મગજ કરતા પણ મોટી હોય છે આ પક્ષીની આંખો, જોઇ લો તસવીરોમાં તમે પણ

દુનિયાભરની એવી કેટલીય માહિતી છે જેના વિષે બધા લોકો નથી જાણતા. અમુક માહિતી તો એવી છે જેને જાણીને આપણે નવાઈ પામ્યા વિના ન રહી શકીએ. આવી જ રોચક માહિતીઓ આપના સુધી પહોંચાડવા અમે ” માનો યા ન માનો ” શીર્ષકથી એક વિશેષ શ્રેણી સમયાંતરે પ્રકાશિત કરી રહ્યા છીએ. જેનો સાતમો ભાગ અત્રે પ્રસ્તુત છે. આશા રાખીએ છીએ કે આ શ્રેણી અમારા માનવંત અને જિજ્ઞાસુ વાચકો માટે માહિતીપ્રદ રહેશે.

image source

શું વાત છે ? શતરંજની શોધ આ દેશમાં ..

મગજની કસરત કરાવતી રમતો તરીકે શતરંજ પણ છે જેને અંગ્રેજીમાં ચેસ નામથી ઓળખવામાં આવે છે. એક અધ્યયન પ્રમાણે આ રમતની શોધ ભારતમાં થઈ હોવાનું મનાય છે.

મગજ કરતા આંખો મોટી

image source

દુનિયાનું સૌથી મોટા કદનું કોઈ પક્ષી હોય તો તે છે ઓસ્ટ્રીચ એટલે કે શાહમૃગ. આ શાહમૃગની એક અચરજ પમાડે તેવી વાત એ છે કે તેની આંખોનો આકાર તેના મગજના આકાર કરતા પણ મોટો હોય છે. શાહમૃગની આંખો લગભગ બે ઇંચ જેટલી મોટી હોય છે. વળી, તે સૌથી મોટી આંખ ધરાવતું એકમાત્ર પક્ષી છે.

ભારતની રાષ્ટ્રીય માછલી કઇ ? તમને ખબર છે ?

image source

ડોલ્ફીન માછલી આમ તો ભારતની રાષ્ટ્રીય માછલી છે પણ મોટાભાગના લોકો આ નથી જાણતા. ખેર, ડોલ્ફીન માછલી વિશે જાણવા જેવી વાત એ છે કે તે સતત પાંચથી આઠ મિનિટ સુધી તેનો શ્વાસ રોકી શકે છે. એટલું જ નહીં પણ તે પોતાની આંખો ખુલ્લી રાખીને સુઈ પણ શકે છે.

કાચબા આ વાત તો તમે નહીં જ જાણતાં હોય

image source

આ આર્ટિકલ વાંચનારા પૈકી મોટાભાગના વાંચકો એ તો જાણતા જ હશે કે કાચબો પૃથ્વી પરના સૌથી વધુ આયુષ્ય ભોગવનારા જીવો પૈકી એક છે. પરંતુ લગભગ લોકો માટે માહિતી એકદમ નવી જ હશે કે કાચબાના મોં માં દાંત નથી હોતા.

માણસ જાત વિશે બે રોચક વાતો

https://images.jansatta.com/2017/08/grt.jpg

image source

માણસ જાત આમ તો અનેક ખૂબીઓથી ભરેલી છે આવી જ બે ખૂબીઓ વિશે જાણીએ. એક તો એ કે એક સ્વસ્થ માણસ એક વર્ષના લગભગ ચાર મહિના સુવામાં જ વિતાવે છે. તો તમારા જેટલા વર્ષ થયાં હોય તે એક વર્ષના ચાર મહિના લેખે કરો હિસાબ કેટલા વર્ષો સુવામાં કાઢ્યા..

image source

બીજી વાત એ કે માણસ ક્યારેય પોતાની આંખો ખુલ્લી રાખીને છીંક નથી ખાઈ શકતો. વિશ્વાસ ન આવે તો છીંક આવે ત્યારે ટ્રાય કરી લેવાની છૂટ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ