હરિન્દ્ર દવેની અદભુત રચના “મને રૂપા ની ઝાંઝરી ઘડાવ” પ્રેમ ગીતને સાંત્વની ત્રિવેદીએ કર્યુ રજૂ, વિડીયો જોશો તો દિલ થઇ જશે ખુશ…

ગુજરાતના નવા યુગના ખ્યાતનામ કલાકાર એવા સાંત્વની ત્રિવેદીનું હાલમાં જ એક ગીત વહાલ નો દરીયો જે સાઉન્ડ ચેક દરમ્યાન ગવાયું હતું અને જેમનો વિડીયો સોશ્યલ મીડિયામાં ખુબ વાઈરલ થયો હતો.

સાંત્વની ત્રિવેદીએ પોતાના મધુર અવાજમાં વાયા ને વાદળ, વાદલડી વરસી રે, ગુજરાતી લવ મેશપ સીરીઝ અને ખુબ જૂની રચનાને નવા સંગીત સાથે નવા રૂપ માં પ્રસ્તુત કરીને નવી પેઢીને જુના ગીતો ફરીથી ગાવામાં નવો વેગ પુરો પાડ્યો છે.

આવી જ એક જૂની રચના તેઓ ફરી લઇને આવ્યા છે. ગુજરાતના ખ્યાતનામ લેખક, કવિ અને પત્રકાર હરિન્દ્ર દવેની અદભુત રચના “મને રૂપા ની ઝાંઝરી ઘડાવ” પ્રેમ ગીત ને એક નવા સ્વરૂપમાં સાંત્વની ત્રિવેદીએ રજૂ કર્યું છે.

જેનું સંગીત લોકપ્રિય ગુજરાતી મેશપના મ્યુઝિક ડિરેક્ટર આકાશ પરમાર દ્વારા આપવામાં આવ્યું છે. અને આ ગીતને સાંત્વની ત્રિવેદીના યુટ્યુબ ચેનલ પર વિડિયો આલ્બમ સ્વરૂપે આજે લોન્ચ કરવામાં આવ્યું છે.

ગુજરાતી સંગીતનો નવો યુગ શરુ થયો છે જેમાં ખુબ જુના ગીતો ને નવા સ્વરૂપે લોકો ખુબ વધાવે છે.

આ ગીતને તમે યુટ્યુબ સિવાય અન્ય મ્યુઝિક પ્લેટફોર્મ જેમ કે ગાના, જિઓ સાવન, સ્પોટીફાઈ તેમજ કોલર ટયુન સ્વરૂપે પણ સાંભળી શકશો.

સાંત્વની ત્રિવેદી પોતે ખુબ જાણીતા ગાયક છે, તેમના લાખો ચાહકો છે. જેમને પોતાના સંગીતક્ષેત્રના કરિયરની શરૂઆત ડીજીટલ પ્લેટફોર્મથી કરી હતી. જેમાં તેઓ નવા નવા વિડીઓ સોંગ તેમજ લાઈવ પર્ફોમન્સ ના વિડીઓ મુકતા હોય છે. તેઓ એ આજ ના યુગના નવા ઉભરતાં કલાકારો ને કે જેમની પાસે ટેલેન્ટ છે.

તેઓને ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સંગીતક્ષેત્રે આગળ વધવા માટે કોઈ તકની રાહ જોવા કરતા તમારી પાસે ડિજિટલ પ્લેટફોર્મ છે જેમના માધ્યમથી લાખો લોકો સુધી પહોંચી શકાય છે અને આગળ વધી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ