મેન્ગો બોન્ડ – તમે પણ હવે કેરીથી કરી શકશો કમાણી ના ના કેરી વેચવાની નથી, જાણો કેવીરીતે…

ફળોનો રાજા કહેવાતી ‘હાફૂસ કેરી’ના નામે થઈ રહ્યું છે રોકાણ, મેન્ગો બોન્ડ સ્કીમ એક નવી રીત આપણી સામે આવી છે કમાણી કરવા માટે… મેન્ગો બોન્ડ, રોકાણકારો માટે એક નવી યોજના જેનાથી સૌથી મોંઘી કેરીના વેંચાણ પર આપ પણ કમાઈ શકો છો સ્વાદિષ્ટ નફો…


ઉનાળાની શરૂઆત થતાં જ ભારતભરમાં ફળોના રાજા કેરીની બોલબાલા ચાલુ થઈ જાય છે. શરૂ શરૂમાં તે ખૂબ મોંઘી અને ઓછા પ્રમાણમાં મળે છે પરંતુ જેમ જેમ ઉનાળો માથે ચડે તેમ તેના ફાલ પણ વધે છે અને તેની કિંમત પણ પ્રમાણમાં ઓછી થવા લાગે છે. કેરીના રસીક લોકોને તો સીઝન શરૂ થતાં જ ‘જી લલચાયે રહા ન જાયે’ તેવી સ્થિતિ હોય છે. તેમાં પણ જો કેરી મોંઘી હોય અને તેનો ફાલ પણ જો સારો બજારમાં ન આવ્યો હોય તો લોકોને નિરાશા થાય છે. અમે આપને એક એવી વાત કરશું જે જાણીને આપને આશ્ચર્ય થશે અને કમાણી કરવાની તક જાણવા મળશે…


કેરીમાં પણ સૌથી લોકપ્રિય અને મોંઘેરી હોય તો તે છે ફાફૂસ – અલ્ફાંસો પ્રજાતિની કેરી. જેના ફળ વિશે કહેવાય છે કે તે કદી પણ ખાટી નહીં નીકળે. આંબા ઉત્પાદક સહકારી સંસ્થા દ્વારા એક નવી પહેલ શરૂ થઈ છે. જેના અંતર્ગત એવી ઓફર છે ગ્રાહકો માટે એમાં તેઓ આંબાના ઉત્પાદનમાં ભાગીદાર બની શકે છે અને ઉચ્ચ ગુણવત્તાવાળી શ્રેષ્ઠ પ્રકારની હાફુસ કેરી પણ ઘેર બેઠાં મેળવી શકે છે.


શું છે આ મેન્ગો બોન્ડ યોજના?


આ મેન્ગો બોન્ડ એક એવી સ્કીમ છે જેમાં ગ્રાહક પોતાના પૈસાનું રોકાણ કરી શકે છે બદલામાં તેમને એ રકમની સારી ગુણવત્તાવાળી એલ્ફાન્સો કેરી મળે છે. આ તો હતી સરળ શબ્દોમાં આ યોજનાની વાત. બિઝનેસ ન્યૂઝમાં આવેલ અહેવાલ પ્રમાણે આંબા ઉત્પાદક સંસ્થા દ્વારા પંચ વર્ષિય બોન્ડની જોગવાઈ કરાવાઈ છે. આ યોજનામાં માત્ર એક વખત ૫૦ હજાર રૂપિયા બોન્ડ રૂપે ઇન્વેસ્ટ કરવાના રહે છે. જેના બદલામાં ગ્રાહકને ૫ વર્ષ સુધીમાં ઘેર બેઠાં ૫ હજાર રૂપિયાની કેરી મળશે. જે રોકાણકારનો નફો કહેવાશે અને પાંચમા વર્ષે ગ્રાહકને મૂળ રકમ પરત પણ મળી જશે.


કઈરીતે આ યોજના લાગુ કરવાનો આવ્યો વિચાર?


આંબા સહકારી ઉત્પાદન સંસ્થા દ્વારા મળેલી માહિતી મુજબ દેવગઢની અસલ હાફૂસ કેરીના નામે ખોટી અને ખાટી કેરીનું વેંચાણ થઈ રહ્યું હતું. જે ઉત્પાદકોની શાખ પર ગ્રાહકોની ખોટી માન્યતાને લીધે ખરાબ છાપ પડે છે. જેથી આંબા ઉત્પાદક સંસ્થાએ કેરી ઉત્પાદકોને એકઠ્ઠા કરીને તેમને એક મંચ પર લાવ્યા અને ઓન્લાઈન વેંચાણના વિચારને મજબૂત સ્થિતિમાં લાવવાનો પ્રયાસ શરૂ કર્યો.

જી.આઈ. ટેગ પ્રાપ્ત છે આ મોંઘેરી કેરીને…

ભારતીય મોંઘેરી કેરીને જી.આઈ. ટેગ પ્રાપ્ત છે. જે એક પ્રકારે સાંકેતિક રીતે જાણકારી મળે છે કે તે ગુણવત્તા અને તેના પ્રમાણની ખરાઈ કરવામાં ઉપયોગી રહે છે. આ પ્રકારનો જીયોગ્રાફિલ ઈન્ડીકેશન સર્ટિફિકેશન સ્ટીકર લોગો ત્યાર સુધીમાં ચંદેરી અને કાંજીવરમ સાડી, દાર્જિલીંગની ચા અને મલિહાબાદી કેરી પર મળી રહ્યો છે. જે મૂળભૂત પ્રોડ્ક્ટની ખરાઈ વિશેનું પ્રમાણભૂત આધાર મળી રહે છે.

કઈરીતે ઉપયોગી છે આ સ્કીમ? શું છે તેના લાભ?


આ સ્કીમમાં રોકાણકારોએ ઓછામાં ઓછા ૫૦ હજાર રૂપિયા રોકવામાં આવે છે. જેમાં પાંચ વર્ષનો લોક-ઇન પિરિયોડ નક્કી કરાય છે. આ પ્રકારનો પહેલો બોન્ડ વર્ષ ૨૦૧૧માં બહાર પડ્યો હતો, જે હાલમાં મેન્ગો બોન્ડ ૨.૦ જાહેર થયો છે. રોકાણકાર ગ્રાહકે જેટલી રકમના બોન્ડની સ્કીમ પર સાઈન કર્યું હોય એ હિસાબે પાંચ વર્ષ સુધી એ રકમ મુજબની કેરી તેમને મળવા પ્રાપ્ત થશે.


આ યોજનાનો કેટલા લોકોએ હજુ સુધી લીધો છે લાભ?

દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, બેંગલુરૂના લોકો સહિત મુંબઈ અને ભારતના અન્ય શહેરોના આશરે ૨૦૦ જેટલા ગ્રાહકો હવે આ સંસ્થાના સત્તાવાર રોકાણકાર બની ચૂક્યા છે. આંબા ઉત્પાદક સહકારી સંસ્થાના સંચાલક ઓમકા સપ્રે એ જણાવ્યું હતું કે અમારી આ સંસ્થા એ પહેલી આ રીતની બોન્ડ જાહેર કરનારી સંસ્થા છે જે ઓન્લાઈન વેંચાણ પણ કરી રહ્યું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ