જલ્સા કરોને જેંતીલાલ

મનોજ બાજપાઈથી લઈને કાર્તિક આર્યન સુધીના આ કલાકારોના પિતાનું જીવન છે બહુ સરળ…

બોલીવુડમાં પગ જમાવી ચૂકેલા નેપોટીઝમ છતાં અમુક કલાકારો એવા પણ છે જે બધી જ તકલીફોને હરાવીને પોતાના ફેન્સના દિલમાં જગ્યા બનાવી ચુક્યા છે. આજે અમે તમને આવા જ કેટલાક બોલિવુડના કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છે જેમના પિતા ખૂબ જ ગરીબ અને સાધારણ છે અને આ કલાકારોએ પોતાના જીવનમાં ઘણી તકલીફોનો સામનો કર્યા પછી બોલીવુડમાં સફળતા મેળવી છે.

મનોજ બાજપાઈ.

image source

ફિલ્મ ગેંગ ઓફ વાસેપુરમાં સરદાર ખાનનો અવિસ્મરણીય રોલ કરનાર મનોજ બાજપાઈ પોતાની એક્ટિંગ માટે પોતાનું અલગ ફેન ફોલોઇંગ ધરાવે છે. પણ એમના પિતા રાધાકાંત બાજપાઈ શહેરની ચમક દમકથી દૂર ગામડામાં સાધારણ જીવન જીવી રહ્યા છે.

પંકજ ત્રિપાઠી

image source

કાલીન ભૈયાના નામે જાણીતા બોલિવુડના ઉમદા કલાકાર પંકજ ત્રિપાઠી બિહારના એક નાનકડા ગામથી જોડાયેલા છે. એમના પિતા પંડિત બનારસ ત્રિપાઠી ખેડૂત છે અને આજે પણ બિહારના ગોપાલગંજ ગામના બેલ સેડ ગામમાં રહે છે.“

અનુષ્કા શર્મા.

image source

બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાંની એક અનુષ્કા શર્માએ પોતાની એક્ટિંગના જોરે બોલીવુડમાં પોતાની એક અલગ જ જગ્યા બનાવી છે. આમ તો અનુષ્કાએ શાહરુખ ખાન સાથેની ફિલ્મ રબ ને બના દી જોડીથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી જેમાં એમની એક્ટિંગના ઘણા વખાણ થયા હતા. તેમના પિતા અજય કુમાર શર્મા, જે ભારતીય સેનાના સેવાનિવૃત અધિકારી છે, તે પોતાની પત્ની સાથે ખૂબ જ સરળ જીવન વિતાવી રહ્યા છે.

આર માધવન

image source

લોકપ્રિય વેબ સિરીઝ બ્રિધના સિઝન વનથી જાણીતા બનેલા આર માધવન માટે એમના ફેન્સમાં અલગ જ ક્રેઝ છે. એમને બોલિવુડની સાથે સાથે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં વિક્રમ ઓર વેધા જેવી ફિલ્મો પણ કરી છે. એમના પિતા રંગનાથ શેષાદ્વિ ટાટા સ્ટીલ કંપનીના રીટાયર અધિકારી છે અને માધવનને ખૂબ જ પ્રેમ કરે છે

બિપાશા બાસુ

image source

ફિલ્મ રાઝથી પોતાના અભિનયનો પરચો બતાવનારી અભિનેત્રી બિપાશા બાસુનું સ્ટ્રગલ કોઈનાથી છુપાયેલું નથી. એમના પિતા હીરા બાસુ એક સીવીલ એન્જીનીયર છે જે એક સાધારણ જીવન જીવવાનું પસંદ કરે છે અને બિપાશાને પોતાની ખુશીનો સ્ત્રોત માને છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા

image source

ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં આલિયા ભટ્ટ સાથે પોતાના કરિયરની શરૂઆત કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવુડના સૌથી જાણીતા અભિનેતાઓમાંથી એક છે. એમને પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એમના પિતા મર્ચન્ટ નેવીમાં પૂર્વ કપ્તાન છે અને શહેરની ચમક દમકથી દૂર એક સરળ જીવન જીવવાનું પસંદ કરે છે.

આયુષમાન ખુરાના

image source

ફિલ્મ અંધાધૂંધમાં પોતાના દમદાર અભિનયના કારણે નેશનલ એવોર્ડ મેળવનાર આયુષમાન ખુરાના પણ એક મધ્યમવર્ગીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એમના પિતા પી ખુરાના એક જ્યોતિષી છે અને હજી પણ ચંદીગઢના એ જ ગામમાં રહે છે જ્યાં આયુષ્યમાનનો જન્મ થયો હતો.

કાર્તિક આર્યન.

image source

જો ક્યારેક એ અભિનેતાઓનું લિસ્ટ બનાવવામાં આવે જેમને કોઈપણ ગોડફાધર વગર પોતાના અભિનયના જોરે ફિલ્મો હિટ કરાવી છે તો એમાં કાર્તિક આર્યનનું નામ ન હોય એ શક્ય જ નથી. ફિલ્મ પ્યાર કા પંચનમાંથી અચાનક જ લોકપ્રિય થયેલા કાર્તિક આર્યનની સફર પણ ઘણી રોમાંચક રહી છે. સમાચાર એજન્સીઓ અનુસાર એમના પિતા બાળરોગ વિશેષજ્ઞ અને માતા માલા તિવારી એક સ્ત્રી રોગ નિષ્ણાત છે અને એ બંને સાથે જ ગ્વાલિયરમાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version