મેંગો પેડા – કેસર પેંડા સાદા માવાના પેંડા તો ખાતા જ હશો હવે ઘરે જ બનાવો આ મેંગો પેડા…

આજે આપણે બનાવીશું મેંગો પેડા

નામ સાંભળી ને એમ થયું ને કે ફટાફટ રેસિપી જોઈ ને બનાવીએ તો આપણે રાહ નથી જોવી ચાલો બનાવીએ મેંગો પેડા

મિત્રો હમણાં ભીમ અગિયારશ ગઈ એટલે કેરી તો બધા એ લીધી જ હશે એમાં થી તો આપને રસ બનાવીએ કે શ્રી ખંડ, આમ પાપડ, મેંગો ફાલુદા વિથ આઈસક્રીમ,મેંગો મિલ્ક શેક મેંગો અને નાળીયેલ ની બરફી આવું બધું આપને બનાવીએ પણ એમાં થી પેડા બનાવીએ તો કૈંક અલગ લાગશે

આપને ત્યાં કોઈ મહેમાન આવે ત્યારે આપને તેને નાસ્તા માં ચેવડો પેંડા અને વેફર આવો નાસ્તો આપીએ તો હવે મહેમાન માટે બારે થી પેંડા લેવા જવાની જરૂર નહિ રહે કારણ કે હવે તમે ઘરે જ આ મસ્ત મેંગો પેંડા બનાવી શકાય અને આ પેડા માં માવા ની જરૂર રહેતી નથી. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઈ ને બનાવીએ

મેંગો પેડા

સામગ્રી

  • ૨ ટી સ્પૂન ઘી
  • ૧/૪ કપ દૂધ
  • ૧ બાઉલ કેરી નો પલપ (પાણી વગર ધોળેલી કેરી)
  • ૧/૪ કપ ખાંડ
  • ૧ મોટી વાટકી દૂધ નો પાવડર
  • ૧ વાટકી કાજુ નો પાવડર
  • ૧/૪ ચમચી એલચી પાઉડર

ગાર્નિશ કરવા માટે

  • પિસ્તા ની કતરણ

બનાવની રીત

સૌ પ્રથમ એક પેન માં ૨ ટી સ્પૂન ઘી લઇ તેમાં ૧/૪ કપ દૂધ ઉમેરો હવે તેમાં ૧ બાઉલ કેરી નો પલ્પ નાખી બધું બરાબર મિકસ કરો.

હવે તેમાં ખાંડ ઉમેરી ખાંડ પીગળે ત્યાં સુધી બરાબર હલાવી મિક્સ કરો.

ખાંડ પીગળી જાય પછી તેમાં મિલ્ક પાવડર અને કાજુ નો પાવડર નાખી બરાબર મિક્સ કરો (ગાંઠા ના પડે એ રીતે બરાબર હલાવી ને મિકસ કરવું)

૧૦ મિનિટ ધીમા તાપે આ રીતે હલાવી અને ૧૦ મિનિટ પછી તેમાં ૧/૪ ચમચી એલચી પાઉડર ઉમેરી મિક્સ કરો.

હવે ૫ મિનિટ મીડયમ તાપે હલાવો મિશ્રણ પેન છોડે અને એક લોટ જેવું બની જાય ત્યાં સુધી ધીમા તાપે હલાવું.

હવે મિશ્રણ ને એક પ્લેટ માં કાઢી ૧૦ મિનિટ ઠંડુ થવા દો.

હવે હાથ ને ઘી વડે ગ્રીસ કરી તેમાં થી પેડા વાળો અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરો.

તો તૈયાર છે માત્ર ૩૦ મિનિટ માં મેંગો પેડા

આપણે બધા ને ગરમી થઈ એટલે આમ ઉનાળો નથી ગમતો પણ ઉનાળા માં કાચી કેરી પકી કેરી પછી આપને કાચી કેરી માંથી અલગ અલગ અથાણાં બનાવીએ બારેમાસ ભરી શકીએ એ રીતે આ બધું ખાવું પીવું ગમે તો આપને આવી જ રીતે પાકી કેરી માંથી અલગ અલગ રેસિપી ટ્રાય કરી ને ઘર માં નવી વસ્તુ ટેસ્ટ કરાવીએ.

નોંધ: એમાં તમે મિલ્ક પાવડર ની જગ્યા એ માવો પણ વાપરી શકાય.

પિસ્તા ની કતરણ ઓપસનાલ છે ના હોય તો ચાલે

મિશ્રણ વધારે ઢીલું લાગે તો તેને ૧૦ મિનિટ ફ્રીઝ માં પણ મૂકી શકાય

રસોઈ ની રાણી: ચાંદની ચિંતન જોશી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.