મરચા ની કાચરી – તળેલા મરચા ખાવાના શોખીનો માટે આજે અમે લાવ્યા છે મરચાની એક અનોખી અને ટેસ્ટી રેસીપી…

હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ ફરી એકવાર એક નવી કાચરી ની રેસીપી લાવી છું તમે અત્યાર સુધીમાં કારેલા, ગુંદા ની કાચરી બનાવી લીધી હશે, આજે હું શીખવાડીશ મરચાં ની કાચરી, તમે મરચાં ની ઘણી બધી વાનગીઓ બનાવતા હશે જેમકે રાઈ વાળા, વધારેલા મરચાં, લોટવાળા મરચાં વગેરે… આજે આપણે બનાવીશું મરચાં ની કાચરી તમે દહીં ભાત, ખીચડી, દાળ ભાત અથવા રોજ ના જમણ સાથે સરસ લાગે છે તો નોંધી લો સામગ્રી…. તમે કોઈપણ પ્રકારના ના મરચાં ની કાચરી બનાવી શકો છો.
250ગ્રામ તાજા લીલાં મરચાં મરચાં


2કપ ખાટી પાતળી છાસ


એક થી બે ચમચી મીઠું


એક નાની ચમચી હળદર


રીત —


1–સૌ પ્રથમ મરચાં ને ધોઈ લેવા અને કોરા કરી લો. મે આ મિડિયમ તીખા અને લાંબા મરચાં લીધા છે, તમે તીખુ ના ખાઈ શકતા હોય તો મોળા મરચાં પણ લઈ શકો છો.ત્યાર બાદ મરચાં મા વચ્ચે થી ચપ્પુ વડે ઊભી ચીરીઓ પાડી બધા મરચાં તૈયાર કરી લો.


2– એક બાઉલમાં બધા મરચાં નાખીને તેમાં મીઠું અને હળદર નાખો મિક્સ કરી લેવુ.


3–હવે તેમા ખાટી પાતળી છાસ નાખી ને તેને ઢાંકણ ઢાંકી ને આખી રાત સુધી મૂકી દો.


3–બીજા દિવસે સવારે મરચાં ને એક ચારણી મા નાખી તેમાંથી બધી છાસ નિતારી ને કાઢી લો.


4–હવે આ નિતારેલા મરચાં ને એક ચારણી મા નાખી તેને 4-5 દિવસ સુધી તડકા મા સુકાવા દો. મરચાં એકદમ સુકાઇ જાય એટલે સમજો કાચરી તૈયાર થઈ ગઈ છે.


હવે જ્યારે મન થાય ત્યારે ધીમા તાપે તેલ મા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને આનંદ માણો મરચાં ની કાચરી નો.


તો ચાલો મે તો બનાવી લીધી હવે તમે પણ જરૂર બનાવજો અને કેવી લાગી એ જરુર જણાવશો ફરી એક નવી વાનગી લઇ ને આવુ ત્યા સુધી બાય..


**ધ્યાનમાં રાખવા ની બાબત —


મરચાં મા નાખવામાં આવતી છાસ ખાટી અને પાતળી જ લેવી જેથી તેનો ખટાશ વાળો સ્વાદ મરચાં મા બરાબર બેસી જાય.


રસોઈની રાણી : અલ્કા જોષી