માન્યતા દત્તે ઇન્ટરનેટ પર ફેન્સને હક્કા-બક્કા રાખી દીધા!

અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્તના કેટલાક ફોટો આ દિવસે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. માન્યતા ઈંસ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હંમેશા પોતાની લેટેસ્ટ ફોટો શેર કરતી રહે છે. ઈંસ્ટાગ્રામ પર માન્યતાને 20 લાખથી વધારે લોકો ફોલો કરે છે.

image soucre

આ કારણે તેમના શેર કરતા જ તેમના ફોટો સોશિયલ મિડીયા પર વાયરલ થવા લાગે છે. ત્યારે એ જ અરસામાં હાલમાં જ પોતાના આ ફોટાઓને ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા હતા. જે હવે ઈન્ટરનેટ પર છવાઈ ગયા છે. માન્યતા દ્વારા શેર કરવામાં આવેલ ફોટો ઈંસ્ટાગ્રામ પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે

image source

જો વધુ વાત કરીએ તો આ ફોટોને અત્યાર સુધી લાખો લાઈક્સ પણ મળી ચૂક્યા છે. ફોટો પર લોકો કમેંટ્સ કરી માન્યતા દત્તની સુંદરતાના પણ ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે માન્યતા એક જાણીતી અભિનેત્રી પણ રહી ચૂકી છે, પરંતુ સંજય દત્તની સાથે લગ્ન કર્યા બાદથી પડદાથી દૂર રહેવા લાગી છે.

image source

આ સાથે જ માન્યતા સંજય દત્તના પ્રોડક્શન હાઉસની CEO છે. બંનેની લવ સ્ટોરી પણ ખૂબ જ રોમેન્ટિક હતી. માન્યતા અને સંજયની પ્રથમ મુલાકાત ત્યારે થઈ જ્યારે સંજય દત્તે માન્યતાની સી ગ્રેડ ફિલ્મ લવર્સ સાઈક અસના રાઈટ્સ ખરીદી લીધા. આ ફિલ્મથી સંબંધિત મીટિંગ બાદ માન્યતા સીધી જ સંજય દત્તને મળવા લાગી હતી. ત્યારબાદ સંજય દત્ત અને માન્યતાની ફોન વાતો થવા લાગી અને નજીક પણ આવતા ગયા.

image soucre

સંજય દત્તે ગોવામાં માન્યતા દત્ત સાથે ૨૦૦૮માં લગ્ન કરી લીધા અને વર્તમાન સમયમાં બંને બે બાળકોના માતા-પિતા છે. હાલમાં જ સંજય દત્તે કેન્સર સામેના જંગમાં તેની જીત થઈ હોવાની વાતનો એકરાર કર્યો હતો.

image source

સંજય દત્તે જણાવ્યું હતું કે, કેન્સર સામેની લડતમાં આખરે તેની જીત થઈ છે અને તેણે આ કપરી યાત્રામાં સાથ આપવા બદલ શુભચિંતકો તેમજ ફેન્સનો અંતરથી આભાર માન્યો હતો. સંજુ બાબાએ તેમના બન્ને સંતાનો પુત્ર શાહરાન અને પુત્રી ઈકરાના 10માં જન્મદિવસ નિમિત્તે આ ખુશખબરી ટ્વિટર પર શેર કરી હતી

image source

સંજય દત્તે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સપ્તાહ મારા તેમજ પરિવાર માટે ખૂબજ મુશ્કેલીભર્યા રહ્યા હતા. પરંતુ ભગવાન પણ તેમના સૌથી શક્તિશાળી સૈનિકની જ કસોટી કરે છે. આજે મારા સંતાનોના જન્મદિવસ પર, હું મારા જીવનના મુશ્કેલ જંગમાં જીત મેળવીને પરત ફર્યો છું જે તેમના માટે સૌથી શ્રેષ્ઠ ભટે હશે. અમારા પરિવારના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પણ આ એક સારી બાબત છે. ત્યારે હવે સંજુ બાબા અને માન્યતા સુંદર સમય પસાર કરી રહ્યા છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ