મંદિરમાં નિયમિત જવાથી થાય છે આ ચમત્કારી ફાયદાઓ

મંદિરમાં નિયમિત જવાથી થાય છે આ ચમત્કારી ફાયદા

હિન્દુ ધર્મમાં મંદીરનું એક આગવુ મહત્ત્વ છે. લોકોની ભગવાન પરની શ્રદ્ધા કે તે તેમને ગમે તેવી મુશ્કેલ સ્થિતિમાં પણ ઉગારી લેશે તે જાણે આપણે બધાને જીવવા માટે આગળ વધવા માટે પ્રેરણા આપતું રહે છે. આપણે જ્યારે દુઃખી હોઈએ છીએ ત્યારે પણ ભગવાનનો સહારો લઈએ છીએ અને જ્યારે ખુશ હોઈએ છીએ ત્યારે પણ ભગવાનના આશિર્વાદ લઈએ છીએ.

image source

ઘણીવાર આપણે ઉદાસ હોઈએ છીએ ત્યારે મંદીરમાં આવેલી ભગવાનની મૂર્તિના શરણે જઈએ છીએ અને ત્યાં જઈને આપણા મનને એક ગજબ શાતા અને આશ્વાસન મળે છે. તેવી જ રીતે આનંદીત હોઈએ છીએ ત્યારે ભગવાનથી ખુશ થઈને આપણે ભગવાનને પ્રસાદ ચડાવીએ છીએ તો વળી ક્યારેક દાન પેટીમાં દાન પણ નાખીએ છીએ.

image source

મંદીર એક એવી જગ્યા છે જ્યાં ગરીબ વ્યક્તિ પણ જાય છે અને ધનવાન પણ જાય છે. સામાન્ય રીતે આપણા મંદીર પાછળ જવાનો ઉદ્દેશ આપણી ઇચ્છાપૂર્તિનો જ હોય છે તે પછી કોઈ ગરીબ વર્ગનો વ્યક્તિ હોય કે પછી કોઈ માલેતુજાર વ્યક્તિ હોય.

image source

આપણા ભારત દેશની વાત કરીએ તો આજે ગલીએ ગલીએ મંદીરો છે. અને તે બધામાં કોઈને કોઈની શ્રદ્ધા જોડાયેલી હોય છે. આ એક પરંપરા એવી છે જેમાં કોઈ જ ઘટાડો નથી થયો પણ દિવસે ને દિવસે તેમાં વધારો થઈ રહ્યો છે. હા લોકો હવે પહેલાની જેમ રોજ મંદીરે નથી જઈ રહ્યા. પણ ખાસ વાર કે પછી ખાસ પ્રસંગ કે પછી તેમનું મન કહે ત્યારે મંદીરે ભગવાનના દર્શન કરવા જાય છે. પણ તમને અમે આજે એ જણાવવા જઈ રહ્યા છીએ કે મંદીરે જો નિયમિત જવામાં આવે તો તમને ઘણા બધા ચમત્કારી લાભ થાય છે. મંદીરમાં જવાથી ત્યાં રહેલી ઉર્જાથી તમારામાં પણ એક ગજબની ઉર્જાનો સંચય થાય છે.

image source

– મંદીરમાં જઈને આપણે જ્યારે શ્રદ્ધા પુર્વક દેવી કે દેવતાની મૂર્તિને મગ્ન થઈને જોઈ રહ્યા હોઈએ છીએ ત્યારે આપણું ધ્યાન એકાગ્ર થાય છે. આમ કરવાથી તમારા મગજના એક ખાસ ભાગ પર પ્રેશર પડે છે જેના કારણે તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં વધારો થાય છે. અને કેન્દ્રીત ધ્યાન તમને ઘણી બધી રીતે ઉપયોગી છે તે તમે સારી રીતે જાણો છો.

image source

– ભગવનાન પરની અપાર શ્રદ્ધા આપણાને મંદીર તરફ ખેંચી જાય છે. મંદીરમાં પ્રવેશ કરતી વખતે ક્યારેય પગ ચંપલ પહેરી રાખવામાં નથી આવતા તેને બહાર જ ઉતારી દેવામાં આવે છે અને ખુલ્લા પગે મંદીરમાં પ્રવેશ કરવામાં આવે છે. ખુલ્લા પગે મંદીરની પ્રદક્ષિણા કરવાથી આપણા પગમાં રહેલા પ્રેશન પોઇન્ટ દબાય છે જેના કારણે આપણો ઉચ્ચ રક્તચાપ અંકુશમાં રહે છે. આ ઉપરાંત મંદિરના પ્રાંગણમાં રહેલી સકારાત્મક ઉર્જાનો આપણા શરીરમાં સંચય થાય છે.

image source

– મંદીરમાં રોજ ઘણીબધી વાર દેવી દેવતાની આરતી ઉતારવામાં આવે છે. આ આરતીમાં જ્યારે તમે હાજરી આપો છો ત્યારે તમે એક અલગ જ મનઃસ્થિતિમાં મુકાઈ જાઓ છો. આ સમયે તમે બધી જ ચિંતાથી જાણે મૂક્ત થઈ જાઓ છો. મનને સ્વસ્થ તેમજ શાંત રાખવાનો આ એક વ્યાયામ જ સમજી લો.

– મંદિરમાં પ્રવેશતા તેમજ બહાર નીકળતા નાના-મોટા સૌને તેમાં રહેલા ઘંટને વગાડવો ખૂબ પસંદ હોય છે. અને તેનો અવાજ પણ એક અલૌકિક સૌમ્યતા તેમજ હકારાત્મકતા વાતાવરણમાં ઉત્પન્ન કરે છે. પણ તેની સાથે સાથે આપણા શરીરના અમુક અંગો પણ આ અવાજથી સક્રિય બને છે અને તેના કારણે શરીરમાંની ઉર્જા વધે છે.

image source

– મંદીરમાં આરતી સમયે ત્યાં હાજર દરેક વ્યક્તિ તાળીઓ વગાડે છે. આમ કરવાથી આપણા હાથોને એક પ્રકારનો વ્યાયામ મળે છે તેમજ હથેળી પરના કેટલાક પ્રેશર પોઈન્ટ પર પણ દબાણ આવે છે. અને તાળીઓ પાડવાથી તમારા શરીરમાં જે અચેત ઉર્જા પડી હોય તે પણ ચેતનવંતી બને છે.

– મંદિરમાં આપણને ત્યાંના પૂજારી કપાળ પર તીલક કરી આપે છે. આમ કરવાથી આપણા કપાળના ખાસ ભાગ પર એક પ્રેશરનો અનુભવ થાય છે. જેનાથી આપણી એકાગ્રતા વધે છે.

image source

– મંદીરમાં તેમજ આપણા ઘરે વિવિધ પ્રસંગે હવન કરવામાં આવે છે અને આ હવનમાં વિવિધ પ્રકારની ઔષધીય વસ્તુઓની આહૂતિ આપવામાં આવે છે. તેમાંથી જે ધૂમાડો બહાર નીકળે છે તે હવામાના બેક્ટેરિયા દૂર કરે છે અને વાતાવરણને સ્વચ્છ બનાવે છે આમ કરીને વિવિધ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન પણ હવામાંથી દૂર થાય છે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ