જલ્સા કરોને જેંતીલાલ

માંડવીના શિવમંદિરે અજય દેવગણ પહોંચ્યા જીન્સની શોર્ટ્સ પહેરીને, નીજ મંદિરમાં પાડેલો ફોટો થયો વાઈરલ…

માંડવીના શિવમંદિરે અજય દેવગણ પહોંચ્યા જીંસની શોર્ટ્સ પહેરીને, નિજ મંદિરમાં પાડેલો ફોટો થયો વાઈરલ… કચ્છના શિવાલયમાં શોર્ટ્સ પહેરીને પૂજા કરવા બેઠેલ અજય દેવગણ થયા ટ્રોલ, જાણો શું હતી આખી હકીકત… ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મનું શૂટિંગ કચ્છમાં લોકલાગણીએ પૂરાવ્યો જૂદો જ સૂર…


ભૂજ – માધાપરની વીરાંગનાઓની સત્ય ઘટના પર આધારિત ફિલ્મના શૂટિંગે સોનાક્ષી અને અજય દેવગણ પહોંચ્યા છે કચ્છની ધરતી પર, ત્યારે આ ફિલ્મ ભારત પાકિસ્તાનના એ સમયના જંગની એક અમર કથા છે જેમાં માધાપર ગામની ૩૦૦ જેટલી પટેલ કોમની બહેનોએ રાતોરાત એરબેઝ બનાવવા જીવ જોખમમાં મૂક્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ માડવી પાસેના એક ગામડાંમાં ગોઠવાયું છે જેના કારણે ફિલ્મ અભિનેતા અજય દેવગણ અને તેની સાથે અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલમાં કચ્છ ભૂજ અને તેની આસપાસના ગામોની મુલાકાતે આવ્યાં છે.

ભૂજના લોકેશન સાથે ફિલ્મ થશે શૂટ…


અજય દેવગણની આગામી ફિલ્મનું નામ છે, ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’. આવું શીર્ષક જ જાણીને ગુજરાતના અને ખાસ કરીને કચ્છના લોકો ખુશ થઈ ગયાં છે. આ ફિલ્મ એક એવી સત્યઘટના ઉપર આધારિત છે જે ભારત – પાકિસ્તાનના યુદ્ધમાં ભૂજના એરબેઝ પર બોંમ્બ ફેંકાયો હતો અને લડાઈ વિમાનોને ઉડાન માટેની તક બંધ થઈ ગઈ હતી. ભૂજ પાસેના માધાપર ગામની બહેનોએ જેમાં મહત્તમ બહેનો કણબી કૂળની મહેનતુ અને નિડર બહેનોએ હિમ્મત દેખાડી અને રાત આખી કામ કરીને જીવ જોખમમાં લઈને એ એરબેઈઝ ૭૨ કલાકમાં રીપેર કર્યો હતો. આ લડાઈ સન ૧૯૭૧માં થઈ હતી, જેમાં પણ પાકિસ્તાનને પરાજિત કરીને ભારતે તિરંગો લહેરાવ્યો હતો. આ સાહસકથાને ટી – સિરીઝ દ્વારા નિર્માણ કરાઈ રહ્યું છે. જેમાં એરબેઈઝનો સેટ ભૂજ પાસેના માંડવી શહેરના ગામડાં કાઠડા પાસે બનાવવામાં આવ્યો છે.

માંડવીના દેવાલયોમાં પહેંચ્યા અજય દેવગણ, પરંતુ લોકલાગણી દૂભાઈ હોવાની ચર્ચા વાઈરલ…


કહેવાય છે કે બોલીવૂડના સિંઘમ શિવ ભક્ત છે, તેમની શિવાય ફિલ્મમાં પણ તેમનું કામ ફેન્સને ખૂબ જ ગમ્યું હતું. અજય દેવગણના શરીરે શિવનું ટાટૂ પણ છે. શ્રાવણ માસ ચાલુ થયો છે ત્યારે તેમણે માંડવીના પ્રખ્યાત શિવમંદિરમાં પૂજા કરાવવા પહોંચ્યા અને ત્યાં ગર્ભગૃહમાં સ્થાનિક પૂજારી સાથેનો એક ફોટો પણ વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટો જોતાં કચ્છના પરંપરાવાદી ધાર્મિક લોકોનું કહેવું છે કે અજય દેવગણ ટૂંકી શોર્ટ્સ પહેરીને નિજ મંદિરમાં ગયા તે નથી યોગ્ય. દરેક દેવાલયની એક આમન્યા અને વસ્ત્ર પરંપરા છે એ મુજબ તેમણે વર્તવું જોઈએ. જેમ કે ગુરુદ્વારામાં માથું ઢાંકીએ છીએ અને અમુક ધાર્મિક સ્થળો અને મંદિરોમાં પ્રવેશ પહેલાં હાથ મોં ધોઈએ છીએ, એ મુજબ કોઈપણ શિવાલયના નિજ મંદિરમાં દાખલ થવા ધોતિયું કે પિતાંબર પહેરવું જોઈએ. મહારાજે પણ તેમને પારંપરિક પંચિયું કે પિતાંબર પહેરવા અનુરોધ કરવો જોઈતો હતો.


આપણે કોઈપણ હાઈ પ્રોફાઈલ વ્યક્તિ આવે ત્યારે એમના હોદ્દાથી અંજાઈ ન જઈને પરંપરા જાળવવા એમને પણ વિનંતી કરવી જોઈએ. એવું લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી શેરિંગ કરીને કોમેન્ટસમાં લખ્યું હતું. આ ફોટોમાં પંડિતની સાથે દેખાઈ રહ્યા છે. આમાં તેઓ માંડવીના જાણીતા મંદિર નાગનાથ મહાદેવમાં પહોંચ્યા હતા. કચ્છીયત પરંપરા અને લોક લાગણીના સૂર મુજબ અજય દેવગણે ટી શર્ટ અને હાફ પેંટ ન પહેરીને કોઈ પારંપરિક વસ્ત્રો પહેર્યાં હોત તો સારું થાત એવું લોકોએ જણાવ્યું છે. વધુ એક ફોટોમાં તેઓ પૂજારી સાથે સ્થાનિક લોકો સાથે બહાર આંગણાંમાં ગૃપ ફોટો પણ વારલ થયો છે. આ સાથે અજય દેવગણ સોનલ માતાના મંદિરે પણ દર્શન કરવા પહોંચ્યા હતા એવા ફોટો સાથેના સમાચાર પણ છે.

આ ફિલ્મનો ઘણો હિસ્સો શૂટ થશે કચ્છમાં, ત્યારે ફિલ્મ સ્ટાર્સની આવનજાવન વધશે…


ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મનું શૂટિંગ ઘણુંખરું કચ્છના પરિવેશમાં જ થશે. તેથી અજય દેવગણ અને સોનાક્ષી સિંહા સહિત અને ફિલ્મી સિતારાઓ આવશે એવું લાગી રહ્યું છે. કહેવાય છે કે આ ફિલ્મનું શૂટિંગ ૧૪મી ઓગસ્ટ સુધી તો ચાલશે જ. એક માહિતી મુજબ અજય દેવગણ અને અન્ય સિતારાઓ માંડવીના પ્રખ્યાત પ્રાઈવેટ બીચ ઉપર પણ ફરવા જવાની યોજના કરી રહ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version