જાણો મંદીરમાં 52 ગજની ધજા શા માટે ચડાવવામાં આવે છે…

એક હીંદુ તરીકે આપણે જ્યારે ક્યારેય કોઈ મંદીર બહારથી પસાર થતાં હોઈએ ત્યારે તેની સમક્ષ શીશ નમાવતા હોઈએ છીએ. અને એવી માન્યતા પણ છે કે જ્યારે ક્યારેય મંદીર આગળથી પસાર થાઓ ત્યારે મંદીરના કળશ અને તેની ધ્વજાને નમન કરવું જોઈએ. તેનાથી તમને ભગવાનના દર્શન કર્યાનું ફળ મળે છે.

image source

ઘરનું નાનકડું મંદીર હોય કે પછી બહારનું વિશાળ મંદીર હોય તે બન્ને તમને એક જ અનુભુતિ કરાવે છે અને તે હોય છે સકારાત્મક ઉર્જાની અનુભુતી. આપણા મંદીરોમાં આપણે શ્લોકો ઉચ્ચારતા હોઈએ છીએ તો મોટા મંદીરોમાં સવાર બપોર સાંજ આરતી કરીને, શંખ વગાડીને તેમજ ઝાલરો વગાડીને મંદીરને હંમેશા ઉર્જાથી ભરેલું ભરેલુ રાખવામાં આવે છે અને આ જ ઉર્જાનો ત્યાં દર્શન કરવા આવનાર વ્યક્તિમાં સંચાર થાય છે.

એવી માન્યતા પણ છે કે દરોરોજ વ્યક્તિ મંદીરે દેવી-દેવતાના દર્શન કરવા નથી જઈ શકતી અને માટે જ તે પોતાના કામે જવાના માર્ગમાં કોઈ મંદીર આવે તો તેની ધજા તેમજ તેના કળશનું નમન કરે તો તેને મંદિરે દર્શન કરવા જવાનું પુણ્ય મળી જાય છે.

image source

કેહવાય છે કે મંદીરના શીખરના દર્શનથી પણ તેટલું જ પુણ્ય મળે છે જેટલું મંદીર અંદરની પ્રતિમાંના દર્શનથી મળે છે. મંદીરની ધજાથી પણ ભક્ત ધન્ય થઈ જાય છે. મંદીર પર ચડાવવામાં આવતી ધજા ઘણા પ્રકારની હોય છે તેનો રંગ તેનો આકાર તેની લંબાઈ તેના પરની છાપણી આ બધું જ તે મંદીરમાં કયા ભગવાન બિરાજમાન છે તેના પર આધાર રાખે છે.

ધજાનું સંપુર્ણ જગતમાં એક અનોઠું મહત્વ હોય છે. મંદીર પર જે લગાવવામાં આવે છે તેને ધજા કહેવામાં આવે છે અને જેને વિવિધ દેશોનો જે ઝંડો હોય છે તેને ધ્વજ કહેવામાં આવે છે. ધ્વજ ચતુષ્કોણમાં હોય છે જ્યારે ધજા ત્રીકોણાકારમાં હોય છે. યુદ્ધમાં ધ્વજનો પ્રયોગ આપણા પુરાણકાળના ગ્રંથોમાં વરણવવામાં આવ્યો છે.

image source

ગ્રંથોમાં ધજાના આકાર પ્રમાણે તેમના નામ નક્કી કરવામાં આવેલા હતા. જેમ કે અક્રઃ કૃતધ્વજ, કેતુ, બૃહતકેતુ, સહસ્ત્રકેતુ વિગેરે. હીંદુ ધર્મના મંદીરો પર તે મંદીરમાં બીરાજમાન ભગવાનને અનુરુપ ધજાઓ મંદીરના શીખર પર લગાવવામાં આવે છે.

જેમ કે બ્રહ્મ દેવના મંદીર પર હંસની છાપણી વાળી ધજા હોય છે, તો વળી વિષ્ણુ ભગવાનના મંદીરના કળશ પર ગરુડની છાપણીવાળી ધજા લગાવવામાં આ છે. ગણેશજીના મંદીર પર કુંભ ધજા તેમજ મુષક ધજા લગાવવામાં આવેલી હોય છે. આમ દરેક મંદીર પર તેમાં બિરાજતા દેવતાને અનુરૂપ ધજા લગાવવામાં આવે છે.

image source

સમગ્ર ભારતમાં દ્વારકાધિશનું મંદીર એવું છે જ્યાં દીવસમાં ત્રણ-ત્રણ વાર શીખર પરની ધજા બદલવામાં આવે છે. અને આ બધી જ ધજાઓ તેમના ભક્તો દ્વારા તેમની માનતા પૂર્ણ કરવા માટે ચડાવવામાં આવે છે. દ્વારકાધીશ એ હીંદુ ધર્મના ચાર મુખ્ય ધામોમાંનું એક ધામ છે. શ્રીકૃષ્ણના ચાર મુખ્ય ધામ આવેલા છે એક છે દ્વારકાધીશ, બીજું છે જગન્નાથ, ત્રીજુ છે રામેશ્વરમ ધામ, અને ચોથું છે બદ્રીનાથ ધામ. હીંદુ વ્યક્તિની એ ઇચ્છા રહેલી હોય છે કે તે પોતાના મૃત્યુ પહેલાં આ ચાર ધામના દર્શન ચોક્કસ કરે.

52 ગજની ધજાનું અનોખું મહત્ત્વ છે. 52 ગજની ધજા ખાસ કરીને ગુજરાતમાં આવેલા દ્વારકાધીશ મંદીર પર ચડાવવામાં આવે છે. જેની પાછળ આ માન્યતાઓ છે.

શું છે 52 ગજની ધજાનો અર્થ

image source

4 – ચાર દિશા

12 – બાર રાશીઓ

9 – નવ ગ્રહો

27 – સત્તાવિસ નક્ષત્રો

આ બધાનો સરવાળો જો તમે કરશો તો તે 56 થશે. કહેવાય છે કે માણસના મનમાં 56 પ્રકારની ઇચ્છાઓ વાસ કરે છે અને મનુષ્યની આ બધી જ ઇચ્છાઓ જગતનો નાથ એવો જગન્નાથ એટલે કે દ્વારકાધીશ પુરી કરે છે. અને આ ઇચ્છાઓની પૂર્તિ માટે શ્રીકૃષ્મના ભક્તો મંદિરના શિખર પર 52 ગજની ધજા ચડાવવાની માનતા રાખે છે.

જાણો દ્વારકાધીશના મંદીર પર ફરકાવવામાં આવતી 52 ગજની ધજાનું વિશિષ્ટ મહત્ત્વ

image source

આ મંદીરના શીખર પર લગાવવામાં આવેલી ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વ દિશા તરફ લહેરાય છે. 52 ગજની ધજા માટે એક દંત કથા છે કે દ્વારકા પર 56 પ્રકારના યાદવોએ શાસન કર્યું હતું જેમાંથી બધા પોતાના ભવનમાં હતા. તેમાં ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ, અનિરુદ્ધજી, અને પ્રદ્યુમનજી દેવરૂપ હોવાથી તેમના મંદીર બનેલા છે અને તેમના જ મંદીરના શીખર પર આ બાકી રહેલા 52 પ્રકારના યાદવોના પ્રતીક રૂપે જ 52 ગજની ધજા લહેરાવવામાં આવે છે. મંદીરમાં પ્રવેશ માટે જે 56 સીડીઓ છે તે પણ તેનું જ પ્રતીક છે.

દ્વારકાધીશની આ ધજા લગભગ 84 ફૂટ લાંબી હોય છે. જેમાં ભાતભાતના રંગો હોય છે. આ ઉપરાંત ધજામાં સૂર્ય અને ચંદ્રમાનું પ્રતિક પણ બનેલું છે. સૂર્ય અને ચંદ્ર શ્રીકૃષ્ણના પ્રતિક માનવામાં આવે છે. અને માટે જ તેમના મંદીરની ધજાઓ પર આ બન્ને પ્રતિક હાજર હોય છે.

image source

દ્વારકાધીશના મંદીરના શીખર પર દીવસમાં ત્રણવાર સવાર, બપોર અને સાંજે ધજા બદલવામાં આવે છે. મંદીર પર ધજા ચડાવવા અને ઉતારવાનો અધિકાર માત્ર ત્યાંના અબોટી બ્રાહ્મણને જ મળેલો છે. દરેક વખતે અલગ અલગ રંગની ધજા લગાવવાં આવે છે. જીવનમાં જો તમને દ્વારકાધીશના મંદીરના શીખર પર ધજા ચડાવવાનો અવસર મળે તો તે બહુ સૌભાગ્યની વાત છે.

મંદીરમાં લગાવવામાં આવતી ધજાના રંગોનું એક અલગ મહત્ત્વ છે. તેમાં લાલ રંગને ઉત્સાહ, સ્ફુર્તિ, પરાક્રમ, ધનધાન્ય, વિપુલ, સંપત્તિ, સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. તો વળી લીલા રંગને આધ્યાત્મિક પ્રેરણાનું પ્રતિક માનવામાં આવે છે, તો વળી પીળો રંગ જ્ઞાન, વિદ્યા અને બુદ્ધિનું પ્રતીક સમાન છે. ભૂરા રંગને બળ અને પૌરુષનું પ્રતિક માનવામાં આવે છે. સફેદ રંગને પવિત્રતા, શુદ્ધિ અને વિદ્યાનું પ્રતિક માનવામાં આવે છે, જ્યારે ભગવા રંગને સાહસ, નિડરતા અને પ્રગતિ માનવામાં આવે છે. આવી જ રીતે ધજામાંના બધા જ રંગો કોઈને કોઈ રીતે માનવજીવનની સુખાકારી સાથે જોડાયેલા હોય છે.

image source

શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ લખ્યું છે ‘શીખર દર્શનમ પાપ નાશનમ્’ જેનો અર્થ થાય છે મંદિરના શિખરના શ્રદ્ધાપૂર્ણ દર્શન એ તેમાં બિરાજમાન દેવતાના દર્શન સમાન જ છે અને તેનાથી તમારા પાપનો નાશ થાય છે.

મંદિરને ઉંચા બનાવવા તેમજ તેના પર ધજા ફરકાવવા પાછળ આ એક કારણ પણ જવાદાર છે કે લોકો દૂરથી પણ મંદિરના દર્શન કરી શકે અને ધજાના દર્શન કરી દેવ દર્શન કર્યાનું સુખ પ્રાપ્ત કરી શકે.

રામાયમ અને મહાભારતમાં ધ્વજ

image source

મહાભારતના યુદ્ધમાં અર્જુનની ધજા પર શ્રી હનુમાનજીનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું હોય છે. તો કૃપાચાર્યની ધજા પર આખલા, મદ્રરાજની ધજા પર હળ, અંગરાજ વૃષસેનની ધજા પર મોર અને સિંધુરાજ જયદ્રથના ધ્વજ પર વરાહની છવી અંકિત થયેલી હોય છે. તો વળી ગુરુ દ્રૌણાચાર્યના ધજ પર સૌવર્ણ વેદીનું ચિત્ર હોય છે જ્યારે ઘટોત્કચના ધ્વજ પર ગીધનું ચિત્ર અંકિત હોય છે. તો વળી દુર્યોધનના ધ્વજમાં રત્ન જડીત હાથી હોય છે. આ પ્રકારની ધજાઓને જયંતી ધજાઓ કહેવામાં આવે છે.

વેદો તેમજ પૌરાણીક ગ્રંથો પ્રમાણે ઋગવેદ કાળમાં ધૂમકેતુ ધજાનો ખુબ ઉપોયગ થતો હતો. વાલ્મિકિ રામાણમાં પણ શહેર, શિવિર, રથયાત્રા અને રણ ક્ષેત્ર વિષે જ્યારે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે તેમાં પણ ક્યાંકને ક્યાંક ધજાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.

ધજાના પ્રકાર

image source

યુદ્ધ ભૂમિમાં સંજોગો પ્રમાણે આઠ પ્રકારની ધજાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ધજાઓ હતી – જય, વિજય, ભીમ, ચપલ, વૈજયન્તિક, દીર્ઘ, વિષાલ અને લાલ. આ દરેક પ્રકારની ધજા દ્વારા સંકેતો આપીને સૂચના આપવામાં આવતી હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ