મંગળવારે અચુક કરો આ ઉપાય, નસીબ તમને વાતે-વાતે આપશે સાથ

મંગળવારના દિવસે આ ઉપયા કરવાથી દૂર થાય છે મુશ્કેલીઓ – મંગળમય થાય છે જીવન

મંગળવારનો દિવસ ભગવાન હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા તેમજ આરાધના કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે, જો તમારી કુંડળીમાં મંગળ દોષ હોય તો તે પૂર્ણ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ મંગળનું ખૂબ મહત્ત્વ છે. જ્યોતિષ પ્રમાણે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી જીવનના દુઃખ તેમજ મુશ્કેલીઓ દૂર થાય છે.

image source

વૈદિક ગ્રંથોમાં મંગળવારના દિવસને સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસે ભક્તરાજ હનુમાનજી પોતાના ભક્તોની ભાળ લે છે. જો તમને લાગતું હોય કે સફળતા તમારી નજીક આવીને દૂર જતી રહે છે તો મંગળવારના દિવસે કેટલાક ઉપાય કરો. તમને ચોક્કસ પણે તેનાથી લાભ થશે અને તમારા નસિબના દ્વાર ખુલી જશે.

image source

મંગળવાના દિવસે પૂજાના સ્થળે એટલે કે તમારા મંદીરમાં હનુમાન તંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. તમારી મનોકામના પણ પૂરી થાય છે તેમજ જલદી જ શુભ ફળ મળે છે. હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોના બધા જ દૂખ દૂર કરે છે. મંગળવારના દિવસે હવન ના કરવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મંગળવારે હવન કરવો અશુભ માનવામા આવે છે.

image source

મંગળવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ વડનું એક પાન તોડી તેને સ્વચ્છ કરી તેને પાણીથી ધોઈ લો. હવે તે પાનને થોડીવાર માટે હનુમાનજી સામે મુકો અને ત્યાર બાદ તેના પર કેસરથી શ્રી રામ લખો. હવે તે પાનને તમારા પર્સમાં મુકી દો. તમારા પર્સમાંથી રૂપિયા ખૂટશે નહીં.

image source

મંગળવારના દિવસે હનુમાનજીને લાલ રંગનો રૂમાલ અર્પણ કરવો જોઈએ અને તે રૂમાલને પ્રસાદ સ્વરૂપે તમારી સાથે રાખવો જોઈએ. અને જ્યારે તમે કોઈ જરૂરી કામ માટે જતા હોવ ત્યારે તેને તમારી સાથે રાખવો જોઈએ. તેમ કરવાથી તમારું કામ પૂર્ણ થશે. ધ્યાન રાખો કે આ રૂમાલનો ઉપયોગ તમારે કોઈ રોજિંદા કામ માટે ન કરવો જોઈએ.

image source

મંગળવારના દિવસે સાંજના સમયે કોઈ હનુમાન મંદિરમાં જઈને એક સરસિયાના તેલનો અને એક શુદ્ધ ઘીના તેલનો દીવો કરવો. ત્યાર બાદ ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરવા. હનુમાનજીની કૃપા મેળવવાનો આ અચૂક ઉપાય છે.

image source

જો તમે શનિ દોષથી પિડિત હોવ તો આ દિવસે કાળા અડદની દાળ તેમજ કોલસાની પોટલી બનાવો. તેમાં એક રૂપિયાનો સિક્કો મુકો. ત્યાર બાદ તે પોટલીને તમારા પરથી ઉતારી કોઈ નદીમાં પધરાવી દો અને ત્યાર બાદ કોઈ પણ હનુમાન મંદીરમાં જઈ રામ નામનો જાપ કરો તેમ કરવાથી શનિ દોષની અસર ઓછી થશે.

image source

તમે મંગળવારના દિવસે ઉપવાસ પણ કરી શકો છો પણ જો તમે ઉપવાસ ન કરી શકતા હોવ તો તમારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. પૂજા કરવાથી પણ હનુમાનજી પ્રસન્ન થશે. આ દિવસે હનુમાનજીને ગૉળનો પ્રસાદ ચડાવવો જોઈએ અને પૂજા બાદ તે ગૉળ ગાયને ખવડાવવો જોઈએ. જો તમારા મનમાં કોઈના પણ પ્રત્યે ઇર્ષ્યા હોય તો તે ભાવથી મુક્ત બનો. તે તમને જ નુકસાન પહોંચાડે છે. તેમ કરવથી તમારા જીવનમાં ધન તેમજ ધાન્યની ખોટ નથી પડતી.

image source

મંગળવાના દિવસે હનુમાનજીને સિંદૂર તેમજ ચમેલીનું તેલ ચડાવવું જોઈએ. તેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને ભક્તોની ઇચ્છા પુરી થાય છે. હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબના ફૂલની માળા અર્પણ કરવી જોઈએ. તે પણ હનુમાનજીને ખૂબ પ્રિય છે તેમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તમારી ઇચ્છા પૂરી થાય છે.

Source: Amarujala

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ