દિકરી સારી રીતે તેનું કરિયર બનાવી શકે તેના માટે પિતાએ છોડી દીધી નોકરી…

16 વર્ષની ઉંમરમાં જ આ દીકરીએ ઇતિહાસ રચી દીધો, તેની આ ઉપલબ્ધી માટે પિતાએ નોકરી પણ છોડી દીધી.

આજે પણ આપણા દેશમાં દીકરીઓને દીકરા જેટલું મહત્ત્વ આપવામાં આવતું નથી. છતાં દીકરીઓ આજે માત્ર સફળતાના ઝંડા જ નથી લહેરાવતી પણ એવી – એવી સફળતાઓ હાંસલ કરી રહી છે જે આજ સુધી દીકરાઓ પણ નધી પામી શક્યા. એક સમય હતો જ્યારે દીકરીઓને કોઈ નોકરી કરવાની તો વાત દૂર રહી પણ ઘરની બહાર પણ નીકળવા દેવા નહોતું માગતું. છોકરી હોવાનો અર્થ એટલે કે ઘરમાં રહીને – ઘરના કામ સંભળાવા અને કુટુંબની સેવા કરવી. ભૂતકાળમાં સ્થીતી એટલી હદ સુધી ખરાબ હતી કે દીકરીઓના જન્મથી ઘરમાં શોક છવાઈ જતો અને કેટલીક જગ્યાઓ પર તો દીકરીઓને દૂધપીતી કરી દેવામાં આવતી. દેશના કેટલાએ વિસ્તારોમાં લિંગ પ્રમાણમાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતા ઓછી છે. ખાસ કરીને હરિયાણા જેવા રાજ્યમાં આ સમસ્યા સૌથી વધારે છે. પણ આજની દીકરીઓ છોકરા-છોકરીમાં ભેદ કરનારા વિકૃત મનોરોગી સમાજને જડબાતોડ જવાબ આપી રહી છે.કેઈ પણ એવું ક્ષેત્ર નથી જ્યાં દીકરીઓએ પોતાની સિદ્ધિ સાબિત ન કરી હોય. એટલે સુધી કે આંતરાષ્ટ્રીય રમત પ્રતિયોગિતામાં તેઓ એવા અદ્ભુત પરાક્રમો કરી રહી છે જેને જોઈ દીકરીઓને ઓછી આંકનારા શરમના માર્યા ક્યાંક મોઢું છુપાવીને બેસી જાય છે.

આજે અમે એવી જ એક દીકરીની વાત આ લેખમાં કરવા જઈ રહ્યા છે. હરિયાણાની આ દીકરીએ આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને માત્ર સૂવર્ણ પદક જ નથી અપાવ્યું, પણ એક રેકોર્ડ પણ બનાવ્યો છે.16 વર્ષની મનુ ભાસ્કર આજે દેશની કરોડો દીકરીઓ માટે એક રોલ મોડલ બની ગઈ છે. હરિયાણા ના ઇજ્જર જિલ્લાના ગોરિયા ગામની રહેનારી મનુએ આ વખતે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં થયેલા 21માં કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓ10 મીટરની એયર ગન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. સાથે સાથે મનુ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારી સૌથી યુવાન ખેલાડી પણ બની ગઈ છે. પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લેનારી મનુએ તેના પરના પ્રેશરને પોતાના પર જરા પણ હાવી નથી થવા દીધું. યુવાન મનુની સામે વિશ્વ કક્ષાના એકથી એક ખેલાડીઓ હતા, પણ તેનું ધ્યાન માત્ર પોતાના ઉત્તમ પ્રદર્શન પર જ કેન્દ્રિત હતું. મનુને પોતાની લાયકાત પર ભરોસો હતો અને પરિણામ બધાની સામે છે. મનુએ 240.9 અંક મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધું હતું.
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે વૈશ્વિક સ્તર પર આપણું નામ રોશન કરનારી આ દીકરી હાલ 12માં ધોરણમાં અભ્યાસ કરે છે. રમતની સાથે સાથે તે અભ્યાસને પણ સારી રીતે મેનેજ કરી જાણે છે. તે થોડું મુશ્કેલ ચોક્કસ છે પણ તે સમય કાઢીને અભ્યાસ પણ કરે છે. પિતાએ પોતાની દીકરીને ડગલેને પગલે સાથ આપ્યો છે. એક બાજુ જ્યાં મોટા ભાગના માતાપિતા બાળકોને રમત વિગેરે ક્ષેત્રોમાં મોકલતા કતરાય છે, ત્યાં રામકિશને મનુને રમતમાં આગળ વધારવા માટે બનતા પ્રયત્નો કર્યા છે. એટલે સુધી કે તેમણે પોતાની નોકરી છોડતાં પણ જરા વિચાર ન કર્યો.વાસ્તવમાં મનુ શૂટિંગ પહેલાં બોક્સિંગ કરતી હતી. મનુ એક પ્રોફેશનલ બોક્સર બનીને દેશનું નામ રોશન કરવા માગતી હતી પણ એક વાર બોક્સિંગ મેંચ દરમિયાન તેની આંખને ઇજા થઈ ગઈ. ઇજા એટલી ઉંડી હતી કે ડોક્ટરે તેમને બોક્સિંગ બીજીવાર કરવાની કડક ના પાડી દીધી. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે જો તેને તે જગ્યા પર બીજી વાર ઇજા થશે તો તેનું ગંભીર પરિણામ ભોગવવું પડે તેમ હતું, એટલે સુધી કે તેમના જીવને પણ જોખમ હતું. મનુએ મજબુરીથી બોક્સિંગ છોડવું પડ્યું, પણ રમત પ્રત્યે તેની લગન જરા પણ ઓછી નહોતી થઈ. બોક્સિંગ ઉપરાંત તેને શૂટિંગમાં પણ ખુબ રૂચી હતી. પછી તો તેમના પિતાએ તેમનો ખુબ સાથ આપ્યો અને મનુને શૂટિંગમાં ટ્રેનિંગ અપાવવાની શરૂ કરી દીધી. તેના માટે મનુના પિતા રામકિશને પોતાની નોકરી પણ છોડી દીધી કે જેથી કરીને તે પોતાની દીકરીના ભવિષ્ય પર પુરતું ધ્યાન આપી શકે.મનુ માત્ર છેલ્લા બે વર્ષથી જ શૂટિંગનો અભ્યાસ કરી રહી છે. આટલા ઓછા સમયમાં જ જે રીતે તે પોતાનું પ્રદર્શન બતાવી રહી છે તેને જોઈને તો શુટિંગમાં ભારતનું ભવિષ્ય ઉજ્વળ હોય તેવું લાગી રહ્યું છે. આ વર્ષે સીનિયર વર્લ્ડ કપમાં પણ મનુએ એક નહીં પણ બે-બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. ગયા વર્ષે થયેલા જુનિયર વર્લ્ડ કપમાં પણ મનુએ ભાગ લીધો હતો અને તે 49માં નબર પર રહી હતી. 2017ની નેશનલ શૂટિંગ ચેંપિયનશિપમાં તો મનુએ મેડલ્સનો ઢગલો કરી દીધો હતો, ત્યાં તેમણે 15 મેડલ જીત્યા હતા. મનુની પ્રેક્ટિસ કરવાની રીત અનોખી છે, તે મ્યુઝિક સાંભળતા સાંભળતા પ્રેક્ટિસ કરે છે. તેમણે શૂટિંગમાં પ્રથમ પદક વર્ષ 2016માં મહેન્દ્રગઢમાં જીત્યું હતું. અહીં તેમને સુવર્ણ પદક જીત્યા હતા. દિલ્લીમાં આયોજિત સૈયદ વાજિદ અલી હરિફાઈમાં સૂવર્ણ પદક. પુણેમાં યોજવામાં આવેલી એક શૂટિંગ કંપીટીશનમાં તેમણે એક ગોલ્ડ, એક સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.આટલા બધા ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેમને લોકો ‘ગોલ્ડ ગર્લ’ના નામે બોલાવા લાગ્યા. બોક્સિંગ અને શૂટિંગ ઉપરાંત મનુ કબડ્ડી, કરાટે, માર્શલ આર્ટ, થાંગ ટા, લોન ટેનિસ વિગેરે પર પણ હાથ અજમાવી ચુકી છે.

મનુની સફળતા એક તરફ જ્યાં દીકરી-દીકરાના ભેદભાવને નેસ્તનાબુદ કરવા મથી રહી છે ત્યાં બીજી બાજુ રમત તરફ પોતાના બાળકોને જવાથી રોકનારા માતા-પિતા માટે એક શીખ પણ છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક પ્રેરણાદાયી પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર, આ દિકરીના વખાણમાં બે શબ્દો કોમેન્ટમાં જરૂરથી લખજો.

ટીપ્પણી