જલ્સા કરોને જેંતીલાલ

હવે જયારે પાકી કેરીનો રસ બનાવો તો કેરીની છાલ ફેંકી ના દેતા… કેમ શું વાંચો અને જાણો…

ઉનાળામાં કેરી ખાવાથી ઋતુ સામે શરીરને લડવાની તાકાત મળે છે. જો કે આપણે પાકી કેરીનો રસ ખાવામાં લઈએ અને કાચી કેરીમાંથી આમ પન્ના એટલે કે કેરીનો બાફલો બનાવવાનું જ વિચારીએ પરંતુ ક્યારેય આ કેરીના રસને ત્વચા કે વાળની સુંદરતાના ઉપયોગમાં લેવાનો વિચાર કર્યો છે? જો વિચાર ના કર્યો હોય તો હવે કરો. તો આજે અમે તમને જણાવીશું કે, કેરી ત્વચા અને વાળના સૌંદર્યમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય.

– વિટામિન-Cથી ભરપૂર કેરી ત્વચાને સ્વસ્થ અને ચમકતી રાખે છે.

image source

– કાચી તથા પાકી કેરીના પલ્પમાંથી વિવિધ પ્રકારના માસ્ક અને ફેસ પેક બનાવી શકાય છે.

– કેરીની છાલ આંખની નીચેના ડાર્ક સર્કલ કે કાળી ત્વચાને લાઇટ કરે છે. કેરીની છાલના પાઉડરમાં દહીં મિક્સ કરીને લગાવવું. આ મિશ્રણને ફેસ પેક તરીકે પણ લગાવી શકાય. ચહેરા પર ચમક આવી જશે. આ સિવાય કેરીના પલ્પમાં ઘઉંનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવીને લગાવવાથી ત્વચા એકદમ સાફ થઈ જાય છે. આ મિશ્રણ ત્વચામાં ઊંડે સુધી પહોંચીને સફાઈ કરે છે.

image source

– કેરીના પલ્પ સાથે મગ અથવા મગની દાળને પલાળીને એની પેસ્ટ મિક્સ કરીને સ્ક્રબ બનાવો. ચહેરા પરની મૃત ત્વચાને કાઢવા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે.

image source

– ત્વચા પર ડાઘ, કાળાં ટપકાં અને ખીલના ઉપચારમાં પણ કેરીનો ઉપયોગ કરી શકાય છે. કેરીમાં એન્ટિ-ઓક્સિડન્ટ, વિટામિન-A અને બિટા કેરોટિન હોય છે. જે ત્વચા પરની ડેડ સ્કિન રિમૂવ કરવાનુ કામ કરે છે.

– કેરીમાં રહેલું એન્ટિ-ઓક્સિડન્ટ ત્વચાના કેન્સરને અટકાવે છે.

image source

– બ્લેક કે વાઇટ હેડ્સને દૂર કરવામાં પણ કેરીનો ઉપયોગ થઈ શકે છે. બ્લેક હેડ્સ દૂર કરવા માટે કેરીના રસમાં દૂધનો પાઉડર અને મધ નાખીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટ 15-20 સુધી લગાવેલી રાખો. ત્યારબાદ ઠંડા પાણીથી ધોઇ લો. એનાથી ત્વચા સ્મૂધ પણ થશે.

image source

– ગરમીને કારણે પરસેવો વધારે થાય છે એટલે સ્કિન પર ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. આવી ગરમીમાં બહાર અવરજવર થતી હોય ત્યારે પ્રદૂષણને કારણે ત્વચા પર બહુ જ ગંદકી જમા થઈ જાય છે, ત્વચાનાં છિદ્રો ખુલ્લાં થઈ જતાં હોય છે અને ત્વચાને સહન કરવું પડતું હોય છે. એનાથી બચવા માટે પાણીમાં કેરીને બાફી લેવી અને એ પાણીને ઠંડું પડવા દઈ ચહેરાને ધોવો. કેરીનું પાણી ચહેરા પરનાં ખુલ્લાં છિદ્રોને બંધ કરી દેશે અને તાજગીનો અનુભવ કરાવશે.

– આ ઋતુમાં સૌથી વધારે પિગ્મેન્ટેશનની તકલીફ થાય છે. કેરીના ગુણો એન્ટિ-એજિંગ અને ત્વચાના રંગ પર સારી રીતે કામ કરે છે.

image source

કેરીના પલ્પને ડાયરેક્ટ લગાવવાથી એ મોઇસ્ચરાઇઝર જેવું કામ કરે છે. ખીલ અને ફોલ્લીની સમસ્યામાં રાહત મળે છે.

– ટેન્ડ સ્કિન અને ડીકલરેશનમાં કેરીમાં રહેલું વિટામિન-A મદદરૂપ થાય છે. કેરીની છાલ આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ કેરીની છાલને તાપમાં સૂકવીને એનો પાઉડર બનાવવો. એ પાઉડરમાં દૂધની મલાઈ નાખીને એને ચહેરા પર 10-15 મિનિટ લગાવવું. ત્યારબાદ સાદા પાણીથી ધોઈ નાખવું. અઠવાડિયામાં બેથી ત્રણ વખત આમ કરવાથી ચોક્કસ ફરક દેખાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version