ઘરમાં આવતું ધન અણધાર્યા ખર્ચામાં વપરાઈ જાય છે, કરો ફક્ત આ એક ઉપાય…

દરિદ્રતાને દૂર કરશે યંત્ર પૂજા અને આ એક મંત્રનો જાપ

શું તમારી પાસે પણ ધન ટકતું નથી… ઘરમાં આવતું ધન અણધાર્યા ખર્ચામાં વપરાઈ જાય છે? તો આ સ્થિતીને બદલવા માટે અને લક્ષ્મીને આકર્ષિત કરવા માટે મંત્ર શક્તિ શ્રેષ્ઠ ઉપાય છે.

સૌથી પહેલા ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરવી. શ્રીયંત્ર ઘરમાં રવિપુષ્ય, ગુરુપુષ્ય જેવા શુભ મુહૂર્તમાં લાવવું. ખાસ ધ્યાન રાખવું કે યંત્ર ચાંદી, તાંબા અથવા ભોજપત્ર પર બનેલું હોવું જોઈએ. આ યંત્રની સ્થાપના મંત્ર જાપ કરીને કરવી. કારણ કે યંત્રની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ જ તેનાથી લાભ પ્રાપ્ત કરી શકાય છે.

યંત્ર સ્થાપના બાદ નીચે આપેલા મંત્રનો જાપ કરવો. મંત્ર જાપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો અને મંત્રની 5 માળા કરવી.

મંત્ર

ॐશ્રીં હ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં લીં શ્રીં ॐ મહાલક્ષ્મયે નમઃ

આ મંત્રનો જાપ શ્રીયંત્રની સામે બેસીને કરવો. શ્રીયંત્રની ઘરમાં સ્થાપના કરો ત્યારપછી દિવાળી, નવરાત્રી જેવા તહેવાર પર તેની વિશેષ પૂજા કરવી. આ યંત્ર પૂજા ઘરમાં શરૂ થશે ત્યારબાદ તમે અનુભવશો કે ઘરમાં સુખ-શાંતિ છવાયેલી રહેશે. નિયમિત રીતે ઉપરોક્ત મંત્રનો જાપ શરૂ કરવાથી દરિદ્રતા દૂર થશે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહેશે. યંત્ર પૂજા મનોકામના પૂર્ણ કરનારી પણ છે. શ્રદ્ધા રાખી પૂજા અને મંત્રજાપ કરશો તો તેનું ફળ અચૂક મળશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી જીવનમાં ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી