જલ્સા કરોને જેંતીલાલ

મેંગો આઈસક્રીમ – કેરીની સીઝન પુરી થઇ જાય એ પહેલા બાળકોને ઘરે જ આ આઈસ્ક્રીમ…

ધોમધખતી ગરમીમાં આઈસક્રીમ ખાવાનું કોને ન ગમે? તો આઈસક્રીમ ખાવાનું મન થાય તો ઘરે જ ઈન્સ્ટન્ટ બનાવો અને તરોતાજા થઈ જાઓ. બાળકો પણ આઈસક્રીમની માંગ કરે તો તમે આ રીતે ફટાફટ મેંગોઆઈસક્રીમ બનાવી શકો છો.અને ખાલી 4 સામગ્રી થી ઝટપટ રેડી થઈ જશે ….

સામગ્રી :

રીત :

1.. સૌ પ્રથમ એક તપેલી માં 500 ml દૂધ ગરમ કરવા મૂકવું …..આ દૂધ નો એક ઉભરો આવો જોયીએ ….તે પછી ….

2..3 ચમચી જેટલું દૂધ અલગ લઇ તેમાં 10 મેરી બીસ્કીટ નો ભૂકો ઉમેરી દેવો ….આ બેટર ને ઉકળતા દૂધ માં ઉમેરી દેવું …..આ ઉમેરવા થી દૂધ ઘટ થવા મળશે ….તમારે મેરી બિસ્કિટ ની જગ્યાએ 3 ચમચી કોર્નફ્લોર પણ ઉમેરી શકો છો ….

3..હવે ,દૂધ માં 1/2 બોવેલ ખાંડ ઉમેરી દેવી ….અને હલાવતા રેહવું ….

4..હવે ,થોડું room temprecture પર આવે એટલે પછી 1/2 બોવેલ મેંગો પ્યુરી ઉમેરી બ્લન્ડર થી chrn કરવું …..જેથી એક રસ થઈ જશે …

5.હવે લાસ્ટ માં 1/2 બોવેલ ઘર ની માલઇ અથવા ફ્રેશ ક્રીમ ઉમેરી ફરી થી બ્લેન્ડર થી chrn એક જ વાર કરી ..ડબ્બા માં ભરી લેવું ….અને એને 7-8 કલાક માટે સેટ થવા દેવું …

6..સેટ થયેલા આઈસક્રીમ ને ફ્રીઝ માંથી કાઢી ફરી થી બ્લેન્ડર થી chrn કરી ઉપરથી 1 નગ સુધારેલી કેરી થી ગાર્નિશ કરી ફરી સેટ કરવા મૂકી દેવું ….અને 5-6 કલાક પછી આઈસક્રીમ સ્કુપર થી કપ માં લઇ બાળકો ને આપવું ….

નોંધ :

– જો તમારે મેંગો ને બદલે ચોકલેટ આઈસક્રીમ ખાવો છે તો મેલ્ટેડ ડાર્ક ચોકલેટ મેંગો પ્યુરી ની જગ્યાએ આ સામગ્રી ઉમેરી દેવી …..તો તમારે
ચોકલેટ આઈસક્રીમ રેડી થઈ જશે ….

– આ બેઝ માંથી તમને ગમતા ફ્લોવર ઉમેરી બનાવી શકો છો …..


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version