણે કાનજી હતપ્રભ બની ગયો. એનાથી અનાયાસે જ બોલાય ગયુ “મારે પણ મારે પણ એક દિકરી હોત !

લેખક :- વસીમ લાંડા (વહાલા)

આપ સૌને આ સ્ટોરી કેવી લાગી ? તમારા મંતવ્યો પણ આપજો !