મેંગો લસ્સી અને રોઝ લસ્સી – આવી ગરમીમાં બનાવો તાજા દહીંમાંથી લસ્સી બપોરે મજા આવી જશે…

ઉનાળો અને ઠંડા પીણાં જાણે એકબીજાના પૂરક હોય છે ઉનાળાના ધમધમતા તાપ માં જ્યારે ઠંડા પીણા મળી જાય તો પેટ અને જીભ બંનેને સારો સંતોષ મળે છે.

એમાં પણ જો આ ઠંડા પીણા સ્વાદિષ્ટ નીંસાથે હેલ્ધી પણ તો તો મજા પડી જાય.

એવું જ એક હેલ્ધી પીણું છે લસ્સી … જો કે મને તો લસ્સી આખું વર્ષ ખૂબ જ પસંદ છે. તો પણ ઉનાળા માં જાણે મજા ડબલ થઈ જાય.. બનાવવા માં પણ ખૂબ જ સરળ અને સ્વાદ માં ઉત્તમ , હેલ્ધી એવી લસ્સી ની 2 વેરાયટી આજે આપણે જોઈશું.. મેંગો લસ્સી અને રોઝ લસ્સી ….. તો આ વિકેન્ડ માં જરૂર થી બનાવજો , બાળકો તો શું ઘર ના મોટા પણ ગ્લાસ ચાટી જશે.

મેંગો લસ્સી

સામગ્રી..

1 મોટો વાડકો દહીં

1 મોટો વાડકો સમારેલી કેરી

1/2 ચમચી ઈલાયચી ભૂકો

3 ચમચી ખાંડ

2 થી 3 ચમચી દૂધ

બરફ ના ટુકડા

રોઝ લસ્સી

સામગ્રી..

1 મોટો વાડકો દહીં

2 થી 4 મોટી ચમચી રોઝ સીરપ

2 થી 3 ચમચી ગુલકંદ

બરફ ના ટુકડા

રીત..

આગળ ની રીત જોતા પેહલા અમુક મુદ્દા જોવા ખૂબ જ જરૂરી છે.

દહીં , આ લસ્સી માટે ની મહત્વ ની સામગ્રી છે. ધ્યાન રહે દહીં એકદમ તાજું અને ફૂલ ફેટ વાળા દૂધ માંથી બનાવેલ હોવું જોઈએ. જૂનું કે ખાટું દહીં બિલકુલ વાપરવું નહી.

મેંગો લસ્સી નો કલર , કેરી ના કલર પર આધારિત હોય છે.

રોઝ લસ્સી માં જો વધુ ગળપણ જોઈએ તો રોઝ સીરપ વધુ ઉમેરી શકાય. ખાંડ ના બદલે આપ મધ પણ વાપરી શકો..

જો ચાલો જોઈએ પેહલા મેંગો લસ્સી


સૌ પ્રથમ કેરી ના ટુકડા લો. મિક્સર કે બ્લેન્ડર માં સ્મૂધ વાટી લો. ત્યારબાદ એમાં ખાંડ, દૂધ અને ઈલાયચી ઉમેરો.. ફરી થી સરસ બ્લેન્ડ કરી લો. જો બહુ જાડું લાગે , થોડા બરફ ના ટુકડા ઉમેરી કે થોડું દૂધ ઉમેરી બ્લેન્ડ કરો.


ગ્લાસ માં મેંગો લસ્સી રેડો. ઉપર થી બદામ પિસ્તા ની કાતરણ ઉમેરો અને ઠંડુ જ પીરસો…

રોઝ લસ્સી


હવે બનાવીએ આ સ્વાદિષ્ટ રોઝ લસ્સી… એક મોટા બાઉલ કે મિક્સર માં માં દહીં , રોઝ સીરપ અને ગુલકંદ લો અને સ્મૂધ બ્લેન્ડ કરી લો.


ગ્લાસ માં રોઝ લસ્સી રેડો અને ઉપર થી બદામ પિસ્તા ની કાતરણ ઉમેરી ઠંડુ પીરસો..


આશા છે આપ સૌને આ રેસિપી પસંદ પડશે. એકવાર જરૂર ટ્રાય કરશો અને જરૂર જણાવજો કે કેવી લાગી આ 2 ફ્લેવર ની લસ્સી..


વિડિઓ રેસીપી પણ અવશ્ય જોશો


રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો...જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે...

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ - રસોઈની રાણી.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

- તમારો જેંતીલાલ