પાર્લરમાં જવાનો સમય નથી, તો ઘરે આસાન ટિપ્સથી કરો મેનીક્યોર…

નિયમિત મેનિક્યોર કરવા પર હાથ ન માત્ર સુંદર દેખાય છે, પરંતુ હાથની માંસપેશીઓ પણ રિલેક્સ થાય છે. પરંતુ દરેક વખતે મેનીક્યોર કરવા માટે તમે પાર્લર નથી જઈ શક્તી, તો તમે આ ઈઝી સ્ટેપ્સથી મેનિક્યોર કરી શકો છો.નેલપોલિશ રિમૂવરથી પહેલા લાગેલી નેલ પોલિશને હટાવી લો. નેલ પોલિશ નીકળવા માટે ચાકૂ, છૂરી, બ્લેડનો ઉપયોગ ન કરો. નેલ પોલિશ રિમૂવરથી નાખૂન ડ્રાઈ થઈ જાય છે, તેથી નેલ પોલિશર રિમૂવરની બોટલમાં 4-5 ટીપાં કોઈ પણ તેલના ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. તેનાથી નખ સાફ થઈ જશે અને સૂકા પણ નહિ લાગે.લગભગ 1 લીટર હળવા ગરમ પાણીમાં 2 ટીસ્પૂન શેમ્પૂ નાખીને તેમાં બંને ડુબાડીને રાખો.

હાથને મુલાયમ બ્રશથી સાફ કરો. નખને પણ સાફ કરી લો.

નખ પર ક્યુટિકલ ક્રીમ લગાવો. તેમને સાફ કરીને થોડા ફાઈલ કરો. ઓરેન્જ સ્ટિકથી ક્યુટિકલને અંદરની તરફ પુશ કરો.

સ્વચ્છ કપડાથી હાથ લૂછીને હેન્ડ ક્રીમ લગાવીને હાથ પર મસાજ કરો.

નેલ પોલિશ લગાવવાની તૈયારી કરો. નેલ પોલિશના બે કોટ લગાવો. એક સૂકાવા પર જ બીજું લગાવવું. આખરે ગ્લોસી ઈફેક્ટ માટે ટોપ કોટ લગાવો.

 

મેનિક્યોર દરમિયાન યુઝ કરો નેચલ રેસિપીઝ

ટીસ્પૂન ગ્લિસરીનમાં 5 ટીપા ગુલાબ જળ અને કેટલાક ટીપા લીંબુના રસ મિક્સ કરીને હાથ પર લગાવો અને 20-30 મિનીટ સુધી મસાજ કરો.

1 કપ પાણીમાં લીંબુનો ર, 1 ટેબલસ્પૂન એલોવેરા જેલ અને 10 ટીપા લેમન એસેન્શિયલ ઓઈલ મિક્સ કરો. આ મિશ્રણમાં એકવાર હાથ ડુબાડીને 10 મિનીટ સુધી રાખી લો, પછી બીજો હાથ ડુબોડીને રાખો.

હેન્ડ મોઈશ્ચરાઈઝરકાકડીના રસમાં ગ્લિસરીન મિક્સ કરો. રાત્રે ઊંઘતા પહેલા તેનાથી હાથ પર મસાજ કરો. હાથ હેલ્ધી તથા હાઈડ્રેટ્રેડ દેખાશે.

ડ્રાય હેન્ડ સોફ્ટનર

1 ટેબલસ્પૂન લીંબના રસમાં 1 ટીસ્પૂન ખાંડ અને થોડું પાણી ઉમેરો. આ મિશ્રણને હાથ પર રગડતા રગડતા લગાઓ અને 5 મિનીટ બાદ હળવા ગરમ પાણીથી હાથ ધોઈ લો.

હેન્ડ માસ્ક

2 ઈંડાના સફેદ ભાગને સારી રીતે ફેંટીને હાથ પર પેકની જેમ લગાવો. અડધા કલાક બાદ તેને ધોઈ લો. ત્વચાનીકરચલીઓ દૂર થશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક બ્યુટીટીપ્સ મેળવો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી