મનીષા – કેન્સર સામે લડીને જીવી રહી છે જિંદગી, વાંચો પ્રેરણા મળશે તેના જીવનથી…

હમણાં થોડા સમય પહેલા જ અભિનેત્રી મનીષાએ જયપુરમાં યોજાયેલ એક સાહિત્ય મહોત્સવમાં હાજરી આપી હતી. અને એ સમારંભમાં મનીષા કોઇરલા બોલી હતી કે જિંદગી એ એક એવી કહાની છે જેમાં દરેક ઉંમરે અલગ અલગ પડાવ આવતા હોય છે. જિંદગી એ એવો બગીચો છે જેમાં ફૂલો પણ ખીલે છે ને કાંટા પણ ઊગે છે. આપણે દરેકે ફૂલોની ખુશ્બુ અને કાંટાના ઘામાથી પણ જિંદગી પસાર કરવી પડતી હોય છે. આજે સમય તમારો ખરાબ છે તો ચિંતા બિલકુલ ના કરો બસ મનને પ્રફુલ્લિત રાખો કાલે એ જ સમય પાછો સારો બનીને તમારી સામે આવશે.

મનીષા જયપુરમાં ચાલી રહેલ લિટરેચર ફેસ્ટિવલમાં આમંત્રિત મહેમાન બની પહોંચી હતી. ત્યાં તેને એક સેસન પણ કર્યું હતું. તેને સૌને સંબોધીને કહ્યું કે જ્યારે મને કેન્સર થયું ત્યારે મે મારી જિંદગીને સાચા અર્થમાં સમજી છે. મે મારી એ સમયની લાઈફ ઉપર એક પુસ્તક પણ લખ્યું છે. જેનું નામ છે “ ‘હીલ્ડ : હાઉ કેન્સર ગેવ મી અ ન્યૂ લાઈફ”

મે આપુસ્તકણીએ શરૂઆતમાં એવું લખ્યું છે કે મારે જિંદગી જીવવી છે. મારે હજી મરવું નથી. જ્યારે મને ખ્યાલ આવ્યો કે મને કેન્સર થયું છે ત્યારે મે આ બીમારી સામે લડનાર વ્યક્તિઓની લાઈફ સ્ટાઈલ પર ઊંડો અભ્યાસ કર્યો. મે એવા લોકોની સ્ટોરી ગોટવાનું શરૂ કર્યું જે લોકો આ બીમારી સામે લડીને જિંદગી જીવવા લાગ્યા છે. પછી હું તેમને સમય મળતા મળવા પણ લાગી હતી.

તમને એ પણ જણાવી દઈએ કે મનીષાએ બોલિવુડમાં સોદાગર મૂવીમાં કામ કરીને પોતાના કરિયરની શરૂઆત કરી હતી, ને એ પછી તેને ઘણી સુપર હીટ મૂવી આપી છે. જેમાં ‘1942 અ લવ સ્ટોરી’, ધનવાન, સંગદિલ સનમ, મિલન, મિલન, ખામોશી, સનમ, લોહા, દિલ દિવાના માને ના, યુગપુરુષ, મન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.