હાથને કોમળ અને સોફ્ટ કરવા છે? તો ઘરે જ કરો આ રીતે મેનિક્યોર

ઘરે જ કરો મેનિક્યોરઅને તમારા હાથને કમળ જેવા સુંદર અને મુલાયમ બનાવો

કમળ જેવા સુંદર-મુલાયમ હાથ અને આકર્ષક નખ માટે ઘરે જ આ રીતે કરો મેનિક્યોર

જો તમે એવું સમજતાં હોવ કે મેનિક્યોર એટલે બસ નખને સરસ શેઇપ આપવો તેને સરસ રીતે ફાઇલ કરવા અને હાથ પર સરસ રીતે માલિશ કરવું તો તેવું નથી.

image source

તમારા ચહેરાની જેમ જ તમારા હાથને પણ કોમળ કમળ જેવા બનાવવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડે છે. અને માટે જ જો તમે પણ તમારા હાથને સેલિબ્રિટીઝ જેવા કોમળ-સુંવાળા બનાવવા માગતા હોવ તો ઘરે જ મેનિક્યોરના આ સ્ટેપ અપનાવી તમારા હાથને પણ તેટલા જ સુંદર અને સુંવાળા બનાવી શકો છો.

મેનિક્યોર તમે બ્યુટીપાર્લરમાં પણ કરાવી શકો છો પણ તેના માટે સમય આપવો અને તેના માટે વધારે પડતાં રૂપિયા આપવા આ બધુ કંઈ બધા માટે અનુકુળ નથી હોતું. પણ જો તમે ઘરે જ સુંદર-સુંવાળા હાથ કરી શકતા હોવ તો પાર્લરમાં જવાની શું જરૂર છે.

image source

અહીં પણ તમે તમારા ચહેરાને જેમ ઘરે ફેશિયલ કરીને સ્ટેપ્સ અપનાવો છો તેમ સ્ટેપબાય સ્ટેપ જ તમારા હાથની સંભાળ લેવાની છે પણ તે પણ તમારા ઘરે જ તમારી અનુકુળતાએ.

મેનિક્યોર કરવામાં તમને જરૂર પડશે આ સામગ્રીની

– નેઇલ ક્લીપર

– ક્યુટીકલ પુશર અને નિપર

– ક્યુટીકલ રીમુવર અથવા તો ક્રીમ

– નેઇલપોલિશરીમુવર

– નખ માટેનો બેઝ કોટ

– નેઇલ બફર

– હાથ માટેનું મોઇશ્ચરાઇઝર

– કોટન પેડ

– અને સૌથી છેલ્લું તમારી પ્રિય નેઇલ પોલિશ

image source

મેનિક્યોરકરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

પ્રથમ સ્ટેપ – નખ પરથી નેઇલપોલિશ દૂર કરી દો

image source

તમારા નખ પર જે કોઈ પણ નેઇલ પોલિશ રહી ગઈ હોય તે પછી નાનો ડોટ હોય તો તેને પણ તમારે નેઇલ પોલિશ રીમૂવર વડે દૂર કરી દેવો. જો તમારા નખને ડ્રાય ન થવા દેવા હોય તો તમે બજારમાં મળથા નોન-એસેટન નેઇલ પોલિશ રીમુવરનો ઉપયોગ કરી શકો છો.

નખ પરથી રુના પુંમડા પર નેઇલપોલિશ રીમુવર લઈ હળવા હાથે રંગ દૂર કરવો.

બીજું સ્ટેપ – તમારા નખને તમને ગમતો યોગ્ય શેઇપ આપો

image source

નખ પરથી સંપુર્ણ પણે નેઇલપોલીશ રીમૂવ કર્યા બાદ તમારા નખને તમને ગમતો યોગ્ય શેઇપ આપો. તેના માટે તમારે હાર્શ કે પછી તીક્ષ્ણ નેઇલ ફાઇલનો ઉપયોગ ન કરવો. નખને નેઇલ કટર વડે યોગ્ય શેઇપ આપ્યા બાદ તેની કીનારીને ઘસીને સ્મુધ બનાવી લેવી.

ત્રીજુ સ્ટેપ – નખને બરાબર સાફ કરી લો

image source

નખને બરાબર સાફ કરવા માટે તમારે માઇલ્ડ શેમ્પુ અને સોફ્ટ બ્રશનો ઉપયોગ કરવો. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેને કોઈ હાર્શ સોપથી ન ધોવા અને કડક બ્રશ વડે પણ સાફ ન કરવા તેમ કરવાથી નખ નબળા પડી જાય છે અને ટુટી પણ જઈ શકે છે.

અને તેમાંથી બને તેટલી ગંદકી દૂર કવરાનો પ્રયાસ કરો. ચોખ્ખા નખ પર નેઇલ પોલિશ લાંબો સમય ટકી રહે છે.

ચોથું સ્ટેપ –તમારા નખને કોઈ એક્સપર્ટની જેમ પેઇન્ટ કરતા શીખો

image source

આ બધું જ થઈ ગયા બાદ નખને તમારી મનપસંદ નેઇલ પોલિશથી રંગવાના છે. તેના માટે તમારે સૌ પ્રથમ એક ટ્રાન્સપરન્ટ બેઝ કોટ લગાવવાનો છે. તેમ કરવાથી તેના ડાઘા નહીં પડે.

માત્ર ત્રણ જ સ્ટ્રોકમાં એક નખને રંગવાનું રાખો. તેના માટે સૌ પ્રથમ સ્ટ્રોક નખની મધ્યમાં કરો ત્યાર બાદ આજુબાજુના હિસ્સા પર નેઇલપોલિશ લગાવો. નેઇલ પોલિશ લગાવતા પહેલાં ડબ્બીને બરાબર હલાવી લેવી.

image source

હવે તમારા નખને તમારા મનપસંદ રંગથી રંગ્યા બાદ તેને પ્રોટેક્ટ કરવા માટે ટોપ કોટ લગાવવાનું ન ટાળશો.

પાંચમું સ્ટેપ – હવે તમારા હાથની આ રીતે નિયમિત સંભાળ લો

image source

જો તમારા હાથની તમે થોડી પણ સંભાળ રાખશો તો તમારું મેનિક્યોર વધારે લાંબો સમય સુધી ટકી રહેશે. તેના માટે તમારે તમારા નખ પર ક્યુટીકલ ઓઇલનુ હળવાહાથે મસાજ કરવું અને સાથે સાથે તમારા હાથ પર પણ મોઇશ્ચરાઇઝર નિયમિત પણે લગાવવું.

આ ઉપરાંત તમે તમારા હાથને અડધી મિનિટ માટે હુંફાળા પાણીમાં પલાળી પણ શકો છો.

image source

બસ આટલા જ સ્ટેપ્સ ફોલો કરી ખુબ જ સરળતાથી તમે તમારા હાથને આકર્ષક અને નખને મજબુત તેમજ સુંદર બનાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

 

– તમારો જેંતીલાલ