મનસા મુસા: વિશ્વનો સૌથી પૈસાદાર માણસ, જેના પ્રદેશમાં થતું વર્ષે 1000 કિલો સોનાનું ઉત્પાદન

આજના સમયમાં દુનિયાના સૌથી પૈસાદાર માણસ તરીકે બિલ ગેટ્સનું નામ પ્રથમ ક્રમાંકે આવે છે પરંતુ શું તમે એથી પણ વધુ પૈસાદાર માણસ વિષે જાણો છો કે જેની સંપત્તિના આંક સુધી હજુ સુધી કોઈ નથી પહોંચી શક્યું. ઇતિહાસમાં સૌથી પૈસાદાર માણસ તરીકે જેનું નામ નોંધાયેલું છે તે છે મનસા મુસા પ્રથમ.

image source

મનસા મુસા ટિમ્બક્ટુનો રાજા હતો એ સમયે ટિમ્બક્ટુ રાજ્ય હતું જયારે આજે તે સીમિત થઈને આફ્રિકી દેશ માલીનું એક શહેર બની ગયું છે. મનસા મુસાનો માલી પ્રદેશ પર એ સમયે કબ્જો હતો જયારે ત્યાં સોનાના ભંડારો હતા. કહેવય છે કે મનસા મુસાના સમયમાં આ પ્રદેશમાંથી દર વર્ષે લગભગ 1000 કિલો સોનુ કાઢવામાં આવતું હતું.

image source

અસલમાં મનસા મુસાનું અસલી નામ મુસા કીટા પ્રથમ હતું પરંતુ રાજા બન્યા બાદ તેનું નામ મનસા મુસા પડી ગયું. સ્થાનિક ભાષામાં મનસા ભાષાનો અર્થ રાજા થાય છે. બીબીસીના અહેવાલ પ્રમાણે મનસા મુસાનું સામ્રાજ્ય એટલું મોટું હતું કે એના છેડા વિષે માત્ર અંદાજો જ લગાવી શકાતો. આજે આપણે જેને મોરિટાનિયા, સેનેગલ, ગાંબીયા, ગિનિયા, બુર્કિના, ફાસો, માલી, નાઇઝર, ચાડ઼ અને નાઈજીરિયા તરીકે ઓળખીએ છીએ તે તમામ વિસ્તાર એ સમયે મનસા મુસાનો પ્રદેશ હતો.

image source

1312 ઈસ્વી સનમાં મનસા મુસાએ માલી સામ્રાજ્યની ધુરા સંભાળી હતી અનેલગભગ 25 વર્ષ સુધી સત્તા સંભાળી હતી. પોતાના શાસન દરમિયાન મનસા મુસાએ અનેક મસ્જિદોનું નિર્માણ કરાવ્યું હતું. જે પૈકી ઘણી મસ્જિદો આજે પણ છે. ટિમ્બક્ટુ ખાતે સ્થિત જીંગારેબેર મસ્જિદ મનસા મુસાના શાસનકાળ દરમિયાન જ નિર્માણ પામેલી છે.

image source

મનસા મુસા સાથે જોડાયેલો એક બનાવ બહુ પ્રખ્યાત છે. એ બનાવ મુજબ 1324 ઈસ્વી સનમાં મનસા મુસા સાઉદી અરબના મક્કા શહેર ખાતે જવા રવાના થયો હતો. અને તેના કાફલામાં તેના સિવાય અન્ય 60000 માણસો પણ જોડાયા હતા જે પૈકી 12000 તો તેના અંગત સેવકો હતો. ઉપરાંત મનસા મુસા જે ઘોડા પર સવાર હતો તેની આગળ આગળ 500 લોકોનું એક મંડળ ચાલતું હતું અને તે બધાના હાથમાં સોનાની એક એક લાકડી હતી.

image source

કહેવાય છે કે મનસા મુસાના કાફલામાં 80 ઊંટો પણ હતા જે દરેક ઊંટોના માથે 136 કિલો જેટલું સોનુ લાદવામાં આવ્યું હતું. આટલી સંપત્તિ ધરાવતા હોવા છતાં મનસા મુસા દિલનો ખુદ ઉદાર વ્યક્તિ હતો અને તેની ઉદારીનું પ્રમાણ એ છે કે જયારે તે મિસરની રાજધાની કાહિરા ખાતેથી પસાર થઇ રહ્યો હતો તો ત્યાંના રહેવાસીઓને તેણે એટલું દાન આપ્યું કે થોડા સમય બાદ એ વિસ્તારમાં મોંઘવારી વધી ગઈ જેથી જે લોકોને દાન અપાયું હતું તેઓ પાસેથી અન્ય સ્થાનિક લોકો મેળવી શકે.

image source

મનસા મુસાના સમય દરમિયાન યુરોપ પાસે પણ કોઈ ખાસ ખનીજ પદાર્થો કે સોનાના ભંડારો નહોતા. કહેવાય છે કે મનસા મુસા ગરીબોને દાન આપી રહ્યા છે તે વાત જયારે યુરોપ પહોંચી તો ત્યાંના લોકો ફક્ત મનસા મુસા ખરેખર આટલું મોટું દાન કરી શકે છે કે તેની માત્ર વાતો જ છે એ ચકાસવા છેક યુરોપથી માલી સુધી આવ્યા હતા. અને નજરે જોયા બાદ માન્યું હતું કે મનસા મુસા સૌથી ધનવાન અને ઉદાર પણ હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ